Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિજયાદશમીના પર્વ પર જલેબી અને ચોળાફળીની જયાફત માણી:ભાવનગર જિલ્લામાં દર વર્ષે લાખોની જલેબી-ચોળાફળીની ખપત થાય છે, સાંજે રાવણ ધહન થશે

    20 hours ago

    નવલા નોરતાના સમાપન બાદ આજે વિજયા દશમી એટલે દશેરાની ઉજવણી પુરી આસ્થા સાથે કરવામાં આવે છે, જેમાં લોકો એ ગરબો વળાવી(ઉથાપન) કરી જલેબી, ચોળાફળી નો નૈવેદ્ય ધરી સ્વાદિષ્ટ વાનીઓ ની ભરપેટ જ્યાફત માણી પર્વની ઉજવણી કરવામાં આવે છે. આજે સાંજે રાવણ દહન શહેર ના બે સ્થળોએ કરવામાં આવશે, આજના દિવસે આમ વર્ગ ગૃહે પધરાવેલ ગરબાનું ઉથાપન કરતાં પૂર્વ જલેબી-ચોળાફળી નો નૈવેદ્ય ધરે છે લોકો એ આ પ્રાચીન-અર્વાચીન રસમ ને અકબંધ રાખી હતી, જેમાં પંડિતો દ્વારા વેદોની ઋચાગાન સાથે શસ્ત્ર ધારકોને પૂજન કરાવ્યું હતું. તો બીજી તરફ મીઠાઈ-ફરસાણના વેપારીઓને ત્યાં સવારથી જ ગ્રાહકોની કતારો જોવા મળી હતી. જેમાં જેલબી રૂ.240 ચોખા ઘી રૂ.480 ચોળાફળી રૂ.480, પાપડી ગાંઠિયા રૂ.320 કિલોના ભાવે વેચાણ થઈ રહ્યું છે, ગોહિલવાડ વાસીઓએ ઝલેબી-ચોળાફળી, ફાફડા સહિત ના વ્યંજનો ની ધોમ ખરીદી કરી હતી અને અવનવા વ્યંજનો નો આસ્વાદ ભરપેટ માણ્યો હતો, શહેર તથા જિલ્લામાં કેટલાક સ્થળોએ માતાજી ના બાળ સ્વરૂપ કુવારીકા ઓનુ પૂજન પણ કરવામાં આવ્યું હતું. દવે મીઠાઈવાળા કિશનભાઈએ જણાવ્યું હતું કે, અમારી પેઢી 103 વર્ષથી દવે દાદા મીઠાઈવાળા તરીકે અમને ઓળખવામાં આવે છે આજનો દશેરાનો તહેવાર રાવણ દહન થાતું હોય છે અને અસત્ય ઉપર સત્યનો વિજય, જે પરંપરા ભાવનગરની આપણી જે પ્રજા છે, ઈ રાવણ દહન થાય છે, ક્ષત્રિય સમાજની અંદર શસ્ત્ર પૂજન થાતું હોય છે અને આ તહેવાર લોકો અવનવી મીઠાઈઓ, જલેબી, ચોળાફળી, ફાફડા-ગાંઠિયા ખાઈને આ ઉત્સાહ ઉજવી રહ્યા છે. શહેરમાં બે સ્થળોએ પરંપરાગત રાવણ દહન કરાયું અસત્ય પર સત્યના વિજય પર્વ સમા દશેરાએ ભાવનગરમાં બે સ્થળોએ પરંપરાગત રાવણ દહનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં જવાહર મેદાનમાં સિંધી સમાજ અને ચિત્રા યાર્ડમાં બજરંગ વિકાસ સમિતિના ઉપક્રમે બંને જગ્યાએ રાવણ દહન સાથે ભવ્ય આતશબાજી અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે…
    Click here to Read More
    Previous Article
    વલસાડના સિદ્ધનાથ મંદિરે નવરાત્રિના નવમા દિવસે દીકરી પૂજન:શિવજી મહારાજે આયોજન કર્યું, નારીશક્તિનું સન્માન કરાયું
    Next Article
    Bowling Alley, Snow Room: Ashneer Grover Tours Rs 100-Crore DLF Camellias

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment