Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુણઘેર ગામે યુવકની ધારીયા મારી હત્યા:શંકા રાખી ઘરે બોલાવી હુમલો કર્યા બાદ અમદાવાદમાં મોત; બે આરોપી રિમાન્ડ બાદ જેલહવાલે

    11 hours ago

    પાટણ તાલુકાના કુણઘેર ગામે ફોન કરવા બાબતે વહેમ રાખીને 23 વર્ષીય સલૂન સંચાલક યુવક પર ધારીયા વડે જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવવાના ગુનામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી. બે દિવસના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં અદાલતે બંને આરોપીઓને સુજનીપુર સબજેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો છે. આ ઘટનાને પગલે પાટણ તાલુકામાં ચકચાર મચી ગઈ હતી અને પોલીસે કાયદાકીય કાર્યવાહી ઝડપી બનાવી હતી. વહેમ રાખી બોલાવ્યા બાદ ધારીયાથી હુમલો કર્યો કુણઘેર ગામમાં સલૂનનો વ્યવસાય કરતા 23 વર્ષીય જયદિપ નાયી નામના યુવક પર ફોન કરવા બાબતે ખોટો વહેમ રાખવામાં આવ્યો હતો. આ બાબતે ચોખવટ કરવાના બહાને ગામના જ બળવંત રાવળ અને કિરીટ રાવળે યુવકને પોતાના ઘરે બોલાવ્યો હતો. જ્યાં બંને જણાએ ઉશ્કેરાઈ જઈ તેના માથાના ભાગે ધારીયાનો ઘા ઝીંકી દીધો હતો. ગંભીર ઈજાના પગલે ધારપુર સિવિલ બાદ અમદાવાદ ખસેડાયેલા યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતાં પોલીસે કલમો ઉમેરી હતી. રિમાન્ડ દરમિયાન હથિયાર કબજે, આરોપીઓ જેલહવાલે બનાવ બાદ નાસતા ફરતા બંને આરોપીઓને પાટણ તાલુકા પોલીસે સંખારી નજીકથી ઝડપી પાડીને બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસ ઇન્સ્પેક્ટર તમન્ના દેસાઈના જણાવ્યા મુજબ, રિમાન્ડ દરમિયાન હત્યામાં વપરાયેલું હથિયાર કબજે કરવામાં આવ્યું છે. આરોપીઓ સીસીટીવી વગરના સીમ વિસ્તારોમાં છૂપાતા હોવાનો ખુલાસો થયો હતો. રિમાન્ડની મુદત પૂર્ણ થતાં પોલીસે બંને આરોપીઓને ફરી અદાલતમાં રજૂ કર્યા હતા, જ્યાંથી તેમને સબજેલ મોકલવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીના મોટા દેવળીયા ગામે 206 બોટલ વિદેશી દારૂ ઝડપાયો:પોલીસે રૂ.1.81 લાખનો મુદ્દામાલ કબજે કર્યો, આરોપી ફરાર
    Next Article
    Unpaid Intern Terminated For Not Juggling 3 Roles At Same Time: 'Is This Normal In Indian Corporate?"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment