Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ભાગવત બોલ્યા-દેશમાં સત્તાપલટો નહીં થાય, મોટા સ્ટાર પર હુમલાનો આદેશ હતો-ટાઇગર કેસમાં નવો ધડાકો, મોડેલે લિવ-ઈન પાર્ટનરને પતાવી દીધો

    15 hours ago

    નમસ્તે, RSS ચીફ મોહન ભાગવતે નાગપુરમાં સંઘ મુખ્યાલયમાં આયોજિત વિજયાદશમી ઉત્સવમાં સંબોધન કર્યું. નવેમ્બરમાં થનારી મિડટર્મ ઇલેક્શનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સ્થિતિ સારી નજરે પડતી નથી. યુપીના લખનઉમાં વેપારીની હત્યા કેસમાં ફરાર મોડેલ નાગપુરથી એરેસ્ટ થઈ. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. રિલાયન્સ જિયોનો આઈપીઓ ઓપન થશે. કંપની 27 કરોડ શેર્સ જાહેર કરીને 30000 કરોડ એકઠા કરશે. 📰 કાલના મોટા સમાચારો 1. ભારતમાં બાંગ્લાદેશ-ફ્રાન્સ જેવી સ્થિતિ ઊભી કરવાનો પ્રયાસ:ભાગવતે કહ્યું-સત્તા બદલીને પોતાના ચાપલૂસોને બેસાડવા માગે છે, કેટલાક નેતાઓ તેમની મદદ પણ કરે છે RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે ભારતમાં પણ ફ્રાન્સ અને બાંગ્લાદેશ જેવી સ્થિતિ ઊભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. દુનિયામાં એવી તાકાતો છે, જે ભારતને દબાવવા માંગે છે. તેમનો હેતુ સત્તા પરિવર્તન કરીને પરિસ્થિતિ સુધારવાનો નહીં, પરંતુ પોતાના ચાપલૂસોને સત્તા પર બેસાડવાનો છે. ભાગવત મંગળવારે નાગપુરમાં સંઘ મુખ્યાલયમાં આયોજિત વિજયાદશમી ઉત્સવમાં બોલી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે કેટલાક લોકો ભારત અને હિન્દુ સમાજને તોડવા માંગે છે અને તેમને આવા નેતાઓનું પણ સમર્થન મળે છે. ભાગવતે કહ્યું કે આપણે વિભાજિત થઈને નબળા પડ્યા છીએ, હવે આઝાદીના સમય કરતાં વધુ તપ કરવાની જરૂર કરવાની જરૂર છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ટ્રમ્પનું સિંહાસન ડગમગ્યું:અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન્સ સામે અસ્તિત્વની લડાઈ; મોંઘવારી અને ઈરાન યુદ્ધે વધારી ચિંતા અમેરિકામાં 3 નવેમ્બરે યોજાનારી મિડટર્મ ચૂંટણી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટી માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. મોંઘવારી, ઈરાન સાથેનું યુદ્ધ અને ટ્રમ્પની ઘટતી લોકપ્રિયતા વચ્ચે રિપબ્લિકન પાર્ટી માટે કોંગ્રેસમાં પોતાનો બહુમત જાળવી રાખવો પડકારરૂપ બની ગયું છે. 10 મોટા જનમત સર્વેક્ષણોમાંથી માત્ર 1માં રિપબ્લિકન પાર્ટી આગળ છે. મિડટર્મ ચૂંટણીમાં રાષ્ટ્રપતિની પસંદગી થતી નથી. તેમાં અમેરિકાની સંસદ એટલે કે કોંગ્રેસના બંને ગૃહ- હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટની બેઠકો માટે મતદાન થાય છે. હાલમાં બંને ગૃહોમાં રિપબ્લિકન પાર્ટીનું નજીવું બહુમત છે. જો ડેમોક્રેટ્સ જરૂરી બેઠકો જીતી લે, તો તેઓ એક અથવા બંને ગૃહોમાં બહુમત મેળવી શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. પૂર્વ ક્રિકેટર-MP યુસુફે દીદીની 'મમતા' છોડતા 15 કરોડનો ફાયદો:10.52 કરોડનો પ્લોટ ફ્રી ને 478 મીટરની અન્ય જગ્યામાં 4.48 કરોડનું ડિસ્કાઉન્ટ, સ્ટેન્ડિગમાં મંજૂરી માટે દરખાસ્ત પ.બંગાળના બહેરામપુરના સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને તાંદલજા સ્થિત નિવાસ સ્થાન પાસેનો પાલિકાનો પ્લોટ ફાળવવાની કવાયત 14 વર્ષ બાદ ફરી શરૂ થઈ છે. તાંદલજા TP-22ના ફાઇનલ પ્લોટ નં.90ના 978 ચો. મીટર પ્લોટની કિંમત રૂા. 2.10 લાખ પ્રતિ ચો.મી. લેખે રૂા.20.53 કરોડ આંકવામાં આવી હતી. વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરૂણ બાબુ તરફથી રજૂ કરવામાં આવેલી નવી દરખાસ્ત મુજબ, વિવાદાસ્પદ પ્લોટમાંથી 500 ચોરસ મીટર જમીન યુસુફ પઠાણને ભેટ સ્વરૂપે અપાશે, જ્યારે બાકીની 478 ચોરસ મીટર જમીન તેના પ્રવર્તમાન વેલ્યુએશનના 55 ટકા રકમ વસુલીને ફાળવવામાં આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ફ્રાન્સમાં દુનિયાના ગમે તેવા લોકો આવી રહ્યા છે:પેરિસ એક દિવસ મુસ્લિમ શહેર બની જશે, ટ્રમ્પે મેક્રોનને સૌથી નબળા રાષ્ટ્રપતિ કહ્યા, ઈમિગ્રેશન પોલિસી પણ બોગસ ગણાવી અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોમવારે કહ્યું કે પેરિસ ટૂંક સમયમાં મુસ્લિમ શહેર બની જશે. તેમણે ફ્રાન્સમાં ચાલી રહેલી હિંસા માટે રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની ઇમિગ્રેશન નીતિને જવાબદાર ઠેરવી. ટ્રમ્પ લાંબા સમયથી ઇમિગ્રેશન અંગે કડક વલણની હિમાયત કરતા રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમણે લગભગ 8 વર્ષ પહેલાં મેક્રોનને ચેતવણી આપી હતી કે અન્ય દેશોમાંથી આવતા લોકોને મોટી સંખ્યામાં ફ્રાન્સમાં પ્રવેશ આપવો એક ભૂલ છે. તેમ છતાં સરકારે તેને રોકવા માટે જરૂરી પગલાં લીધા નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 5. શૂટર્સનો ટાર્ગેટ ટાઇગર નહોતો!:દાવો- મોટી સેલિબ્રિટીને નિશાન બનાવવા માગતા હતા; ફાયરિંગ બાદ એક્ટરની તબિયતમાં સુધારો મુંબઈના જુહૂમાં થયેલી ગોળીબારની ઘટના બાદ એક્ટર ટાઇગર શ્રોફની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. તાજેતરની તસવીરોમાં ટાઇગર પટ્ટીઓ વિના વધુ સારી સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. મંગળવારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા અને વકીલ આશિષ શેલારે ટાઇગર શ્રોફના ઘરે જઈને તેમની મુલાકાત લીધી અને તેમના સ્વાસ્થ્ય વિશે જાણકારી મેળવી. આ પહેલાં હુમલા બાદ જ્યારે પૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદે મુલાકાત લેવા પહોંચ્યા હતા, ત્યારે ટાઇગરની છાતી, ખભા અને જમણા હાથ પર પટ્ટીઓ બાંધેલી જોવા મળી હતી. બીજી તરફ, આ મામલામાં આરોપીઓએ ખુલાસો કર્યો કે ટાઇગર તેમનો ટાર્ગેટ નહોતા. તેઓ મુંબઈમાં અન્ય કોઈ હાઈ-પ્રોફાઇલ વ્યક્તિની હત્યાના ઇરાદે આવ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 6. રાજપૂતો વચ્ચે બેસી એકમાત્ર મહિલા મંત્રી રિવાબા જાડેજાએ શસ્ત્રપૂજન કર્યું:રિવોલ્વરની પૂજા કરી પરંપરા નિભાવી, જામનગરમાં વિજયાદશમીએ ભવ્ય કાર્યક્રમ જામનગરમાં વિજયાદશમીના પવિત્ર પર્વ પ્રસંગે રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા પરંપરાગત શસ્ત્રપૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.આ મહોત્સવમાં રાજ્યના શિક્ષણમંત્રી રિવાબા જાડેજા તેમજ પૂર્વ મંત્રી હકુભા જાડેજા સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ક્ષત્રિય સમાજના વિવિધ અગ્રણીઓ અને આગેવાનોની હાજરીમાંશૌર્ય, સાહસ અને અધર્મ પર ધર્મના વિજયના પ્રતીકરૂપે વિધિવત રીતે પરંપરાગત શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ સમગ્ર ક્ષત્રિય સમાજ અને નગરજનોને વિજયાદશમી પર્વની હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવી. વાંચો સંપૂર્ણ સમાચાર 7. ગુજરાતમાં અકસ્માતની ચાર ઘટનામાં 11 લોકોનાં મોત: ગાંધીનગરમાં ગરબા રમીને પરત ફરતા બે યુવતી-એક યુવકનું મોત, ભરૂચ-બનાસકાંઠામાં ત્રણ અકસ્માતની ઘટનામાં 8નાં મોત ગાંધીનગરના અડાલજ રોડ પર આવેલી મહારાજા હોટેલ નજીક આજે દશેરાની વહેલી સવારે પૂરપાટ ઝડપે જઈ રહેલી હોન્ડાઈ વરના કાર (GJ 01 KW 5647) રોડ વચ્ચેના ડિવિડર સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર ચારમાંથી એક યુવક અને યુવતીનું સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર પાલનપુર-ડીસા હાઈવે પર રિક્ષાને અજાણ્યા વાહને ટક્કર મારતાં એક દંપતી સહિત ત્રણનાં મોત થયાં, જ્યારે અમીરગઢ નજીક બાઈકને અજાણ્યા વાહને ટક્કર મારતાં GRD જવાન સહિત બે યુવાનોએ જીવ ગુમાવ્યા હતા. ભરૂચ જિલ્લાના મનુબર ગામ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કાર-આઈસર વચ્ચે અકસ્માત થતાં વડોદરા PCBમાં ફરજ બજાવતા PSI સહિત ત્રણનાં મોત થયાં હતાં. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : રાષ્ટ્રપતિએ તીર ચલાવીને દિલ્હીમાં રાવણ દહન કર્યું:PM મોદીએ કહ્યું- રામરાજ્યનો અર્થ શાસન નહીં, જનકલ્યાણ; પ્રભુ રામ આપણા આદર્શ, તેઓ અતુલનીય (વાંચો સંપૂર્ણ સમાચાર) 2.ઈન્ટરનેશનલ : ભારતમાંથી અમેરિકાની ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ:વીડિયોમાં ઉમેદવારના વખાણ, મુંબઈમાં બેઠેલા વ્યક્તિને દરેક પોસ્ટના 15 ડોલર મળ્યા (વાંચો સંપૂર્ણ સમાચાર) 3.નેશનલ : દીપકે કહ્યું- અમારા આંદોલનને નેપાળ-બાંગ્લાદેશ સાથે ન સરખાવો:CJP કાર્યકરોનું જેલમાં જવું ગાંધીવાદી સત્યાગ્રહ, બહાર આવીને ફરી પ્રદર્શન કરીશું (વાંચો સંપૂર્ણ સમાચાર) 4.ઈન્ટરનેશનલ : ઈશાક ડારની સામે રાજનાથ સિંહે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો:કહ્યું- આતંકવાદીઓને આશરો આપનારાઓ સામે એકસાથે ઊભા રહો, ચીન પર પણ નિશાન સાધ્યું (વાંચો સંપૂર્ણ સમાચાર) 5.બિઝનેસ : એપલ 28 ઓક્ટોબરે કરશે મોટો ધમાકો:iPhone 18 પર આવ્યું અપડેટ, નવા ફિચર્સ સાથે ટચસ્ક્રીન MacBookથી લઈને નવા iPad; ઈવેન્ટમાં લોન્ચ થશે આ પ્રોડક્ટ્સ (વાંચો સંપૂર્ણ સમાચાર) 6.સ્પોર્ટ્સ : પેરા એશિયન ગેમ્સ- ડિસ્કસ થ્રોમાં ભારતે ક્લીન સ્વીપ કર્યું:બીજા દિવસે રેકોર્ડ 24 મેડલ જીત્યા, ઈન્ડિયાના અત્યાર સુધીમાં 35 મેડલ (વાંચો સંપૂર્ણ સમાચાર) 7. સ્પોર્ટ્સ : શું BCCIનો આ નવો નિર્ણય ભારતને વર્લ્ડ કપ જીતાડશે?:કિવીઝ સામેની ODIમાંથી જાડેજા-જયસ્વાલનું પત્તું કપાયું; શું 2027 વર્લ્ડ કપના પ્લાનમાંથી આ ખેલાડીઓ સાઈડલાઈન? (વાંચો સંપૂર્ણ સમાચાર) 8.ધર્મ તહેવાર જ્યોતિષ : રામના દૂતે હલાવી દીધો લંકાપતિનો અહંકાર!:રાવણે ભરી સભામાં વાનરરાજ બાલીનું અપમાન કર્યું, દીકરા અંગદના એક જવાબે દશાનનને નિઃશબ્દ કરી દીધો (વાંચો સંપૂર્ણ સમાચાર) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ રોબોટ ચલાવી રહ્યા છે દુકાનો હોંગકોંગમાં ત્રણ રોબોટિક દુકાનો 24 કલાક ખુલ્લી રહે છે, જ્યાં G1 હ્યુમનોઇડ રોબોટ ગ્રાહકોને ડ્રિંક્સ-સ્નેક્સ વેચે છે. સાથે જ કેટલીય ભાષાઓમાં વાતચીત અને ડાન્સ કરે છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. કુંવારા સની અને પરિણીત પ્રિયા વચ્ચે શરૂ થયો પ્રેમસંબંધ: છૂપાઇ-છૂપાઇને ફોન પર થતી રહેતી વાતો, પરિવારે સમજાવ્યા પણ ન માન્યા 2. Editor's View : લોરેન્સનો નેક્સ્ટ ટાર્ગેટ કોણ?: કિલર ગેંગના આતંકથી બોલિવૂડમાં સન્નાટો, મુંબઇમાં 90ના દાયકા જેવો ખૌફ, દાઉદ પછી આ રીતે બદલાયો અંડરવર્લ્ડનો બિઝનેસ 3. પારકી પંચાત : પાસના સેટિંગમાં નેતાઓ ફાફડા જેવા થઈ ગયા: પોલીસવાળા સાહેબોનો જલેબી જેવો ‘વહીવટ’, ઈન્સ્ટાગ્રામ પર DCPનું દર્દ છલકાયું, જુઓ VIDEO 4. આજનું એક્સપ્લેનર: લૉરેન્સ શું દાઉદનું સ્થાન લેવા માંગે છે; 4 વર્ષમાં ટાઇગર સહિત 10 સેલિબ્રિટીઝ પર ફાયરિંગ, નિશાન પર માત્ર બોલિવૂડ જ કેમ 5. ભાસ્કર એક્સક્લૂસિવ : CJPની ઘેરાબંધી માટે BJPનો 6-પોઇન્ટ પ્લાન: જંતર-મંતર બંધ, ઇન્ફ્લુએન્સર્સ અને વકીલોની ટીમ પણ તૈયાર, વિદેશી ફંડિંગ પર નજર 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ બુધવારનું રાશિફળ: સિંહ રાશિના લોકોની સ્થિતી સુખદ રહેશે, તુલા રાશિના જાતકો પર ગ્રહો મહેરબાન વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    બુધવારનું રાશિફળ:સિંહ રાશિના લોકોની સ્થિતિ સુખદ રહેશે, તુલા રાશિના જાતકો પર ગ્રહો મહેરબાન
    Next Article
    Elon Musk Backs SpaceX-Tesla Merger As Rocket Firm Turns Profit

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment