Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમવારનું રાશિફળ:સિંહ રાશિના લોકોને બિઝનેસમાં "બલ્લે બલ્લે, ધન રાશિના જાતકોને રોકાણમાં ફાયદો થશે

    17 hours ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 19 ઓક્ટોબર 2026, સોમવારના રોજ આસો સુદ આઠમ/નોમ છે. આ દિવસની ચંદ્ર રાશિ મકર છે. રાહુકાળ સાંજે 08:07થી 09:33 વાગ્યા સુધી રહેશે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ: આજે કેટલીક ખાસ માહિતીઓ મળશે, સાથે જ કેટલાક ખાસ અનુભવો પણ અનુભવાશે. પોતાના પ્રિયજનો વચ્ચે સમય વિતાવવાથી આત્મિક ખુશી મળશે. સંતાનના વિદેશ જવા સંબંધી યોજના હોય તો કાગળની કામગીરી શરૂ થઈ જશે. નેગેટિવ: એ પણ ધ્યાન રાખો કે તમારી જ કોઈ જિદ્દના કારણે પરિસ્થિતિઓ બગડી પણ શકે છે. તમારા વ્યવહારને સહજ બનાવી રાખો. બાળકોને તમારા સહયોગની પણ જરૂર પડશે, તેથી થોડો સમય તેમના માટે પણ કાઢવો આવશ્યક છે. વ્યવસાય: કારોબારમાં અટકેલા કામ ગતિ પકડશે. કર્મચારીઓનો પણ તમારા પ્રત્યે પૂરો સહયોગ રહેશે. પાર્ટનરશિપમાં એકબીજા પ્રત્યે પારદર્શિતા જાળવી રાખો. સરકારી નોકરીમાં કાર્યરત લોકોને આજે કોઈ વધારાનો કાર્યભાર સંભાળવો પડશે. લવ: મહેમાનોના આગમનથી ઘરમાં ઉત્સવભર્યું વાતાવરણ રહેશે. પ્રેમી પંખીડાઓ એકબીજા પ્રત્યે સન્માનની ભાવના રાખે. લવ પાર્ટનરને કોઈ ભેટ આપવી સંબંધોમાં નિકટતા વધારશે. સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. કોઈ પણ પ્રકારની ચિંતા ન કરો. માત્ર સંયમિત દિનચર્યા રાખો. લકી કલર: કેસરી લકી નંબર: 2 પોઝિટિવ: આજે કેટલાક મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત લાભદાયી રહેશે. અનેક પ્રકારની સારી માહિતીઓ પણ પ્રાપ્ત થશે. ઘર તથા વ્યવસાય બંને જગ્યાએ યોગ્ય સામંજસ્ય બનેલું રહેશે. જો પ્રોપર્ટી સંબંધી કોઈ મામલો અટકેલો હોય, તો તેના ઉકેલાવાની યોગ્ય સંભાવના છે. નેગેટિવ: પરિવાર સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓમાં અતિશય ખર્ચની સ્થિતિ રહેશે. વાતચીત કરતી વખતે સાવચેતી રાખો, કે ક્યાંક નકારાત્મક શબ્દોના ઉપયોગથી વાદ-વિવાદની સ્થિતિ ઊભી ન થાય. કોઈ પણ પરિસ્થિતિમાં સહજ રહેવું અને ધીરજ રાખવી જરૂરી છે. વ્યવસાય: કારોબારમાં જો વિસ્તાર સંબંધી કોઈ યોજના ચાલી રહી હોય તો તેને અમલમાં મૂકવાનો અનુકૂળ સમય છે. માર્કેટિંગ સંબંધી કાર્યોમાં કોઈ મોટો ઓર્ડર મળી શકે છે. નોકરીયાત વ્યક્તિ ફાયનાન્સ સંબંધી કાર્ય અથવા કોઈ પણ ફાઈલ તૈયાર કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખે. લવ: જીવનસાથીનો સહયોગાત્મક વ્યવહાર અનેક સમસ્યાઓને ઉકેલશે. પ્રેમ સંબંધોને પણ પારિવારિક મંજૂરી મળવાથી લગ્નમાં પરિણમવાની તકો બનશે. સ્વાસ્થ્ય: તણાવ અને થાકના લીધે સ્વાસ્થ્ય પ્રભાવિત થશે. સકારાત્મક રહો અને તમારું મનોબળ બનાવી રાખો. લકી કલર: લીલો લકી નંબર: 7 પોઝિટિવ: કોઈ નવી ટેકનિકલ માહિતી મળવાથી અનેક સમસ્યાઓનો ઉકેલ મળશે. પારિવારિક સભ્યો સાથે સુખ-સુવિધાઓ સંબંધી શોપિંગ કરવામાં આનંદદાયક સમય વિતશે. ખર્ચ વધુ રહેશે, પરંતુ સૌની ખુશી આગળ તેનો અફસોસ નહીં રહે. નેગેટિવ: આર્થિક દ્રષ્ટિએ અત્યારે સમય અનુકૂળ નથી. તમારી ભાવનાઓ પર કાબૂ રાખો, નહિતર કોઈ તમારો ફાયદો ઉઠાવી શકે છે. જમીન કે વાહન સંબંધી લોન લેતા પહેલાં કોઈની સલાહ ચોક્કસ લો. દેખાડાના કારણે ખર્ચાઓ પર અંકુશ લગાવવો થોડો મુશ્કેલ લાગશે. વ્યવસાય: વ્યવસાયમાં અત્યારે કંઈક ને કંઈક મુશ્કેલીઓ રહેશે, પરંતુ તમારા કાર્યોને યોજનાબદ્ધ રીતે કરતા જાઓ. જલ્દી જ પરિસ્થિતિઓ અનુકૂળ થઈ જશે. સરકારી નોકરીયાત લોકોને કોઈ મહત્વપૂર્ણ સત્તા અને કાર્યભાર મળશે. લવ: વ્યસ્ત દિનચર્યામાંથી થોડો સમય પરિવાર માટે કાઢવો સૌને ખુશી આપશે તથા પારિવારિક વાતાવરણ પણ ખુશહાલ બનેલું રહેશે. સ્વાસ્થ્ય: હવામાનને અનુકૂળ દિનચર્યા અને ખાવાપીવાનું રાખો. વાયુ તથા પેટ સાથે સંકળાયેલી તકલીફો રહેશે. લકી કલર: પીળો લકી નંબર: 9 પોઝિટિવ: આજે તમારું કોઈ રોકાયેલું કામ સફળતાપૂર્વક સંપન્ન થઈ શકે છે. ઘરની વ્યવસ્થાને વધુ સારી બનાવવા માટે તમે કેટલાક સકારાત્મક બદલાવ લાવવા પર પણ વિચાર કરશો. યુવાનોને કરિયર સાથે સંકળાયેલી કોઈ નવી તક મળે તો તરત જ તેના પર કામ કરે. નેગેટિવ: ક્યાંય પણ પૈસા રોકતા પહેલાં કોઈ અનુભવી વ્યક્તિની સલાહ ચોક્કસ કરી લો. કોઈ નજીકના મિત્રો અને સંબંધીઓ સાથે સંબંધો ન બગડે, તેના માટે તમારે જ યોગ્ય પ્રયાસો કરવા પડશે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ પર વધુ ધ્યાન આપે. વ્યવસાય: તમારી વ્યવસાય સંબંધી પ્રવૃત્તિઓમાં વધુ સુધારો લાવવાની જરૂર છે. સાથે જ કોઈ પણ ડીલ કરતી વખતે ચોક્કસાઈ રાખો. થોડીક અસાવધાની કે ભૂલનો મોટો ભોગ બનવું પડી શકે છે. આજે કોઈ પણ નવા કામની શરૂઆત ન કરો. લવ: દાંપત્ય જીવનમાં નાની-મોટી વાતોને તૂલ ન દો, નહિતર ઘરની વ્યવસ્થા અસ્ત-વ્યસ્ત થઈ શકે છે. લવ પાર્ટનર સાથે લોન્ગ ડ્રાઈવ પર જવાનો પ્રોગ્રામ બની શકે છે. સ્વાસ્થ્ય: અસંતુલિત ખાવાપીવા પર નિયંત્રણ રાખો. ગેસ અને પેટમાં દુખાવા જેવી ફરિયાદ અનુભવાશે. આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરો. લકી કલર: વાદળી લકી નંબર: 6 પોઝિટિવ: પોતાની યોજનાઓને અમલમાં મૂકવાનો ઉત્તમ સમય છે. સાથે જ આ સમય તમને અનેક પ્રકારની સિદ્ધિઓમાં વ્યસ્ત રાખનારો છે. ઘરમાં ધાર્મિક આયોજન સંબંધી યોજના બનશે. પારિવારિક લોકો સાથે પણ કોઈ મહત્વપૂર્ણ મુદ્દા પર સકારાત્મક વિચાર-વિમર્શ થશે. નેગેટિવ: નકામા વાદ-વિવાદમાં દખલ દેવાથી તમારું માન-સન્માન ઘટશે. કોઈ સરકારી મામલો પણ ગૂંચવાઈ શકે છે. કોઈ પણ યાત્રાને આજે સ્થગિત રાખો. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ પ્રત્યે વધુ ધ્યાન આપે, નહિતર તમારું પરિણામ પ્રભાવિત થઈ શકે છે. વ્યવસાય: કારોબારમાં અટકેલા કાર્યોને ગતિ આપવા માટે સમય અનુકૂળ છે. માર્કેટિંગ સંબંધી કાર્યોમાં નફાકારક સ્થિતિ બની રહી છે. વ્યાવસાયિક હેતુને લઈને જો કોઈ યાત્રાનો પ્લાન હોય, તો તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. લવ: જીવનસાથી તથા પરિવારજનોનો સહયોગ પારિવારિક વાતાવરણને શિસ્તબદ્ધ બનાવી રાખશે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે. સ્વાસ્થ્ય: અતિશય કાર્યભાર પોતાના પર ન લો. શારીરિક અને માનસિક થાકમાંથી રાહત મેળવવા માટે યોગ અને મેડિટેશન પર પણ ચોક્કસ ધ્યાન આપો. લકી કલર: ઓરેન્જ લકી નંબર: 7 પોઝિટિવ: દિવસની શરૂઆતમાં જ પોતાના મહત્વપૂર્ણ કાર્ય સંબંધી રૂપરેખા બનાવી લો, કારણ કે બપોર પછી પરિસ્થિતિઓ ખૂબ જ અનુકૂળ બની રહી છે અને આ ઉત્તમ સમયનો યોગ્ય સદુપયોગ કરો. ઘરના નવીનીકરણ કે સુધારા સંબંધી કાર્યો પર પણ વિચાર-વિમર્શ થશે. નેગેટિવ: નકામો સમય વિતાવવાને બદલે પોતાના કાર્યો પર ધ્યાન આપો. સમય અનુસાર પોતાના વ્યવહાર અને લાઈફસ્ટાઈલમાં પણ પરિવર્તન લાવવું જરૂરી છે. વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયાની વાતોમાં પડીને અભ્યાસ પ્રત્યે લાપરવાહી કરશે. વ્યવસાય: વ્યાવસાયિક કાર્યપ્રણાલીમાં ગતિ આવશે. તમામ કામ સુચારુ રૂપે થતા જશે. આમાં પૂરૂં ધ્યાન પોતાના કામ પર જ કેન્દ્રિત રાખો. પેમેન્ટ પણ સમયસર મળવાથી આર્થિક પાસું સુધરશે. ઓફિસમાં પણ સહયોગીઓ વચ્ચે પરસ્પર સામંજસ્ય બનેલું રહેશે. લવ: દાંપત્ય જીવન મધુર રહેશે. પારિવારિક લોકો તમારી પરેશાનીને સમજશે અને તમારો સહયોગ કરશે. પ્રેમ સંબંધો સારા રહેશે. સ્વાસ્થ્ય: બદલાતા હવામાનના લીધે શરદી, ઉધરસ અને ગળામાં ઈન્ફેક્શન જેવી તકલીફ વધશે. પરંતુ ગભરાશો નહીં અને યોગ્ય સારવાર લો. લકી કલર: કેસરી લકી નંબર: 4 પોઝિટિવ: આજે મોટા ભાગના કાર્યો સમય અનુસાર વ્યવસ્થિત રીતે પૂરા થતા જશે. જેનાથી સ્વયંને ખૂબ જ હળવા-ફૂલકા અને ઊર્જાસભર અનુભવશો. ભાગ્ય પણ તમારો સહયોગ કરી રહ્યું છે. કોઈ નવી યોજનાને અમલમાં મૂકવાનો યોગ્ય સમય છે. નેગેટિવ: પોતાને એવી પ્રવૃત્તિઓથી દૂર રાખો, જેના કારણે મનમાં નકારાત્મક વિચારો ઊભા થઈ શકે છે. ધીરજ અને શાંતિ રાખવી જ યોગ્ય છે. કોઈ નજીકના મિત્ર કે સંબંધી સાથે નાની એવી વાતને લઈને અણબનાવ થઈ શકે છે, જેની નકારાત્મક અસર પરિવાર પર પણ પડશે. વ્યવસાય: વ્યવસાયમાં વિસ્તાર સંબંધી યોજનાઓ પર વિચાર થશે અને તમે બહેતર રીતે તમારા કાર્યોને અંજામ આપી શકશો. મશીનરી, કારખાના વગેરે સાથે સંકળાયેલા વ્યવસાયમાં બહેતર ઓર્ડર મળવાની સંભાવના છે. ઓફિસના કામકાજમાં કોઈ પણ પ્રકારની લાપરવાહી ન કરો. લવ: પારિવારિક વાતાવરણ સુખદ બનાવવામાં જીવનસાથીનો પૂરો સહયોગ રહેશે. પરંતુ નકામા પ્રેમ સંબંધોમાં તમારો સમય ન બગાડો. સ્વાસ્થ્ય: બ્લડ પ્રેશર, ડાયાબિટીસ વગેરેની નિયમિત તપાસ કરાવતા રહો. માથામાં દુખાવા જેવી ફરિયાદ પણ રહેશે. લકી કલર: જાંબલી લકી નંબર: 3 પોઝિટિવ: પોતાની દિનચર્યામાં કંઈક નવોપો લાવવા માટે તમે કેટલીક ખાસ યોજનાઓ બનાવશો. સાથે જ સમય નજીકના મિત્રો સાથે મનોરંજન સંબંધી આમોદ-પ્રમોદમાં પસાર થશે. યુવાનોને પોતાના કોઈ પ્રોજેક્ટ સંબંધી કોઈ ખુશખબરી મળવાથી મન પ્રફુલ્લિત રહેશે. નેગેટિવ: બાળકોના મનોભાવોને શાંતિપૂર્ણ રીતે સમજવાનો પ્રયાસ કરો. ધમકાવવાથી તથા ગુસ્સો કરવાથી તેમનામાં લઘુતાગ્રંથિની ભાવના ઊભી થઈ શકે છે. કોઈ પણ કામ કરતા પહેલાં તેના સારા-નરસા પાસા પર ધ્યાન આપવું પણ જરૂરી છે. વ્યવસાય: તમારી વ્યાવસાયિક કાર્યપ્રણાલીને ગુપ્ત રાખો, નહીં તો તમારા કામનો ફાયદો કોઈ બીજું ઉઠાવી લેશે. નોકરીયાત વ્યક્તિ પોતાના કાર્યોને સમયસર પૂરા કરવાનો પ્રયાસ કરે, નહિતર ઉચ્ચ અધિકારીઓની નારાજગી સહન કરવી પડી શકે છે. લવ: પતિ-પત્ની પોતાના સંબંધોમાં કોઈ બહારની વ્યક્તિની દખલગીરી ન થવા દે. પ્રેમી-પ્રેમિકા એકબીજાની ભાવનાઓનું સન્માન કરે. સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય સારું રહેશે. હવામાનમાં બદલાવના કારણે ઉધરસ, શરદી જેવી સમસ્યા થઈ શકે છે. લકી કલર: ગુલાબી લકી નંબર: 8 પોઝિટિવ: ફોન દ્વારા કોઈ મહત્વપૂર્ણ શુભ માહિતી મળશે તથા કોઈ પ્રિય મિત્ર સાથે વાતચીત પણ થશે. મુશ્કેલ સમયમાં કોઈ રાજકીય મદદ પણ મળી શકે છે. જો ક્યાંય રોકાણ કરવા સંબંધી કોઈ ખાસ નિર્ણય લેવા જઈ રહ્યા હોવ, તો વાર ન કરો. તમને નિશ્ચિત જ ફાયદો થવાનો છે. નેગેટિવ: પારિવારિક બાબતોમાં વધુ દખલગીરી કરવાના લીધે માહોલ થોડો અસ્ત-વ્યસ્ત થઈ શકે છે. ધ્યાન રાખો કે તમારી કોઈ વાતથી કોઈને આઘાત ન પહોંચે. તમારી મહત્વપૂર્ણ વસ્તુઓની સંભાળ પોતે કરો, ખોવાઈ જવાની આશંકા છે. વ્યવસાય: કાર્યસ્થળ પર અતિશય કાર્યભારના કારણે દિવસભર વ્યસ્તતા બનેલી રહેશે. કર્મચારીઓ પાસે કામ લેતી વખતે પૂરૂં ધ્યાન રાખો. થોડીક લાપરવાહી નુકસાન આપી શકે છે, સાથે જ કોઈ સહયોગીનું નકારાત્મક વલણ પણ પરેશાન કરશે. શાંતિપૂર્ણ રીતે સમસ્યાઓને ઉકેલો. લવ: સમસ્યાઓને ઉકેલવામાં જીવનસાથી તથા પરિવારજનોનો પૂરો સહયોગ મળશે. પ્રેમ સંબંધોમાં પોતાના લવ પાર્ટનરની ભાવનાઓની કદર કરો. સ્વાસ્થ્ય: આ સમયે પેટ દર્દ અને ભૂખ ન લાગવા જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. હળવો આહાર લો તથા યોગ્ય સારવાર પણ ચોક્કસ લો. લકી કલર: બદામી લકી નંબર: 1 પોઝિટિવ: આજે તમારું કોઈ રોકાયેલું કામ સંપન્ન થવાનું છે. ઘરના વડીલ સભ્યોના સ્નેહ અને આશીર્વાદથી પરિવારમાં સુખદ અને શિસ્તબદ્ધ માહોલ બનેલો રહેશે. આર્થિક બાબતોને મજબૂત કરવા માટે આજનો દિવસ શુભ છે. ધાર્મિક સંસ્થાઓ સંબંધી પ્રવૃત્તિઓમાં પણ સમય પસાર થશે. નેગેટિવ: ઘરના કોઈ સભ્યના વિવાહિત જીવનમાં પરેશાનીના કારણે મન વ્યથિત રહેશે. ગુસ્સા અને આવેશને બદલે ધીરજ અને સંયમથી પરિસ્થિતિઓને સંભાળવાનો પ્રયાસ કરો. રોકાણ સંબંધી યોજનાઓ પર પૈસા લગાવતા પહેલાં કોઈ અનુભવી સાથે સલાહ-મસલત ચોક્કસ કરો. વ્યવસાય: કાર્યક્ષેત્રમાં તમારી પ્રવૃત્તિઓ તથા યોજનાઓને પૂરી શિદ્દતથી પૂરી કરવાનો પ્રયાસ કરો. પરંતુ તમારી કાર્યપ્રણાલીને કોઈની સમક્ષ જાહેર ન કરો, નહિતર કોઈ આનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. નોકરીયાત વ્યક્તિ પોતાના ઓફિસર, બોસ વગેરે સાથે સંબંધો મધુર બનાવી રાખે. લવ: દાંપત્ય જીવન મધુર રહેશે. પ્રેમ સંબંધોમાં કોઈ ગેરસમજના કારણે મનદુઃખ થઈ શકે છે. સ્વાસ્થ્ય: મેડિટેશન કરો તથા પ્રકૃતિના સાનિધ્યમાં રહો. આનાથી તમે તમારામાં વિશ્વાસ અને મનોબળને મજબૂત કરી શકશો. લકી કલર: ઓરેન્જ લકી નંબર: 1 પોઝિટિવ: છેલ્લા કેટલાક સમયથી કોઈ અટકેલા કામમાં ગતિ આવશે તથા સમય અનુસાર કામ સંપન્ન પણ થશે. બાળકોની વ્યવસ્થિત પ્રવૃત્તિઓથી તમને ખુશી અનુભવાશે. મોસાળ/સસરા પક્ષ તરફથી કોઈ ખુશીભર્યા સમાચાર મળી શકે છે. પરિવાર તથા ફાયનાન્સ સાથે સંકળાયેલા નિર્ણયો બહેતર રહેશે. નેગેટિવ: બનતા કાર્યોમાં અડચણો આવવાથી મનમાં બેચેની રહી શકે છે. ભાઈઓ સાથે સંબંધો બગડવાની આશંકા છે, તેથી સાવધાન રહો. સંતાનની કોઈ પરેશાનીના ઉકેલ માટે તમારો સહયોગ જરૂરી છે. અનુભવી લોકોની સલાહને નજરઅંદાજ ન કરો. વ્યવસાય: મનોરંજન સંબંધી વ્યવસાયમાં પ્રગતિ થશે. કારોબારી સ્ત્રીઓ વિશેષ રૂપે પોતાના વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત રાખે, લાભદાયી પરિસ્થિતિઓ ઊભી થઈ રહી છે. કમિશન સંબંધી પ્રવૃત્તિઓમાં સાવચેતી રાખવાની જરૂર છે. લવ: પતિ-પત્ની વચ્ચે અહમને લઈને ટકરાવ થઈ શકે છે. સાથે જ લગ્નેતર સંબંધો પણ પરેશાનીનું કારણ બનશે. સ્વાસ્થ્ય: વ્યસ્તતાના લીધે પોતાના પ્રત્યે લાપરવાહ રહેશો. આ કારણે પેટ દર્દ અને ગેસની સમસ્યા વધશે. પરંપરાગત સારવાર લેવાથી જલ્દી સ્વાસ્થ્યમાં સુધારો આવશે. લકી કલર: વાદળી લકી નંબર: 6 પોઝિટિવ: તમારી કોઈ યોગ્યતાના કારણે લોકો પ્રભાવિત થશે, જેનાથી તમે તમારામાં મનોબળ અને સ્ફૂર્તિ અનુભવશો. દૂરના સંપર્કો મજબૂત થશે. જો કોઈ સરકારી મામલો અટકેલો હોય, તો તેને ઉકેલવાનો અનુકૂળ સમય છે. નેગેટિવ: પ્રોપર્ટીની ખરીદ-વેચાણ સંબંધી મામલાઓમાં પેપર વગેરે સારી રીતે તપાસી લો. આ સમયે અનુભવી વ્યક્તિઓની સલાહને નજરઅંદાજ ન કરો. રૂપિયા-પૈસાના મામલામાં તમામ નિર્ણયો પોતે જ લો, બીજા પર નિર્ભર રહેવું યોગ્ય નથી. વ્યવસાય: કાર્યસ્થળ પર આંતરિક વ્યવસ્થાને લઈને કેટલાક કડક અને મહત્વપૂર્ણ નિર્ણયો લેવાની જરૂર છે. જોકે કોઈ અનુભવી વ્યક્તિનો સહયોગ તમારા કામમાં પૂરી સહાયતા અને મદદ કરશે. નોકરીમાં બદલી સાથે સંકળાયેલા કોઈ સમાચાર મળી શકે છે. લવ: પતિ-પત્ની વચ્ચે કોઈ વાતને લઈને પરસ્પર સામંજસ્યનો અભાવ રહેશે. સમય અનુસાર પોતાના વ્યવહારમાં પણ બદલાવ લાવવો જરૂરી છે. એકબીજાની ભાવનાઓનું સન્માન કરો. સ્વાસ્થ્ય: વર્તમાન હવામાનના કારણે ગળામાં ઈન્ફેક્શન અને છાતી સાથે સંકળાયેલી તકલીફ રહી શકે છે. લાપરવાહી ન કરો તથા પોતાનું યોગ્ય ધ્યાન રાખો. લકી કલર: વાદળી લકી નંબર: 7
    Click here to Read More
    Previous Article
    19 ઓક્ટોબરનું અંકફળ:અંક 2ના લોકો માટે નોકરીમાં બદલીનો યોગ, અંક 5ના જાતકોને લગ્નના પ્રસ્તાવો આવશે
    Next Article
    મોડાસા લાયન્સ ક્લબે નવરાત્રી આયોજકોનું સન્માન કર્યું:આનંદપુરા કંપામાં મા અંબાના ચાચર ચોકમાં ગ્રામજનો અને યુવક મંડળના પ્રમુખ સન્માનિત

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment