Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતમાં બાંગ્લાદેશ-ફ્રાન્સ જેવી સ્થિતિ ઊભી કરવાનો પ્રયાસ:ભાગવતે કહ્યું-સત્તા બદલીને પોતાના ચાપલૂસોને બેસાડવા માગે છે, કેટલાક નેતાઓ તેમની મદદ પણ કરે છે

    20 hours ago

    RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે ભારતમાં પણ ફ્રાન્સ અને બાંગ્લાદેશ જેવી સ્થિતિ ઊભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. દુનિયામાં એવી તાકાતો છે, જે ભારતને દબાવવા માંગે છે. તેમનો હેતુ સત્તા પરિવર્તન કરીને પરિસ્થિતિ સુધારવાનો નહીં, પરંતુ પોતાના ચાપલૂસોને સત્તા પર બેસાડવાનો છે. ભાગવત મંગળવારે નાગપુરમાં સંઘ મુખ્યાલયમાં આયોજિત વિજયાદશમી ઉત્સવમાં બોલી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે કેટલાક લોકો ભારત અને હિન્દુ સમાજને તોડવા માંગે છે અને તેમને આવા નેતાઓનું પણ સમર્થન મળે છે. ભાગવતે કહ્યું કે આપણે વિભાજિત થઈને નબળા પડ્યા છીએ, હવે આઝાદીના સમય કરતાં વધુ તપ કરવાની જરૂર કરવાની જરૂર છે. અનેકતાનું સન્માન કરો. સમયની સાથે બદલાવું જરૂરી છે. ભાગવતે કહ્યું કે નેપાળમાં જે થયું, તે શા માટે થયું. હિમાલય જ્યાંથી પસાર થાય છે ત્યાં વિકાસના પ્રયાસોને કારણે પ્રકૃતિમાં અસ્થિરતા ઊભી થઈ, ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવામાં આવ્યું, પરંતુ આટલી મોટી સંખ્યામાં લોકોના જીવ ગયા. જે વિકાસ સૌને સાથે લઈને ચાલે, એવો વિકાસ જોઈએ.એવો વિકાસ ન જોઈએ કે વિકાસ કરનાર જ ન રહે. આ બધું શીખતાં, જ્ઞાન અને ટેક્નોલોજીનો વિકાસ વધવો જોઈએ, પરંતુ અર્થતંત્રની સાથે પર્યાવરણ અને નૈતિકતા સાથે પણ આગળ વધવું પડશે. AI જેવી બીજી પણ ટેક્નોલોજીઓ આવશે, પરંતુ તેનો ઉપયોગ કરતાં આવડવું જોઈએ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત નાગપુર સ્થિત સંઘ મુખ્યાલયમાં વિજયાદશમી ઉત્સવને સંબોધન કર્યુ. આ પહેલાં તેમણે શસ્ત્ર પૂજન કર્યું. RSS દર વર્ષે વિજયાદશમી પર પોતાનો સ્થાપના દિવસ ઉજવે છે. 1925માં આ જ દિવસે સંઘની સ્થાપના થઈ હતી. ભાગવતના ભાષણની 5 મોટી વાતો 1. આંદોલનનો હેતુ સમાધાન હોવું જોઈએ, સમાજમાં વિભાજન નહીં સમસ્યાઓના કારણે આંદોલનો થાય છે, પરંતુ તેમનો હેતુ સમાધાન હોવું જોઈએ, સમાજમાં દ્વેષ અને વિભાજન પેદા કરવાનો નહીં. ઘણી વાર આંદોલનોનો ઉપયોગ અન્ય હેતુઓ માટે કરવામાં આવે છે અને તેઓ રાજકારણનું સાધન બની જાય છે. સમાજ અને દેશને માત્ર નેતાઓ જ ચલાવતા નથી, પરંતુ સમાજની સક્રિયતાથી પણ સમસ્યાઓનું સમાધાન થાય છે. 2. એકતાના સૂત્રમાં બંધાયેલા રહીશું તો કોઈ આપણું કંઈ બગાડી શકશે નહીં દુનિયામાં એવી તાકાતો છે, જે ભારતને દબાવવા માંગે છે. તેમના પ્રભાવમાં આવીને આપણે ઉશ્કેરાવું જોઈએ નહીં, પરંતુ એકતા જાળવી રાખવા માટે સતત પ્રયાસો કરવા પડશે. ભાગવતે કહ્યું- લોર્ડ કર્ઝને હિન્દુ-મુસ્લિમ આધાર પર બંગાળનું વિભાજન કર્યું હતું, જેને ચાર વર્ષ બાદ પાછું લેવું પડ્યું. પરંતુ 1947માં દેશનું વિભાજન રોકી શકાયું નહીં, કારણ કે લોકોના મનમાં એવો વિચાર આવી ગયો હતો કે જે અલગ દેખાય છે, તેઓ અલગ જ છે. તુષ્ટિકરણથી પણ સમાજને વિભાજિત કરતી માનસિકતાને પ્રોત્સાહન મળ્યું. 3. આપણા પૂર્વજો એક, સૌને સાથે લઈને ચાલવું જરૂરી આપણા સૌના પૂર્વજો એક છે અને આપણી સંસ્કૃતિનું મૂળ પણ એક છે. સૌને સાથે લઈને ચાલવું જોઈએ. ભારતની પરંપરા અને વિચારોમાં દુનિયાની સમસ્યાઓનો ઉકેલ આપવાની ક્ષમતા છે. 4. વિકાસ એવો હોવો જોઈએ જે સૌને સાથે લઈને ચાલે નેપાળનું ઉદાહરણ આપતાં કહ્યું કે વિકાસ માટે ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવું જરૂરી છે, પરંતુ તેનાથી પ્રકૃતિને નુકસાન ન થવું જોઈએ. વિકાસ એવો હોવો જોઈએ, જેમાં અર્થતંત્ર સાથે પર્યાવરણ અને નૈતિકતાનું પણ ધ્યાન રાખવામાં આવે. 5. વિવેક વિના માહિતી અને ટેક્નોલોજીના ખોટા પરિણામો આવી શકે છે આજે લોકોને દરેક પ્રકારની માહિતી મળી રહી છે, પરંતુ સાચું-ખોટું સમજ્યા વિના તેનો ઉપયોગ કરવાથી નુકસાન થઈ શકે છે. ટેક્નોલોજી માત્ર એક સાધન છે, તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવી રહ્યો છે તે મહત્વનું છે. ખાસ કરીને OTT પ્લેટફોર્મ પર નિયમો હોવા જોઈએ અને સરકાર-વહીવટીતંત્રે તેના પર ધ્યાન આપવું જોઈએ. આ ઉપરાંત AIનો યોગ્ય ઉપયોગ કરવો જરૂરી છે. કાર્યક્રમમાં ઇઝરાયલના કોન્સલ જનરલ પણ હાજર રહ્યા કાર્યક્રમમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને તેમની પત્ની ડૉ. સુદેશ ધનખડ, ઇઝરાયલના કોન્સલ જનરલ યાનિવ રેવાચ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    Hyderabad Police Arrests Mastermind in Axis Bank ATM Heist After Multi-State Chase
    Next Article
    છેલ્લા નોરતે ગરબાની ધૂમ, ખેલૈયાઓ મન મૂકીને રમ્યા:સુરતમાં એકસાથે 20 હજારથી વધુ દીવડાની આરતી, અમદાવાદ-વડોદરા સહિતમાં ગ્રાઉન્ડ્સ હાઉસફુલ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment