Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રૂપાલની પલ્લી નીકળી, ભક્તોનું કીડિયારું ઉભરાયું:કરોડોના ઘીનો અભિષેક, ગામના રસ્તાઓ પર નદી વહી; માતાજીના રથના દર્શન માટે લોકોની પડાપડી

    14 hours ago

    ગાંધીનગરના વિશ્વ પ્રસિદ્ધ રૂપાલ ખાતે જગતજનની શ્રી વરદાયિની માતાજીના મંદિરે દર વર્ષની જેમ આજે પરંપરાગત પલ્લી મહોત્સવનું અતિ ભવ્ય આયોજન કરાયું હતું. દેશ-વિદેશમાંથી અંદાજે 10 લાખથી વધુ ભાવિક ભક્તો માતાજીના આશીર્વાદ મેળવવા ઉમટી પડ્યા. મધ્યરાત્રિએ 12 વાગ્યા બાદ પાંચ દિવ્ય જ્યોત ધરાવતી પલ્લી રથ ગામના 27 જેટલા નિશ્ચિત ચોકમાં ભ્રમણે નીકળ્યો. આ ધાર્મિક યાત્રા દરમિયાન ભક્તો પલ્લી પર કરોડોના શુદ્ધ ઘીનો અભિષેક કર્યો. જેનાથી રૂપાલ ગામની ગલીઓ અને માર્ગો પર રીતસર ઘીની નદીઓ વહેતી હોય તેવો નજારો જોવા મળ્યો. પલ્લી મહોત્સવની તસવીરો પલ્લી પર હજારો લીટર શુદ્ધ ઘીનો અભિષેક ગાંધીનગર નજીકના રૂપાલ ગામમાં આસો નોમના પવિત્ર દિવસે વરદાયિની માતાજીના પરંપરાગત પલ્લી મહોત્સવનું આયોજન કરાયું હતું. ભક્તોએ મનોકામના પૂર્ણ કરવા અને મા વરદાયિનીના દર્શન માટે રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી યોજાયેલી આ શોભાયાત્રામાં પલ્લી પર હજારો લીટર શુદ્ધ ઘીનો અભિષેક કર્યો હતો. ભક્તોના ભારે ઘોડાપૂર અને ઘીના ચઢાવાને લીધે ગામના રસ્તાઓ પર ઘીની નદીઓ વહેતી જોવા મળી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલે મંદિરમાં પુજા કરી પલ્લીના પ્રસ્થાન પૂર્વે ચાવડા (ક્ષત્રિય) પરિવાર દ્વારા લોહીથી તિલક કરવાની પરંપરા નિભાવવામાં આવી હતી. ત્યારબાદ પલ્લી ગામના 27 ચોકમાં ભ્રમણ કરવા માટે નીકળી હતી. આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે મંદિરમાં પુજા કરી હતી, તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંગલે પણ પરિવાર સાથે પહોંચીને માતાજીના દર્શન કરી ઘી અર્પણ કર્યું હતું. દર્શન માટે આવેલી મહિલાઓ માથા પર માટલી અને દીવા સાથે જોવા મળી હતી, જ્યારે અસંખ્ય લોકો મકાનોના ધાબા અને ઝાડ પર ચડીને પલ્લીના દર્શન કરતા નજરે પડ્યા હતા. આખું રૂપાલ ગામ રોશનીથી ઝગમગી ઊઠ્યું યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ દ્વારા લાવવામાં આવેલું ઘી કેરબાઓ, ડબ્બાઓ અને ટ્રેક્ટરોની ટ્રોલીઓમાં એકત્ર કરાયું હતું, જેને પલ્લી પર ચઢાવવામાં આવ્યું હતું. રસ્તાઓ પર ઘીની નદી વહી હતી, રસ્તા પરથી ઘીને ટ્રેક્ટરોમાં લોકોએ એકઠું કર્યું હતું. આખું રૂપાલ ગામ રોશનીથી ઝગમગી ઊઠ્યું હતું. ભક્તોની અભૂતપૂર્વ ભીડ અને શ્રદ્ધા સાથે વરદાયિની માતાજીની આ વર્ષની પલ્લી યાત્રા સુરક્ષા અને શ્રદ્ધાના વાતાવરણમાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. પલ્લી સર્વધર્મ સમભાવનું પ્રતીક છે પલ્લી એટલે માતા માટે લાકડાનો ઘોડા વગરનો રથ. સૌથી પહેલા પાંડવોએ સોનાની પલ્લી બનાવી હતી. ત્યારબાદ પાટણના રાજા સિદ્ધરાજે ખીજડાનાં લાકડાંમાંથી પલ્લી બનાવી હતી. હાલ રૂપાલની પલ્લી બનાવવા માટે બ્રાહ્મણ, વણિક પટેલ, સુથાર, વણકર, વાળંદ, પીંજારા, ચાવડા, માળી, કુંભાર વગેરે જેવી અઢાર કોમ સાથે મળીને બનાવે છે. એમ કહો કે આ પલ્લી સર્વધર્મ સમભાવનું પ્રતીક છે. પલ્લી બનાવવા માટે ગામના વાલ્મીકિ ભાઈઓ રથ માટે ખીજડાનું વૃક્ષ કાપીને લાવે છે. એમાંથી ગામના ભાઈઓ માનો પલ્લીરથ ઘડીને તૈયાર કરે છે. બાદમાં વાળંદભાઈઓ વરખડાના સોટા લાવી રથને ચારેબાજુ બાંધીને કલાત્મક રીતે શણગારે છે. પછી પલ્લીરથને પલ્લીવાળા વાસમાં માનો ગોખ તથા માની છબિ ત્યાં લઈ જઈ મૂકવામાં આવે છે. એ જગ્યાને અબોટ કરી ગંગાજળ તથા ગાયનાં છાણ અને ગૌમૂત્રથી પવિત્ર કર્યા બાદ જ પલ્લી મૂકવામાં આવે છે. ત્યાર બાદ કુંભાર પ્રજાપતિ ભાઈઓ પાંચ માટીના કુંડા પલ્લી ઉપર છાંદી જાય છે. પછી પિંજારો કપાસ પૂરે છે. પંચાલ ભાઈઓ લાકડાના ખીલા આપે છે. માળી ભાઈઓ માતાજીને ફૂલહારથી શણગારે છે અને આમ માનો સુંદર પલ્લીરથ તૈયાર થાય છે. માતાજીનો પ્રસાદ પંચોલી બ્રાહ્મણ ભાઈઓ રાંધે છે તથા ખીચડો નૈવેદ્ય ધરાવવાની છાબ વાલ્મીકિ સમાજના ભાઈઓ તૈયાર કરી ચાવડાને ત્યાં આપી આવે છે. આમ, ગામમાં વસતા અઢારે આલમના લોકો માની શકિત મુજબ સેવા કરે છે. પલ્લી સાથે ત્રણ દંતકથા જોડાયેલી છે પાંડવકાળથી શરૂ થયેલી વરદાયિની માતાની પરંપરા આજે પણ રૂપાલ ગામમાં જીવંત છે. પ્રતિવર્ષ નવમા નોરતે માતાની પલ્લી ભરાય છે. વરદાયિની માતાની પલ્લી સાથે ત્રણ જેટલી દંતકથા જોડાયેલી છે. વરદાયિની માતા દેવસ્થાન સંસ્થાના કહેવા પ્રમાણે ત્રેતા યુગમાં ભગવાન શ્રીરામચંદ્ર, પિતાની આજ્ઞા પાળવા વનમાં ગયા. ત્યારે તેમણે ભરત મિલાપ બાદ શ્રી શ્રૃંગી​​​​​ ઋષિના આદેશથી લક્ષ્મણ તથા સીતામાતા સહિત શ્રી વરદાયિની માતાજીનાં દર્શન કરી પૂજા-અર્ચના કરી પ્રાર્થના કરી હતી. આથી શ્રી વરદાયિની માતાજીયે પ્રસન્ન થઈ ભગવાન શ્રીરામચંદ્રને આશીર્વાદ આપી શક્તિ નામનું એક અમોઘ દિવ્ય અસ્ત્ર આપ્યું. લંકાના યુદ્ધમાં ભગવાન શ્રીરામચંદ્ર આજ બાણથી અજેય રાવણનો વધ કર્યો. પાંડવકાળની વાત કરવામા આવે તો જંગલની વચ્ચે ઘેરાયેલા રૂપાલ પંથકમાં ખીજડાના આ વૃક્ષની નીચે માતાજીની દેરી હતી. ગુપ્તવાસ પૂરો કરીને પાંડવો વિરાટનગર એટલે કે હાલના ધોળકાથી પરત ફરી શસ્ત્રો લેવા રૂપાલ આવ્યા ત્યારે શસ્ત્રોની પૂજા કરીને તેમણે પાંચ દીવાની જ્યોતવાળી પલ્લી બનાવી માતાજી પાસે મૂકી હતી. ત્યારથી અહીં માતાજીની પલ્લીની પરંપરાનો પ્રારંભ થયો હોવાનું કહેવાય છે. માનતા પૂરી થાય એટલે ભક્તો ઘીનો અભિષેક કરે છે પલ્લીની પ્રથા એવી છે કે જે લોકોની બાધા પૂરી થઈ હોય તેઓ પલ્લીમાં ઘી ચઢાવે છે. આ ઉપરાંત બાળકો જન્મ્યાં હોય, તેમને પણ પલ્લીનાં દર્શન કરાવવા માટે અહીં લાવવામાં આવે છે. બાળકોનો જન્મ થયો હતો તેમની માતાઓ પલ્લીની સ્તુતિવંદના કરે છે. તો ગામની મહિલાઓ માથે ઘડુલિયા લઈને ગરબા કરે છે અને ગામાના યુવાનો પલ્લીને એક ચોકમાંથી બીજા ચોકમાં લઈ જવાનું કામ કરે છે. સૌપ્રથમ જ્વાળા અને ખીજડાના પૂજનથી શરૂઆત કરાય છે. પલ્લી મંદિરમાં નીકળીને ચોકમાં આવે, એટલે એના પર ઘી રેડવાનું શરૂ કરાય છે. અહીં જ બાળકોને પલ્લીમાં માથાં ટેકવાય છે.
    Click here to Read More
    Previous Article
    Damian Priest Ends R-Truth Match Early
    Next Article
    बिजनौर में बनाया गया सर सय्यद डे, अलीगढ़ यूनिवर्सिटी के छात्र छात्राएं हुई जमा, बाँटे अपने अनुभव

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment