Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલી-દામનગર રેલવે ટ્રેક પર ગુડ્સ ટ્રેને સિંહને ટક્કર મારી:ટ્રેક પર માત્ર સિંહનું પૂછડું મળ્યું, વનવિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું

    3 days ago

    અમરેલી જિલ્લાના લીલીયા-દામનગર વચ્ચે રેલવે ટ્રેક પર ગુડ્સ ટ્રેને એક સિંહને ટક્કર મારી હતી. પીપાવાવ પોર્ટથી ઢસા તરફ જતી ટ્રેનથી આજે 22 ઓક્ટોબરની વહેલી સવારે આ ઘટના બની હતી. વનવિભાગે સિંહની શોધખોળ શરૂ કરી છે. ઘટનાસ્થળેથી રેલવે ટ્રેક પર સિંહનું પૂંછડું અને રૂંવાટી મળી આવી હતી. વનવિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી, પરંતુ હજુ સુધી સિંહ મળ્યો નથી. તેની હાલત વિશે કોઈ સ્પષ્ટ માહિતી નથી. આ અકસ્માત જે વિસ્તારમાં થયો છે, ત્યાં રેલવેસેવકો મુકવામાં આવ્યા નથી. આ કારણે આ ટ્રેક સિંહો માટે અસુરક્ષિત મનાય છે. અમરેલી ડિવિઝનના DCF દક્ષા ભરાઈએ જણાવ્યું કે, સ્કેનિંગની કામગીરી ચાલી રહી છે. સિંહપ્રેમી વિપુલ લહેરીએ સિંહોની સુરક્ષા વધારવા અને રાજુલા-પીપાવાવ જેવી વ્યવસ્થા ઊભી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. અમે આ સમાચારને સતત અપડેટ કરી રહ્યા છીએ.
    Click here to Read More
    Previous Article
    રાજકોટની કંપની સાથે ₹ 5.44 કરોડની ઠગાઈ:₹ 8.97 કરોડનું કાપડ ખરીદી માત્ર ₹ 3.52 કરોડ ચૂકવ્યા, મેક્સિકોથી નંબર મેળવ્યાનું કહી વાત શરૂ કરી હતી
    Next Article
    વલસાડમાં કોળી પટેલ સમાજના નવરાત્રી ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ ઝૂમ્યા:સી.બી. હાઈસ્કૂલના ગ્રાઉન્ડ પર યોજાયેલા મહોત્સવમાં પરંપરા અને ભક્તિનો સંગમ જોવા મળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment