Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'જે સલમાન સાથે કામ કરશે, તેની સાથે એવું જ થશે':'ભાઈએ જ કીધું છે માફી માગે, નહિંતર અમે પરિવારને મારીશું'; લોરેન્સ બિશ્નોઈના ભાઈ સાથે ભાસ્કરની સીધી વાત

    1 day ago

    એક્ટર ટાઈગર શ્રોફ પર 17 ઓક્ટોબરે રવિવારે સાંજે 7 વાગ્યે મુંબઈમાં ફાયરિંગ થયું હતું. ઘટનામાં ટાઈગરના ડ્રાઈવર અને એક અન્ય વ્યક્તિને ગોળી વાગી હતી. જો કે ટાઈગરનો બચાવ થયો હતો. હુમલા પછી સોશિયલ મીડિયા પર પોસ્ટ અને ઓડિયો વાયરલ થઈ રહ્યો હતો. તેમાં લોરેન્સ ગેંગના અનિલ પંડિતે ફાયરિંગની જવાબદારી લીધી હતી. જેમાં લખ્યું હતું કે સલમાન ખાન સાથે કામ કરવા વાળાની આ જ દશા થશે. જેને લઈ ફરી લોરેન્સ ગેંગ ચર્ચામાં આવી છે. દિવ્ય ભાસ્કરે લોરેન્સ બિશ્નોઈના પિતરાઈ ભાઈ રમેશ બિશ્નોઈ સાથે સીધી વાત કરી હતી. જેમાં તેમણે તેના ભાઈ લોરેન્સ અને તેના સાગરિત અનિલ પંડિતને ટાંકીને જ આખી વાતચીત કરી હતી. પ્રશ્ન: આ ઘટના ( ટાઈગર શ્રોફ પર ફાયરિંગ ) વિશે તમે શું કહેશો? રમેશ બિશ્નોઈ: જુઓ કહાની તો એ જ છે, કે બિશ્નોઈઓમાં રોષ છે. અનિલ પંડિત તેને વારંવાર કહેતો પણ હતો કે, તેને સમાજ પાસે માફી માંગવી જોઈએ. પણ તે નથી માંગી રહ્યો. જોઈએ આગળ શું થશે અને વોર્નિંગ પણ આપી રહ્યા છે. પ્રશ્ન: એની સાથે જે કામ કરશે તેની સાથે એવું જ થશે? રમેશ બિશ્નોઈ: હવે જે સલમાન સાથે કામ કરશે તેની સાથે એવું જ થશે. પ્રશ્ન: આ અનિલ પંડિતજી છે તે લોરેન્સના કોન્ટેક્ટમાં હશે, તમે માનો છો? રમેશ બિશ્નોઈ: મને ખબર નથી કારણ કે, લોરેન્સનો તો કોઈ વીડિયો છે નહીં. બધા કોન્ટેક્ટમાં છે કે એમ જ કહી રહ્યા છે. મને લાગતું નથી કોન્ટેક્ટમાં છે કારણ કે તેમના જે માણસો બહાર છે તે તો કરી જ રહ્યા છે. પ્રશ્ન: પણ બધામાં લોરેન્સનું નામ આવે છે એટલે? રમેશ બિશ્નોઈ: નહીં તે નામ જુઓ નામ તે તો અંદર બેઠો છે. તેનું રેકોર્ડિંગ હોય તો વાત કરીએ. તેમનું નામ લઈને જ કરી રહ્યા છે. ભાઈએ કહ્યું છે તે કરવું પડશે, ભાઈએ કીધું છે કે, માફી માગે નહીંતર અમે પરિવારને મારીશું. પ્રશ્ન: તેને પરિવારને આ વાત સમજવી જોઈએ? રમેશ બિશ્નોઈ: તેના પરિવારને આ વાત સમજવી જોઈએ, એક સમાજની વાત છે. પણ તેનો બાપ કહે છે કે તેણે કંઈ કર્યું નથી તો પછી કર્યું નથી તો સજા કઈ વાતની થઈ તે કેસની અંદર કાળા હરણ વાળામાં? સજા પણ થઈ છે તેને. તો એનો બાપ એમ કેમ કહે છે એને કઈ કર્યું નથી તો કોર્ટ ખોટી ? પ્રશ્ન: કોઈ બોલિવૂડ વાળો મોટો માણસ ડાયરેક્ટર આ સમજાવી શકે? રમેશ બિશ્નોઈ: બહુ સારા જે એક્ટર છે જેમનો દબદબો આજે પણ યથાવત છે. તેમને તો જુઓ એક સમાજની વાત છે. કેટલાક લોકોએ તેને કહ્યું પણ છે કે માફી માંગવાથી કોઈ માણસ નાનો નથી થઈ જતો. પણ તેના મગજમાં તેના બાપે જેમ કહ્યું કે, જો તે માફી માંગે છે તો તે ગુનો સાબિત થઈ જાય છે તો ગુનો તો કોર્ટે સાબિત કરી દીધો છે. પ્રશ્ન: સલમાન ખાનથી પ્રોબ્લેમ છે તો બીજા હીરો-હીરોઈનને કેમ ટાર્ગેટ કરે છે? રમેશ બિશ્નોઈ: તેમણે એક જ વાત કહી રાખી છે કે જે તેની સાથે નજીકતા વધારશે, તેની સાથે કામ કરશે. તે પણ સાંભળવામાં કારણ કે હું તો આ વધારે તેનું જોતો નથી. તે કહે છે આ બિગ બોસમાં તેને ટાઈગર શ્રોફ બોલાવ્યો હતો. તે ટાઈમ તેને સમજાવ્યો હતો. ભાઈ તું આટલું બોલી દીધું છે. ન માન્યો તો અમારે તો અમારું કરવું જ હતું. આ પણ વાંચો: ટાઈગર સિવાય અમિતાભ, અક્ષય અને આમિર રડારમાં હતા
    Click here to Read More
    Previous Article
    ભરૂચના કતોપોર બજારમાં ₹52 લાખના ખર્ચે ફિશ માર્કેટનું લોકાર્પણ:દિવાળી પછી ફેઝ-2માં શાકભાજી માર્કેટ અને કટલરી બજારનું પણ આધુનિકીકરણ કરાશે
    Next Article
    Pollution Curbs Under GRAP-1 Imposed In Delhi, Parking Charges To Be Doubled

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment