Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તહેવારોમાં કડક રેલવે ચેકિંગ દરમિયાન હત્યાના આરોપીનો ભાંડો ફૂટ્યો‎:પાલઘરમાં પિતાની હત્યા કરી ટ્રેનમાં ભાગતો પુત્ર ભરૂચ પોલીસે પકડ્યો

    1 day ago

    મહારાષ્ટ્રના પાલઘર ઈસ્ટ ખાતે પોતાના સગા પિતાની નિર્મમ હત્યા કરી ટ્રેન મારફતે રાજસ્થાન તરફ નાસી છૂટવાની ફિરાકમાં રહેલા 24 વર્ષીય હત્યારા મુકેશ મોહનલાલ પરમારને ભરૂચ રેલવે પોલીસે બાતમીના આધારે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે. દિવાળીના તહેવારોને અનુલક્ષીને રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં ચુસ્ત સુરક્ષા ચેકિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનને પાલઘર પોલીસ સ્ટેશન તરફથી મહત્વપૂર્ણ ટેલિફોનિક માહિતી મળી હતી કે પિતાની હત્યાનો આરોપી ટ્રેનમાં સવાર થઈને ભાગી રહ્યો છે. આ ગંભીર બાતમી મળતાં જ પીઆઈ કે.એસ. દેસાઈના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો હતો. તેમાં પીએસઆઈ એસ.કે. રાણા, એએસઆઈ અરવિંદ ડાહ્યા અને લોકરક્ષક હિતેશકુમાર રાયમલ સહિતની ટીમે અંકલેશ્વર રેલવે સ્ટેશન પરથી પસાર થતી સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસમાં દિલધડક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. રેલવે પોલીસ કાફલાએ ટ્રેનના જનરલ કોચમાં સઘન તપાસ આદરી હતી. મુકેશ પરમારને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધો હતો. ત્યારબાદ તેને ભરૂચ રેલવે સ્ટેશને ઉતારી કડક પૂછપરછ હાથ ધરાઈ હતી. તેણે પાલઘરમાં પિતાની હત્યા કરી હોવાની ચોંકાવનારી કબૂલાત કરી હતી. કાયદેસરની તજવીજ પૂર્ણ કરી ભરૂચ પોલીસે તેને પાલઘર પોલીસના હવાલે સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વાપી GIDCના દારૂના ગુનામાં વોન્ટેડ 64 વર્ષીય આરોપી ઝડપાયો:લાંબા સમયથી ફરાર આરોપી વૈશાલી ચાર રસ્તા પાસેથી પકડાયો, 3.68 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    'ગમે ત્યાંથી ફાયરિંગ થઈ રહ્યું છે':ટાઇગર પર ફાયરિંગ બાદ મનોજ બાજપેયીએ કહ્યું- આ ખૂબ જ ભયાનક છે; દિવ્યા દત્તાએ પણ વ્યક્ત કરી ચિંતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment