Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શક્તિનાદ રાસોત્સવમાં પેમેન્ટ મુદ્દે મચાવ્યો હોબાળો:જૂનાગઢના શક્તિનાદ રાસોત્સવમાં આયોજકોએ સિંગરને પેમેન્ટ ન આપ્યાના આક્ષેપ, હોબાળો થતા આયોજકો ગાયબ,કાર્યક્રમ રદ થતાં ખેલૈયાઓમાં ભભૂક્યો રોષ,

    11 hours ago

    ​જૂનાગઢના ઝાંઝરડા રોડ પર આવેલા સત્યમ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત 'શક્તિનાદ રાસોત્સવ'માં આયોજકોની ભારે ગેરવહીવટ, ઘોર બેદરકારી અને મુખ્ય આયોજકોના ગાયબ થયા હોવાના આક્ષેપખ કરવામાં આવ્યા હતા. જેના કારણે મોટો હોબાળો મચી ગયો હતો. નવરાત્રિના પવિત્ર તહેવારમાં ગરબા રમવાના ઉત્સાહ સાથે આવેલા હજારો ખેલૈયાઓ આયોજકોની નબળી વ્યવસ્થાનો ભોગ બન્યા હતા. જોકે આ આયોજનમાં આયોજકોએ ખેલૈયાઓ પાસેથી પાસના લાખો રૂપિયા ઉઘરાવ્યા હતા. અને છેલ્લે નોરતે ખેલૈયાઓને નિરાશ થવાનો વારો આવ્યો હતો.રાસોત્સવ દરમિયાન સંગીતના સૂર રેલાવતા કલાકારો અને આયોજકો વચ્ચે આંતરિક વ્યવસ્થાને લઈને વિવાદ સર્જાયો હતો. આયોજક નીતિન હરિયાણી દ્વારા સિંગર્સ સાથેના કરાર મુજબ સમયસર નાણાંકીય ચૂકવણી કરવામાં આવી નહોતી, જેના કારણે સમગ્ર મામલો વણસ્યો હતો. ​આ વિવાદ અંગે મુખ્ય સિંગર ક્રિષ્ના કળશિયાએ જણાવ્યું હતું કે, અમારી સાથે થયેલા એગ્રીમેન્ટ મુજબ 15 તારીખ સુધીમાં કુલ પેમેન્ટ ચૂકવી દેવાનું હતું, પરંતુ 19 તારીખ સુધીમાં 40 ટકા જેટલી રકમ પણ ચૂકવવામાં આવી નથી. આયોજક નીતિન હરિયાણી દ્વારા ચોથા નોરતાથી માત્ર ખોટા વચનો આપવામાં આવતા હતા અને કાલે તો નવરાત્રી જ પૂરી થઈ જતી હોય ત્યારે તેવા આયોજકનો કોઈ ભરોસો ન હોવાથી નાછૂટકારે મારે અને મારી ટીમે આજનો કાર્યક્રમ ચાલુ ન રાખવાનો નિર્ણય કરવો પડ્યો હતો. આયોજકો સ્થળ પરથી સંપૂર્ણપણે ગાયબ થઈ ગયા હોવાથી કલાકારો અને ખેલૈયાઓ અસમંજસમાં મુકાયા હતા.કાર્યક્રમ અચાનક બંધ કરી દેવાતા અને આયોજકો ભૂગર્ભમાં જતા રહેતા ખેલૈયાઓમાં ભારે નારાજગી વ્યાપી ગઈ હતી. આ ધ્રુવ વાઢીયા નામના ખેલૈયાએ જણાવ્યું હતું કે, અમે એક દિવસના 1000 રૂપિયા ચૂકવીને પાસ લઈને ગરબા રમવા માટે આવ્યા હતા, પરંતુ અહીં આવીને જોયું તો આયોજન બંધ છે અને આયોજકો પણ મેદાનમાંથી ગાયબ થઈ ગયા છે. ખેલૈયાઓ પાસેથી પાસના નામે હજારો રૂપિયા ઉઘરાવી લીધા બાદ આયોજકો ફરાર થઈ જતા રોષે ભરાયેલા લોકોએ પોતાના પૈસા પરત મેળવવા માટે ભારે પડાપડી કરી હતી અને આયોજકોને ચારેય તરફથી ઘેરી લીધા હતા. ​આયોજક મંડળની આવી બિનજવાબદાર અને પલાયનવાદી નીતિની સીધી અસર ગ્રાઉન્ડની બહાર પણ જોવા મળી હતી. ગ્રાઉન્ડમાંથી એકસાથે હજારો નારાજ ખેલૈયાઓ અને જનમેદની બહાર રસ્તા પર આવી જતાં ઝાંઝરડા રોડ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ચક્કાજામ જેવા દ્રશ્યો સર્જાયા હતા, જેના કારણે સામાન્ય રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આયોજકોની બેદરકારી અને નાણાકીય ગેરરીતિએ હજારો લોકોની નવરાત્રિની મજા બગાડી નાખી હતી.
    Click here to Read More
    Previous Article
    Aries Tarot Card Rashifal: दूसरों के बारे में गलत राय बनाने से बचने का करें प्रयास, किसी की कमियों का ना बनाएं मजाक
    Next Article
    US Secretary Of State Marco Rubio To Kick Off Three-Day Visit To India On Oct. 20: Day-Wise Schedule

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment