Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૂંટણી પહેલાં નેતન્યાહૂએ પીએમ મોદી સાથે વાત કરી:ઇઝરાયલના સ્વતંત્રતા દિવસ પર મશાલ પ્રગટાવવાનું આમંત્રણ આપ્યું

    7 hours ago

    ઇઝરાઇલમાં ચૂંટણીના 5 દિવસ પહેલાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી છે. નેતન્યાહૂએ મોદીને ઇઝરાઇલના સ્વતંત્રતા દિવસ પર મશાલ પ્રગટાવવા માટે આમંત્રણ આપ્યું. તેમણે સોશિયલ મીડિયા પર વાતચીતની માહિતી આપતાં મોદીને પોતાના મિત્ર ગણાવ્યા. નેતન્યાહૂના જણાવ્યા મુજબ, મોદીએ આમંત્રણ બદલ તેમનો આભાર માન્યો. તેમણે કહ્યું કે ભારત અને ઇઝરાઇલ આતંકવાદ સામે મળીને લડે છે. મોદીએ બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલતા સંબંધોની પણ પ્રશંસા કરી. પહેલા ભારતીય પાઇલટને ફોન કરીને આમંત્રણ આપ્યું હતું નેતન્યાહૂએ આ પહેલાં ફ્લાયદુબઈના ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છર સાથે ફોન પર વાત કરી હતી. તેમણે સ્મિતને ભારત અને ઇઝરાયલના લોકોનો હીરો ગણાવ્યો હતો અને તેમને ઇઝરાયલ આવવાનું આમંત્રણ આપ્યું હતું. તે વાતચીતમાં નેતન્યાહૂએ કહ્યું હતું કે તેઓ સ્મિત અને પોતાના મિત્ર નરેન્દ્ર મોદીને ઇઝરાયલના આગામી સ્વતંત્રતા દિવસ સમારોહમાં મશાલ પ્રજ્વલિત કરવા માટે આમંત્રિત કરવા માગે છે. હવે તેમણે મોદી સાથે સીધી વાત કરીને આ આમંત્રણનો ઉલ્લેખ કર્યો છે. મોદી બોલ્યા- નેતન્યાહૂ સાથે પશ્ચિમ એશિયાની સ્થિતિ પર વાત થઈ વડાપ્રધાન મોદીએ X પર જણાવ્યું કે બંને નેતાઓએ પશ્ચિમ એશિયાની તાજેતરની સ્થિતિ પર ચર્ચા કરી અને ક્ષેત્રમાં શાંતિ તથા સ્થિરતા પુનઃસ્થાપિત કરવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો. ઇઝરાયલમાં સ્વતંત્રતા દિવસ પર 12 મશાલો પ્રગટાવવાની પરંપરા 27 ઑક્ટોબરે ઇઝરાઇલમાં ચૂંટણી ઇઝરાઇલમાં 27 ઑક્ટોબરે ચૂંટણી યોજાવાની છે. ગાઝા યુદ્ધ અને લેબનોન-ઈરાન સાથેના સંઘર્ષ બાદ આ પહેલી ચૂંટણી છે. તેને નેતન્યાહૂના નેતૃત્વ અને તેમની સરકારના કામકાજ પરના જનમતસંગ્રહ તરીકે જોવામાં આવી રહી છે. નેતન્યાહૂની લિકુડ પાર્ટીના નેતૃત્વ હેઠળનું ગઠબંધન સત્તામાં પરત ફરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચૂંટણીમાં સુરક્ષા, યુદ્ધ અને સરકારની નીતિઓ મહત્ત્વના મુદ્દાઓ છે.
    Click here to Read More
    Previous Article
    यूपी में 13000 वोटर के नाम बदलने का मामला, दो SDM पर FIR, फंस गया चुनाव आयोग
    Next Article
    પૂર્વ પ્રેમિકા સાથે બોલવાની ના પાડતા પ્રેમિકા પર કુહાડીથી હુમલો:વલસાડના છરવાડામાં યુવકે કર્યો હુમલો, આરોપી ગુરુવાર સુધી રિમાન્ડ પર

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment