Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતમાં બાંગ્લાદેશ-ફ્રાન્સ જેવી સ્થિતિ ઊભી કરવાનો પ્રયાસ:ભાગવતે કહ્યું-સત્તા બદલીને પોતાના ચાપલૂસોને બેસાડવા માંગે છે, કેટલાક નેતાઓ તેમની મદદ પણ કરી રહ્યા છે

    19 hours ago

    RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે ભારતમાં પણ ફ્રાન્સ અને બાંગ્લાદેશ જેવી સ્થિતિ ઊભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. દુનિયામાં એવી તાકાતો છે, જે ભારતને દબાવવા માંગે છે. તેમનો હેતુ સત્તા પરિવર્તન કરીને પરિસ્થિતિ સુધારવાનો નહીં, પરંતુ પોતાના ચાપલૂસોને સત્તા પર બેસાડવાનો છે. ભાગવત મંગળવારે નાગપુરમાં સંઘ મુખ્યાલયમાં આયોજિત વિજયાદશમી ઉત્સવમાં બોલી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે કેટલાક લોકો ભારત અને હિન્દુ સમાજને તોડવા માંગે છે અને તેમને આવા નેતાઓનું પણ સમર્થન મળે છે. ભાગવતે કહ્યું- લોકશાહીમાં આંદોલન થવું સ્વાભાવિક છે, પરંતુ આંદોલનોનો હેતુ સમસ્યાઓનું સમાધાન હોવો જોઈએ, સમાજમાં વિભાજન ઊભું કરવાનો નહીં. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત નાગપુર સ્થિત સંઘ મુખ્યાલયમાં વિજયાદશમી ઉત્સવને સંબોધન કર્યુ. આ પહેલાં તેમણે શસ્ત્ર પૂજન કર્યું. ભાગવતે કહ્યું કે આપણે વિભાજિત થઈને નબળા પડ્યા છીએ, હવે આઝાદીના સમય કરતાં વધુ તપ કરવાની જરૂર કરવાની જરૂર છે. અનેકતાનું સન્માન કરો. સમયની સાથે બદલાવું જરૂરી છે. ભાગવતે કહ્યું કે નેપાળમાં જે થયું, તે શા માટે થયું. હિમાલય જ્યાંથી પસાર થાય છે ત્યાં વિકાસના પ્રયાસોને કારણે પ્રકૃતિમાં અસ્થિરતા ઊભી થઈ, ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવામાં આવ્યું, પરંતુ આટલી મોટી સંખ્યામાં લોકોના જીવ ગયા. જે વિકાસ સૌને સાથે લઈને ચાલે, એવો વિકાસ જોઈએ. એવો વિકાસ ન જોઈએ કે વિકાસ કરનાર જ ન રહે. આ બધું શીખતાં, જ્ઞાન અને ટેક્નોલોજીનો વિકાસ વધવો જોઈએ, પરંતુ અર્થતંત્રની સાથે પર્યાવરણ અને નૈતિકતા સાથે પણ આગળ વધવું પડશે. AI જેવી બીજી પણ ટેક્નોલોજીઓ આવશે, પરંતુ તેનો ઉપયોગ કરતાં આવડવું જોઈએ. RSS દર વર્ષે વિજયાદશમી પર પોતાનો સ્થાપના દિવસ ઉજવે છે. 1925માં આ જ દિવસે સંઘની સ્થાપના થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પનું સિંહાસન ડગમગ્યું:અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન્સ સામે અસ્તિત્વની લડાઈ; મોંઘવારી અને ઈરાન યુદ્ધે વધારી ચિંતા
    Next Article
    Hyderabad Police Arrests Mastermind in Axis Bank ATM Heist After Multi-State Chase

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment