Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટાઈગર ફાયરિંગ કેસ, સુરતમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનું સિક્રેટ ઓપરેશન:મોડીરાત્રે ટીમ રેલવે સ્ટેશન પહોંચી તો ટ્રેન નીકળી ગઈ, આ રીતે લોરેન્સ બિશ્નોઈ ગેંગના શકમંદોની કડી મળી

    16 hours ago

    મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગની ઘટના બાદ લોરેન્સ બિશ્નોઈ ગેંગના શકમંદોની કડી સુરત સુધી લંબાતાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગત મોડી રાતે સુરત રેલવે સ્ટેશન આવી પહોંચી હતી. જોકે, આ સમગ્ર ઑપરેશન એટલું ગુપ્ત રાખવામાં આવ્યું હતું કે સુરત રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના એક પણ અધિકારી કે જવાનને અણસાર સુદ્ધાં નહોતો કે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ આખરે કોને શોધી રહી છે. મુંબઈની ટીમે સ્થાનિક RPF સમક્ષ કોઈ વિગતો જાહેર કર્યા વગર સીધી જ પોતાની રીતે તપાસ હાથ ધરી હતી. સ્થાનિક સ્ટાફને આરોપીઓના ફોટો પણ ન બતાવ્યા સુરત રેલવે સ્ટેશને પહોંચેલા અધિકારીઓએ RPF સ્ટાફને માત્ર સીસીટીવી સર્વેલન્સ ક્યાં છે તેટલું જ પૂછ્યું હતું. ત્યારબાદ તેઓ જાતે જ સર્વેલન્સ રૂમમાં ગોઠવાઈ ગયા હતા અને ફૂટેજ ફંફોસવા લાગ્યા હતા. મુંબઈ પોલીસ પાસે શકમંદોના ફોટો મોજૂદ હતા, છતાં સુરક્ષા અને ગોપનીયતાના કારણોસર તેમણે સ્થાનિક RPF સ્ટાફને તે ફોટા બતાવ્યા નહોતા. જેથી RPFના અધિકારીઓ પણ આ કેસમાં કશું જ જાણી શક્યા નહોતા. ક્રાઈમ બ્રાન્ચ સુરત પહોંચી ત્યારે ટ્રેન રતલામ પહોંચી ચૂકી હતી શકમંદો પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાં સવાર થયા હોવાની આશંકા હતી, જે રાત્રે આશરે 1.35 વાગ્યે પ્લેટફોર્મ નંબર-1 પર આવી હતી. જોકે, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ જ્યારે સુરત સ્ટેશને તપાસ માટે પહોંચી ત્યારે આ ટ્રેન સુરતથી ઘણી આગળ નીકળી ચૂકી હતી અને રતલામ પહોંચી ગઈ હતી. ટ્રેન પહેલેથી જ નીકળી ગઈ હોવાથી સુરત RPFને કોઈ એલર્ટ અપાયું નહોતું. સ્થાનિક રેલવે પોલીસને છેક સવારે 11 વાગ્યાની આસપાસ આ સમગ્ર મામલાની જાણ થઈ હતી. રાત્રે દોઢ વાગ્યાના સીસીટીવીથી આરોપીઓની કડી મળી ક્રાઈમ બ્રાન્ચે રાત્રે દોઢ વાગ્યાની આસપાસ પુણે-જયપુર ટ્રેનના જનરલ કોચ તરફ ગયેલા મુસાફરોના સીસીટીવી ફૂટેજ ખાસ ચેક કર્યા હતા. આરોપીઓ સુરતથી જ ટ્રેનમાં સવાર થયા હતા કે કેમ તેની કોઈ ચોક્કસ પુષ્ટિ સ્થાનિક પોલીસ પાસે નથી. સમગ્ર મામલો અત્યંત હાઈ-પ્રોફાઈલ અને ગુપ્ત હોવાથી સુરત RPFએ પણ તેમાં કોઈ વિશેષ દખલગીરી કરી નહોતી, જ્યારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ જરૂરી વિગતો એકત્ર કરીને આગળની તપાસમાં લાગી ગઈ હતી. મુંબઈમાં અભિનેતા ટાઇગર શ્રોફની કાર પર ગોળીબાર કરનારા હુમલાખોરોને 15 કલાકમાં રાજસ્થાનના કોટા રેલવે સ્ટેશન પરથી પકડી લેવામાં આવ્યા. ટાઇગર પર રવિવારે મોડી રાત્રે 7 વાગ્યે હુમલો કરવામાં આવ્યો હતો. કોટા રેલવે સ્ટેશન પરથી ધરપકડ બાદનો વીડિયો કોટા રેલવે સ્ટેશન પરથી ત્રણેય આરોપીઓની ધરપકડનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે. આરોપીઓની ધરપકડ સવારે સાડા 10 વાગ્યે કરવામાં આવી હતી. મુંબઈ પોલીસ પાસેથી માહિતી મળ્યા બાદ કોટા પોલીસે 15 મિનિટમાં કાર્યવાહી કરી. કોટાના એસપી તેજસ્વિની ગૌતમના જણાવ્યા મુજબ, ત્રણેય પુણે-જયપુર એક્સપ્રેસથી જયપુર જઈ રહ્યા હતા. તેમને જનરલ કોચમાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યા. તેમની પાસેથી કોઈ હથિયાર મળી આવ્યું નથી. ટાઇગર શ્રોફ પર જીવલેણ હુમલાનાં 4 VIDEO:શૂટર્સે 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું, ડ્રાઇવર લોહીલુહાણ થતાં પોતે સ્ટિયરિંગ સંભાળીને હોસ્પિટલ દોડ્યો એક્ટર; પહેલી તસવીર સામે આવી ટાઇગર પર ફાયરિંગના બે આરોપી હરિયાણાના રહેવાસી:સોનીપતના હોવાનું જણાવાયું; ફાયરિંગની જવાબદારી લેનાર અનિલ પંડિત પાણીપતનો વતની, ડંકી રૂટથી અમેરિકા ગયો ટાઈગર પર હુમલાના શંકાસ્પદ રાજસ્થાનમાંથી ઝડપાયા:એક બિહારનો, 2 હરિયાણાના; 1 આરોપી સગીર; હુમલામાં વપરાયેલી બાઈક મળી આવી
    Click here to Read More
    Previous Article
    लॉरेंस नया अंडरवर्ल्ड? फिल्मी दुनिया में कब हुई डॉन की एंट्री; अमिताभ की 'दीवार' का क्या कनेक्शन
    Next Article
    શું મુસ્લિમો યુરોપને ગળી જશે?:ફ્રાન્સથી ઇટાલી સુધી ફફડાટ, મેક્રોન અને મેલોની મેદાને, જાણો વિવાદની ઈનસાઈડ સ્ટોરી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment