Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રિયમ પાર્થિવ દેસાઈને એકલવ્ય પુરસ્કાર મળ્યો:ફિગર અને આર્ટિસ્ટિક સ્કેટિંગમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ બદલ ગુજરાત સરકારે સન્માનિત કર્યા

    1 day ago

    ફિગર અને આર્ટિસ્ટિક સ્કેટિંગના ખેલાડી પ્રિયમ પાર્થિવ દેસાઈને ગુજરાત સરકારે એકલવ્ય પુરસ્કારથી સન્માનિત કર્યા છે. તેમને ફિગર અને આર્ટિસ્ટિક સ્કેટિંગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિઓ બદલ આ સન્માન મળ્યું છે. પ્રિયમે માત્ર પાંચ વર્ષની ઉંમરે સ્કેટિંગ શરૂ કર્યું હતું. વર્ષ 2018-2019માં તેમણે એશિયન રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં ફિગર સ્કેટિંગમાં રજત ચંદ્રક (સિલ્વર મેડલ) જીતીને ભારતનું ગૌરવ વધાર્યું હતું. આ ઉપરાંત, તેમણે રાષ્ટ્રીય રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં ફિગર સ્કેટિંગમાં ઘણા સુવર્ણ, રજત અને કાંસ્ય ચંદ્રકો જીત્યા છે. ગુજરાત રાજ્ય ચેમ્પિયનશિપ અને ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓમાં પણ તેમણે અનેક ચંદ્રકો મેળવ્યા છે. આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે તેમની આ સિદ્ધિઓ વર્ષોની મહેનત અને સમર્પણ દર્શાવે છે. ગુજરાત સરકાર દ્વારા મળેલ એકલવ્ય પુરસ્કાર તેમના યોગદાનનું ગૌરવપૂર્ણ સન્માન છે.
    Click here to Read More
    Previous Article
    ડ્રાઇવિંગ લાઇસન્સ માટેના ટેસ્ટમાં 75% ગુણ લાવવા પડશે:પહેલા 60% ગુણ જરૂરી હતા, કાર્ડમાં નામ-સરનામું બદલાવવું મફત
    Next Article
    ભેસાણની અમરધામ સોસાયટીમાં વ્રજવાસીઓએ રાધા-કૃષ્ણનો દિવ્ય રાસ રજૂ કર્યો:શ્રી નવદુર્ગા ગરબી મંડળના આયોજનમાં મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment