Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રભાસ પાટણના ત્રિવેણી સંગમમાં પૂજા સામગ્રી પધરાવવા પર પ્રતિબંધ:અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું, માત્ર અસ્થિ અને પિંડ વિસર્જનને મંજૂરી

    9 hours ago

    ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ ખાતે આવેલા પવિત્ર ત્રિવેણી સંગમની પવિત્રતા અને સ્વચ્છતા જાળવવાના હેતુથી નદીના પાણીમાં પૂજા સામગ્રી સહિતની વિવિધ વસ્તુઓ પધરાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેશ આલ દ્વારા આ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ ત્રિવેણી સંગમના પાણીમાં માત્ર અસ્થિ અને પિંડ વિસર્જન કરી શકાશે. જાહેરનામા અનુસાર ત્રિવેણી સંગમની નદીમાં પૂજા સામગ્રી તરીકે ઉપયોગમાં લેવાતી ચૂંદડી, કાપડ, નાળિયેર, ફૂલો, માટીનાં વાસણો સહિતની અન્ય વસ્તુઓ પધરાવવા પર પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત પ્લાસ્ટિકની કોથળીઓ, અન્ય પ્લાસ્ટિકની સામગ્રી, રાંધેલી કે કાચી ખાદ્ય સામગ્રી તેમજ અન્ય કોઈપણ પ્રકારનો કચરો નદીના પાણીમાં નાખવાની મનાઈ ફરમાવવામાં આવી છે. પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે ધાર્મિક વિધિઓ માટે આવતા ભાવિકો દ્વારા પૂજા-અર્ચના બાદ વિવિધ સામગ્રી નદીમાં પધરાવવામાં આવતી હોય છે. આવી પ્રવૃત્તિઓને કારણે નદીના પાણીની સ્વચ્છતા અને પર્યાવરણ પર પ્રતિકૂળ અસર ન થાય તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સંગમના પાણીમાં માત્ર અસ્થિ અને પિંડ વિસર્જનને જ મંજૂરી આપવામાં આવશે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 મુજબ શિક્ષાત્મક કાર્યવાહી થઈ શકશે. આ જાહેરનામું તા. 26 ઓક્ટોબર, 2026થી અમલમાં આવશે અને આગામી 60 દિવસ સુધી અમલમાં રહેશે. આથી ત્રિવેણી સંગમ ખાતે ધાર્મિક વિધિ માટે આવતા શ્રદ્ધાળુઓએ જાહેરનામાનું પાલન કરી નદીની પવિત્રતા, સ્વચ્છતા અને પર્યાવરણ જાળવવામાં સહયોગ આપવો જરૂરી બન્યો છે.
    Click here to Read More
    Previous Article
    રિયાધના આકાશમાં મોતનું તાંડવ:હૂથી બળવાખોરો સામે સાઉદી ઘૂંટણીયે, યુવરાજની સંતાકૂકડી, પાકિસ્તાનની ગદ્દારી ને ભારત માટે રેડ એલર્ટ
    Next Article
    ગોધરામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો:કલેક્ટર અજય દહિયાએ નાગરિકોના પ્રશ્નો સાંભળી અધિકારીઓને સૂચના આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment