Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂર્વ પ્રેમિકાએ બોલવાની ના પાડતા તેના પતિ પર કુહાડીથી હુમલો:વલસાડમાં ઘરમાં ઘૂસી હુમલો કરનાર આરોપી રાજેશ પટેલ ઝડપાયો

    16 hours ago

    વલસાડના ડુંગરી વિસ્તારમાં પૂર્વ પ્રેમિકા સાથે વાત કરવાનું બંધ કરવાના કારણે એક યુવકે તેના પતિ પર કુહાડીથી જીવલેણ હુમલો કર્યો હતો. ડુંગરી પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી રાજેશભાઈ બાવાભાઈ પટેલને ઝડપી પાડ્યો છે. ફરિયાદી મહિલા અને રાજેશ વચ્ચે પહેલા સંબંધ હતા, જે મહિલાએ એક વર્ષ પહેલા તોડી નાખ્યા હતા. આ અદાવતમાં રાજેશે અગાઉ મહિલાના પતિને 'તારી પત્નીને સાચવીને રાખજે' તેવી ધમકી પણ આપી હતી. ગત 19 ઓક્ટોબરે રાત્રે સાડા નવેક વાગ્યે ફરિયાદી અને તેમના પતિ જૂના ઘરમાં સૂતા હતા. ત્યારે રાજેશ કુહાડી લઈને ઘરમાં ઘૂસી આવ્યો. તેણે પતિના બરડા, ગરદન, માથા અને જમણા હાથની આંગળી પર ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી. ઈજાગ્રસ્તને તરત જ 108 એમ્બ્યુલન્સથી વલસાડ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. DySP જીતેન્દ્રભાઈ કનુભાઈ પટેલ વધુ તપાસ કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં 35 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન:ભવ્ય આતશબાજીથી આકાશ ઝગમગ્યું; રામજી મંદિરથી નીકળેલી શોભાયાત્રામાં યુવતીઓએ તલવારબાજી કરી
    Next Article
    વડોદરામાં ઠેર ઠેર શસ્ત્ર પૂજન કાર્યક્રમો યોજાયા:શ્રી રાજપૂત ક્ષત્રિય મહાપરિષદ, વડોદરા ઝોન દ્વારા દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન અને રાસ-ગરબાના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું, પહેલીવાર બહેનો પણ શસ્ત્ર પૂજનમાં સામેલ થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment