Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સરકારના પ્રયાસોને કારણે અમે સુરક્ષિત વતન પરત ફરી શક્યા':સાઉદી અરેબિયામાં ફસાયેલા સુરેન્દ્રનગરના ઉમરાહ યાત્રિકો હેમખેમ વતન પરત ફર્યા, રેલવે સ્ટેશન પર પરિજનો સાથે ભાવુક દૃશ્યો સર્જાયા

    7 hours ago

    સાઉદી અરેબિયામાં ઉમરાહની પવિત્ર યાત્રા માટે ગયેલા સુરેન્દ્રનગરના યાત્રિકો ફ્લાઇટ્સ રદ થવાના કારણે ત્યાં અટવાઈ ગયા હતા. જોકે, ભારત સરકાર અને સાઉદી સરકારના પ્રયાસો બાદ તેઓ સુરક્ષિત રીતે પોતાના વતન પરત ફર્યા છે. સુરેન્દ્રનગર શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા હાજી બટુકભાઈ જરગેલા સહિત પરિવારના સભ્યો અને જિલ્લાના અન્ય યાત્રિકો મક્કા-મદીના ખાતે ઉમરાહ માટે ગયા હતા. યાત્રિકો પરત ફરતાં પરિવારજનોમાં ખુશીની લાગણી છવાઈ હતી. રિયાધમાં હુમલાની ઘટનાને પગલે ફ્લાઇટ્સ રદ થઈ હાજી બટુકભાઈ જરગેલા પરિવારજનો સાથે ઉમરાહની યાત્રા માટે સાઉદી અરેબિયા ગયા હતા. તેમનું 12 ઓક્ટોબરના રોજ ભારત પરત ફરવાનું આયોજન હતું. જોકે, સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ નજીક મિસાઈલ હુમલાની ઘટનાની જાણ થતાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. પરિણામે 13 અને 14 ઓક્ટોબરની ફ્લાઇટ્સ પણ રદ થતાં યાત્રિકોની વાપસીમાં વિલંબ થયો હતો. આ સમાચારથી સુરેન્દ્રનગરમાં રહેતા પરિવારજનો અને સ્વજનોમાં ચિંતા ફેલાઈ હતી. હોટલમાં રહેવા-જમવાની વ્યવસ્થા કરવામાં આવી ફ્લાઇટ્સ રદ થતાં યાત્રિકોને સાઉદી અરેબિયામાં થોડા દિવસ વધુ રોકાવું પડ્યું હતું. આ દરમિયાન હાજીપીર ટુર દ્વારા તેમના રહેવા અને જમવાની સારી વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે, અચાનક સર્જાયેલી પરિસ્થિતિને કારણે યાત્રિકોને ભારત પરત કેવી રીતે પહોંચવું તેની ચિંતા સતાવવા લાગી હતી. ત્યારબાદ ભારત સરકાર અને સાઉદી સરકાર દ્વારા એડવાઇઝરી જાહેર કરીને મુશ્કેલીમાં મુકાયેલા હાજીઓને સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું. મક્કાથી મસ્કત થઈ મુંબઈ અને ત્યાંથી સુરેન્દ્રનગર પહોંચ્યા સરકારના પ્રયાસો બાદ યાત્રિકોએ પરત ફરવા માટે વૈકલ્પિક માર્ગ પસંદ કર્યો હતો. તેઓ તાઈફથી મસ્કત પહોંચ્યા હતા અને ત્યાંથી મુંબઈ એરપોર્ટ પર સુરક્ષિત રીતે આવ્યા હતા. ત્યારબાદ મુંબઈથી ટ્રેન મારફતે મુસાફરી કરીને રાત્રિના 12:30 વાગ્યે સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા. લાંબા સમયથી સ્વજનોની રાહ જોઈ રહેલા પરિવારજનો તેમને લેવા સ્ટેશન પર પહોંચ્યા હતા. યાત્રિકોને હેમખેમ જોઈ પરિવારજનો ભાવુક બન્યા હતા અને સૌના ચહેરા પર રાહત તથા ખુશીની લાગણી જોવા મળી હતી. ભારત અને સાઉદી સરકારનો દિલથી આભાર : હાજી બટુકભાઈ આ અંગે હાજી બટુકભાઈ જરગેલાએ જણાવ્યું હતું કે, “અમે ઉમરાહની યાત્રા માટે ગયા હતા અને 12 તારીખે પરત આવવાનું હતું. અમે હરમ શરીફમાં જિયારત અને પ્રદક્ષિણા કરી રહ્યા હતા, ત્યારે અચાનક રિયાધમાં હુમલો થયાની જાણ થઈ હતી. અમારા મનમાં આવી કોઈ વાત નહોતી, તેથી અમે નિશ્ચિંત થઈને જિયારત કરી રહ્યા હતા. જોકે, હુમલાની ઘટનાને કારણે 13 તારીખની ફ્લાઇટ રદ થઈ અને ત્યારબાદ 14 તારીખની ફ્લાઇટ પણ રદ થઈ હતી.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “હાજીપીર ટુર દ્વારા અમારા રહેવા અને જમવાની સારી વ્યવસ્થા કરવામાં આવી હતી, તેથી અમને ત્યાં કોઈ મુશ્કેલી પડી નહોતી. પરંતુ અચાનક હુમલો થતાં હવે ભારત કેવી રીતે પહોંચીશું તેની ચિંતા થઈ હતી. ત્યારબાદ ભારત સરકાર અને સાઉદી સરકારે એડવાઇઝરી બહાર પાડી હતી કે કોઈપણ હાજીને મુશ્કેલી પડે તો તેઓ સંપર્ક કરી શકે છે. સરકાર દ્વારા વહેલી તકે અમને પરત લાવવા માટે ખૂબ પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેના કારણે અમે વૈકલ્પિક માર્ગ પસંદ કરીને મસ્કતથી મુંબઈ અને ત્યાંથી ટ્રેન મારફતે સુખરૂપ સુરેન્દ્રનગર પહોંચી શક્યા છીએ.” અંતમાં તેમણે ભારત સરકાર અને સાઉદી સરકારનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “અમારે ત્રણથી ચાર દિવસ વધારે રોકાવું પડ્યું, પરંતુ સરકારના પ્રયાસોને કારણે અમે સુરક્ષિત રીતે વતન પરત ફરી શક્યા છીએ. આ માટે અમે બંને સરકારનો દિલથી આભાર માનીએ છીએ. જોકે, હજુ પણ ઘણા હાજીઓ સાઉદી અરેબિયામાં રોકાયેલા છે.”
    Click here to Read More
    Previous Article
    પાટણ જિલ્લા ફૂટબોલ સ્પર્ધામાં FRIENDS FC ચેમ્પિયન બન્યું:ધિણોજ FC ને હરાવી સતત બીજા વર્ષે 48 હજારનું ઇનામ જીત્યું, 9 ટીમોએ ભાગ લીધો
    Next Article
    क्या सच में राजनीति छोड़ देंगे नगीना सांसद चंद्रशेखर आजाद? देखिए उनकी यह वीडियो

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment