Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘સ્પિરિટ’નું નવું પોસ્ટર રિલીઝ:પ્રભાસ કાળા કપડાં, ટોપી ને ચશ્મામાં દેખાયો, દીપિકા પર વાર્તા લીક કરવાનો આરોપ; જાણો કયા-કયા કારણોસર ચર્ચામાં રહી

    1 day ago

    દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગાએ પોતાની આગામી ફિલ્મ ‘સ્પિરિટ’નું નવું પોસ્ટર રવિવારે સોશિયલ મીડિયા પર શેર કર્યું. પોસ્ટરમાં ફિલ્મના મુખ્ય અભિનેતા પ્રભાસ કાળા કપડાં, ટોપી અને ચશ્મામાં જોવા મળી રહ્યા છે. તેમનો લુક ઘણો ગંભીર દેખાઈ રહ્યો છે. આ સાથે ફિલ્મની રિલીઝ તારીખ પણ જાહેર કરવામાં આવી છે. ‘સ્પિરિટ’ 29 ઑક્ટોબર 2027ના રોજ દિવાળીના અવસરે વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, પ્રણય રેડ્ડી વાંગા અને પ્રભાકર રેડ્ડી વાંગા ફિલ્મના નિર્માતા છે. મેકર્સે આ પહેલાં ફિલ્મમાંથી 2026ના નવા વર્ષના દિવસે પ્રભાસનો પહેલો લુક જાહેર કર્યો હતો. પોસ્ટરમાં તેઓ પીઠ પર ઈજાના નિશાન સાથે ગંભીર અંદાજમાં જોવા મળ્યા હતા. પોસ્ટરમાં ફીમેલ લીડ તૃપ્તિ ડિમરી પ્રભાસના પાત્રને સિગારેટ સળગાવતી જોવા મળી હતી. જણાવી દઈએ કે ફિલ્મમાં વિવેક ઓબેરોય પણ છે. ઐશ્વર્યા દેસાઈ આ ફિલ્મથી ડેબ્યૂ કરી રહી છે. દીપિકા સ્પિરિટમાંથી બહાર થતાં વિવાદ થયો સ્પિરિટમાંથી દીપિકા પાદુકોણના બહાર થવાને લઈને ફિલ્મ ચર્ચામાં આવી હતી. અહેવાલો અનુસાર, દીપિકાએ દરરોજ માત્ર 6થી 8 કલાકની શિફ્ટમાં કામ કરવાની શરત રાખી હતી, જેના માટે દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગા સહમત નહોતા. દરમિયાન, સંદીપ રેડ્ડી વાંગાના ભાઈ પ્રણય રેડ્ડી વાંગાએ સ્પિરિટમાંથી દીપિકાના બહાર થવાને લઈને મોટો દાવો કર્યો હતો. NTVને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે દીપિકાએ ફિલ્મ માટે ભારે ફી સાથે 10% નફામાં હિસ્સો માગ્યો હતો. નિર્માતાઓ તેમની માગ સાથે સંમત થયા નહોતા. ત્યારબાદ તેમણે અન્ય કલાકારો પર વિચારવાનું શરૂ કર્યું હતું. પ્રણયના જણાવ્યા મુજબ, આ દરમિયાન ફિલ્મની વાર્તા અને પાત્રોને લગતી માહિતી લીક થઈ ગઈ હતી. તેમણે કહ્યું હતું કે આનાથી દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગા નારાજ થયા હતા. પ્રણયે નામ લીધા વિના દીપિકા પર સવાલો પણ ઉઠાવ્યા હતા. તેમણે પૂછ્યું હતું કે નિર્માતાઓની મહેનતથી તૈયાર થયેલી વાર્તા લીક કરવી કયું ફેમિનિઝમ છે. દીપિકા ફિલ્મમાંથી બહાર થયા બાદ પ્રભાસ સાથે તૃપ્તિ ડિમરીને કાસ્ટ કરવામાં આવી હતી. પ્રણય રેડ્ડી વાંગાએ ફિલ્મ સમીક્ષકોને પડકાર્યા હતા આ ઉપરાંત પ્રણય રેડ્ડી વાંગાએ પોતાની ફિલ્મ ‘રોમાંચકમ’ની સમીક્ષા કરનારા સમીક્ષકોને ‘સ્પિરિટ’ને લઈને પડકાર્યા હતા. તેમણે કહ્યું હતું કે સમીક્ષકો તેમની આગામી ફિલ્મ ‘સ્પિરિટ’ને પણ એ જ દૃષ્ટિકોણથી પરખે. પ્રણયે કહ્યું હતું કે ફિલ્મ બનાવવી સરળ નથી હોતી. પ્રોડક્શનનો હિસ્સો બન્યા પછી જ ખબર પડે છે કે વાર્તાને પડદા પર ઉતારવામાં કેટલી મહેનત લાગે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે સમીક્ષાઓ કોઈ ફિલ્મની કમાણી નક્કી કરતી નથી. ઘણી વખત ખરાબ સમીક્ષાઓ છતાં ફિલ્મો સારું પ્રદર્શન કરે છે. પ્રણયે ‘રોમાંચકમ’ની ટીકા પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે નાની ફિલ્મોને વધુ તપાસ અને ચકાસણીનો સામનો કરવો પડે છે. તેમણે સમીક્ષકોને ‘સ્પિરિટ’ સાથે પણ આવો જ અભિગમ અપનાવવાનો પડકાર આપ્યો હતો. પ્રકાશ રાજ ફિલ્મમાંથી બહાર થયા ફેબ્રુઆરી 2026માં દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘સ્પિરિટ’માંથી અભિનેતા પ્રકાશ રાજ બહાર થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. OTTPlayના એક અહેવાલમાં જણાવાયું હતું કે પ્રકાશ રાજને ફિલ્મમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા માટે સાઇન કરવામાં આવ્યા હતા, પરંતુ હવે તેઓ આ પ્રોજેક્ટનો હિસ્સો નથી. રિપોર્ટ અનુસાર, શૂટિંગ દરમિયાન સ્ક્રિપ્ટ અને એક સીનને ફિલ્માવવાની રીતને લઈને ડિરેક્ટર અને એક્ટર વચ્ચે તીખી દલીલ થઈ હતી. બાદમાં આ મતભેદો વધુ વકર્યા. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે સેટ પર એક્ટરનું વર્તન ટીમ માટે પડકારજનક બની ગયું હતું, જેના કારણે મેકર્સે તેમનાથી અલગ થવાનો નિર્ણય લીધો. જોકે, તે સમયે હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાતચીતમાં પ્રકાશ રાજે આ દાવાઓને ફગાવી દેતાં કહ્યું હતું, “આ બધી બકવાસ વાતો છે. મને આ વિશે કંઈ પણ ખબર નથી.” તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ હજુ પણ ફિલ્મનો હિસ્સો છે. બીજી તરફ, ઑગસ્ટ 2026માં ફિલ્મના સહ-નિર્માતા પ્રણય રેડ્ડી વાંગાએ કહ્યું હતું કે પ્રકાશ રાજ હવે આ ફિલ્મમાં કામ કરી રહ્યા નથી. ફિલ્મ સ્પિરિટના ટાઇટલને લઈને વિવાદ થયો ‘સ્પિરિટ’ના શીર્ષકને લઈને વિવાદ સામે આવ્યો હતો. ટી-સિરીઝે તેલંગાણાની મહિલા ખેડૂત અને ફિલ્મ નિર્માત્રી ચિન્નાબોયિના નરસમ્માને કાનૂની નોટિસ મોકલી હતી. નરસમ્માએ ‘સ્પિરિટ ઇઝ નોટ વન’ નામની ઓછી બજેટની તેલુગુ ફિલ્મ બનાવી છે. તેલુગુ ટાઇમ્સના અહેવાલ મુજબ, નરસમ્માનું કહેવું હતું કે ફિલ્મ બનાવવાનું તેમનું 50 વર્ષ જૂનું સપનું હતું. આ માટે તેમના પરિવારે જમીન વેચી, ઉધાર લીધો અને જીવનભરની બચત લગાવી દીધી. ફિલ્મનું દિગ્દર્શન વેંકટ રવિન્દ્રનાથે કર્યું છે. નિર્માતાઓનો દાવો હતો કે તેમની ફિલ્મનું રજિસ્ટ્રેશન થઈ ગયું હતું અને તેને સેન્સર બોર્ડ તરફથી પ્રમાણપત્ર પણ મળી ગયું હતું. બીજી તરફ, ટી-સિરીઝે ‘સ્પિરિટ’ નામ પર પોતાનો અધિકાર હોવાનું જણાવતાં ફિલ્મના પ્રચાર અને રિલીઝ પર રોક લગાવવાની માંગ કરી હતી. જૂન 2026માં નરસમ્માએ ભાવુક થઈને પ્રભાસ અને દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગાને મદદની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમને પ્રભાસથી કોઈ ફરિયાદ નથી. તેઓ વાતચીત દ્વારા વિવાદ ઉકેલવા તૈયાર છે. તેમણે પ્રભાસને એનઓસી આપવા અથવા આ મામલે હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી, જેથી તેમની ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકે અને પરિવારને આર્થિક સંકટથી બચાવી શકાય.
    Click here to Read More
    Previous Article
    वंदे भारत और शताब्दी समेत इन ट्रेनों के PNR नंबर की बदलेगी सीरीज! जानिए क्या होगा नया नियम और किस अंक से शुरू होगा नंबर
    Next Article
    9 વર્ષની રિદા સહિત રાઇડર્સના સ્ટંટ જોઈને લોકો દંગ રહ્યા:800 મીટરનો ટેક્નિકલ ટ્રેક, દેશભરના 120થી વધુ રાઇડર્સ; વડોદરામાં નેશનલ સુપરક્રોસ ચેમ્પિયનશિપ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment