Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં દશેરાએ બે સ્થળોએ પરંપરાગત રાવણ દહન યોજાશે:જવાહર મેદાન ખાતે સિંધી સમાજ; ચિત્રા યાર્ડમાં બજરંગ વિકાસ સમિતિ દ્વારા રાવણ દહન

    12 hours ago

    અસત્ય પર સત્યના વિજયના પ્રતીક સમા દશેરા પર્વે ભાવનગર શહેરમાં બે સ્થળોએ પરંપરાગત રાવણ દહન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જવાહર મેદાન ખાતે સિંધી સમાજ અને ચિત્રા યાર્ડ ખાતે બજરંગ વિકાસ સમિતિના ઉપક્રમે આ મહોત્સવ યોજાશે. રાવણ દહનની સાથે સાથે રંગબેરંગી ભવ્ય આતશબાજી અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં બંને સ્થળોએ રાવણ દહનની તૈયારીઓને આખરી ઓપ આપવાની કામગીરી પૂર્ણ જોશમાં ચાલી રહી છે. સતત 13મા વર્ષે ભવ્ય મહોત્સવનું આયોજન ભાવનગર-રાજકોટ રોડ પર આવેલા મહારાજા કૃષ્ણકુમારસિંહજી માર્કેટિંગ યાર્ડ ચિત્રા ખાતે સતત 13મા વર્ષે વિજયાદશમી મહોત્સવ યોજાશે. મંત્રી જીતુભાઈ વાઘાણીની પ્રેરણાથી શરૂ થયેલો આ કાર્યક્રમ છેલ્લા 12 વર્ષથી સફળતાપૂર્વક ચિત્રા યાર્ડમાં યોજાઈ રહ્યો છે. ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોને પોતાના આંગણે જ પૌરાણિક, ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા આ ઉત્સવનો લાભ મળે તે માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. સિંધી સમાજ 45 વર્ષથી પરંપરા જાળવી રહ્યો છે શહેરના જવાહર મેદાન ખાતે નવરાત્રી દશેરા મહોત્સવ સમિતિ દ્વારા છેલ્લા 45 વર્ષથી રાવણ દહન કરવાની પરંપરા જાળવી રાખવામાં આવી છે. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા, મંત્રી પરસોત્તમભાઈ સોલંકી, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ભાજપ અધ્યક્ષ અને મ્યુનિસિપલ કમિશનર સહિતના રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહેશે. આગ્રાના કારીગરોએ પુતળા તૈયાર કર્યા આ ભવ્ય કાર્યક્રમ માટે ઉત્તર પ્રદેશના આગ્રાથી આવેલા ખાસ કુશળ કારીગરો દ્વારા રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પ્રતીકાત્મક પુતળાઓ તૈયાર કરવાની કામગીરી અંતિમ તબક્કામાં છે. દહન પૂર્વે ગ્રાઉન્ડ પર આકર્ષક આતશબાજી અને વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરાશે. સંતો-મહંતોના આશીર્વચન સાથે અગ્રણી ઉદ્યોગપતિઓ અને રાજકીય નેતાઓ પણ આ પ્રસંગે ખાસ હાજર રહેશે. સમિતિ દ્વારા નગરજનોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ મહોત્સવની તમામ આયોજનબદ્ધ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આયોજક સમિતિ દ્વારા ભાવનગર શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના તમામ ધર્મપ્રેમી નગરજનોને પરિવાર સાથે પધારીને ઉત્સવનો આનંદ માણવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમથી સમગ્ર ભાવનગર શહેરમાં વિજયાદશમીનો પાવન ઉત્સવ ઉત્સાહભેર ઉજવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    મસ્ક અમેરિકાના દરેક બાળકને સ્પેસએક્સનો શેર આપશે:દેશમાં 7.2 કરોડ બાળકો, વહેંચવામાં આવનારા શેરોનું મૂલ્ય ₹1 લાખ કરોડ
    Next Article
    પાટણ જિલ્લા ફૂટબોલ સ્પર્ધામાં FRIENDS FC ચેમ્પિયન બન્યું:ધિણોજ FC ને હરાવી સતત બીજા વર્ષે 48 હજારનું ઇનામ જીત્યું, 9 ટીમોએ ભાગ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment