Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માતા સાથે ફોનમાં વાતો કરવાની શંકાએ યુવક પર હુમલો:મહેસાણાના મોઢેરા ચોકડી પાસે બોલાચાલી બાદ શખ્સે છરી મારી દીધી, ઈજાગ્રસ્તને અમદાવાદમાં સારવાર માટે ખસેડાયો

    7 hours ago

    મહેસાણા શહેરના સથવારા વાસમાં રહેતા અલ્પેશકુમાર સથવારા પર મોઢેરા ચાર રસ્તા પાસે આવેલા કડિયા નાકા પર છરી વડે જાનલેવા હુમલો થયો હતો. જેથી ચકચાર મચી ગઈ છે. આ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. શું છે સમગ્ર બનાવ? અલ્પેશકુમાર સથવારા દરરોજની જેમ પોતાના મોટરસાઇકલ પર મહેસાણાના મોઢેરા ચોકડી ખાતે કડિયા કામની મજૂરી મેળવવા માટે ગયા હતા. સવારના આશરે દસ વાગ્યાના સુમારે તેઓ કડિયા નાકા પર હાજર હતા, તે સમયે અંબાવાડી સેટેલાઇટ સોસાયટી નજીક રહેતો ઠાકોર સુખદેવજી પુંજાજી નામનો શખ્સ ત્યાં આવ્યો હતો. તેણે અલ્પેશકુમાર સાથે તકરાર કરી પોતાની માતા સાથે વાતો કેમ કરે છે તેમ કહીને અચાનક અપશબ્દો બોલવા લાગ્યો હતો. અલ્પેશકુમારે તેમની સાથે કોઈ સંપર્ક ન હોવાનું જણાવવા છતાં ઉશ્કેરાયેલા સુખદેવજીએ પોતાની કમરમાંથી છરી કાઢી જાનથી મારી નાખવાના ઇરાદે હુમલો કર્યો હતો. લોકો ભેગા થઈ જતાં આરોપી ભાગી ગયો અલ્પેશકુમારે બચાવમાં પોતાનો જમણો હાથ આગળ ધરતાં છરીનો ઘા જમણા હાથના કાંડાના ભાગે વાગતાં તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. બૂમાબૂમ થતાં આસપાસના લોકો ભેગા થઈ જતાં હુમલાખોર ઠાકોર સુખદેવજી ત્યાથી ભાગી ગયો હતો અને જતા જતા ધમકી આપી હતી કે, આજે તો બચી ગયો છે, હવે પછી મારી મા સાથે વાતો કરી છે તો જાનથી મારી નાખીશ. વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા હુમલા બાદ ત્યાં હાજર મિત્ર મુકેશ સથવારાએ ઈજાગ્રસ્ત અલ્પેશકુમારને રિક્ષામાં મહેસાણા સિવિલ હોસ્પિટલ તરફ લઈ જઈ રહ્યા હતા, તે દરમિયાન રસ્તામાં 108 એમ્બ્યુલન્સ વાન આવી જતાં તેમને 108માં મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવારની જરૂર હોઈ તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કર્યા હતા. હાલ તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલના વોર્ડ નંબર 8-બી માં સારવાર હેઠળ છે. આ અંગે ઈજાગ્રસ્ત અલ્પેશકુમારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ સમક્ષ નિવેદન આપતાં પોલીસે હુમલો કરનાર ઠાકોર સુખદેવજી પુંજાજી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    Mobile Recharge हुए सस्ते! TRAI New Rules के बाद अब Telecom Company ने पेश किए तीन नए Plans | Airtel
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:ખેલ મહાકુંભ-2026માં પાટણની શાળાના ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન, યોગાસન અને બાસ્કેટબોલમાં અનેક ઇનામો મેળવી શાળાનું ગૌરવ વધાર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment