Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લીંબડીમાં જામનગરના યુવકોનો અનોખો મશાલ રાસ:સળગતા અંગારા પર ખુલ્લા પગે રાસ રમ્યા, આધુનિક ગરબાના યુગમાં પણ પરંપરાગત કલાનું આકર્ષણ યથાવત્

    7 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરના ગ્રીન ચોકમાં નવરાત્રિના અંતિમ પડાવ દરમિયાન જામનગરના 20 જેટલા યુવકો દ્વારા અનોખા મશાલ રાસનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હાથમાં સળગતી મશાલો લઈને અને સળગતા અંગારા વચ્ચે ખુલ્લા પગે રાસ રમી આ યુવકોએ પોતાની પરંપરાગત કળાનું પ્રદર્શન કર્યું હતું. રાત્રિના અંધકારમાં મશાલોની રોશનીથી સમગ્ર વાતાવરણ દીપી ઊઠ્યું હતું. આ રોમાંચક પ્રદર્શન નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. મશાલ રાસ નિહાળવા લોકોમાં ભારે ઉત્સાહ લીંબડીના ગ્રીન ચોકમાં યોજાયેલા આ વિશિષ્ટ મશાલ રાસે ઉપસ્થિત લોકોમાં ભારે ઉત્સાહ જગાવ્યો હતો. યુવકો હાથમાં સળગતી મશાલો સાથે તાલબદ્ધ રીતે રાસ રમતા જોવા મળ્યાં હતા. સળગતા અંગારા વચ્ચે ખુલ્લા પગે કરવામાં આવેલા આ પ્રદર્શને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. રાસ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત લોકોએ તાળીઓના ગડગડાટથી યુવકોને વધાવી તેનો ઉત્સાહ વધાર્યો હતો. આધુનિક ગરબાના યુગમાં પરંપરાગત કલાનું આકર્ષણ યથાવત્ આજના આધુનિક ગરબા અને વિવિધ નૃત્યશૈલીઓના યુગમાં પણ પરંપરાગત મશાલ રાસ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. વર્ષો જૂની લોકકલા અને પરંપરાને જીવંત રાખતા આવા પ્રદર્શનો નવરાત્રિના ઉત્સવમાં અલગ જ રંગ ઉમેરે છે. લીંબડીના ગ્રીન ચોકમાં જામનગરના યુવકો દ્વારા રજૂ કરાયેલા આ અનોખા મશાલ રાસને નિહાળવા લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને પરંપરાગત કલાના આ રોમાંચક પ્રદર્શનને વધાવી લીધું હતું.
    Click here to Read More
    Previous Article
    France Protest से लेकर Gen Z Protest पर क्या बोले Mohan Bhagwat? PM Modi ने सराहा। Bhagwat in Nagpur
    Next Article
    મોરબીમાં દશેરા નિમિત્તે પોલીસ દ્વારા શસ્ત્ર-પૂજન:એસપી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો;જિલ્લામાં શાંતિ અને સુરક્ષા માટે પ્રાર્થના કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment