Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇન્સ્ટાગ્રામથી પ્રેમસંબંધ બાદ લગ્ન માટે જીદ:પરિવારને આપઘાતની ધમકી આપી યુવતી યુવકને મળતી, યુવકે ઘરે આવી હોબાળો મચાવતાં ડિપ્રેશનમાં જતી રહી

    9 hours ago

    વડોદરા શહેરમાં નવરાત્રીના દિવસોમાં સોશિયલ મીડિયાના માધ્યમથી શરૂ થયેલા એક પ્રેમસંબંધને લઈને વિવાદ સર્જાયો હતો. યુવકે યુવતીના ઘરે જઈને ઝઘડો કરતા અને યુવતી ડિપ્રેશનમાં આવી જતા પરિવારજનોએ '181 અભયમ મહિલા હેલ્પલાઇન'ની મદદ લીધી હતી. અભયમની ટીમે સમયસૂચકતા વાપરીને યુવતીનું અસરકારક કાઉન્સિલિંગ કરી મામલો થાળે પાડ્યો હતો. ઇન્સ્ટાગ્રામથી પ્રેમસંબંધ બાદ લગ્ન માટે જીદ વડોદરાની એક યુવતી બે વર્ષ પૂર્વે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એક યુવકના સંપર્કમાં આવી હતી, જે બાદમાં પ્રેમસંબંધમાં પરિણમ્યો હતો. યુવતી છેલ્લા એક વર્ષથી આ યુવક સાથે લગ્ન કરવા માટે જીદ કરતી હતી અને ઘરના સભ્યોની મરજી વિરુદ્ધ રાત્રે મળવા નીકળી જતી હતી. પરિવાર દ્વારા ઠપકો આપવામાં આવતાં યુવતીએ અવારનવાર આત્મહત્યા કરવાની ધમકીઓ પણ આપી હતી. નવરાત્રિમાં યુવકે ઘરે પહોંચી હોબાળો મચાવ્યો યુવતીના પરિવારે સામા પક્ષના ઘરે વાતચીત કરતા યુવક બેરોજગાર હોવાનું અને આર્થિક સ્થિતિ સારી ન હોવાનું જણાવી લગ્ન બાબતે તૈયાર ન હતા. દરમિયાન નવરાત્રિમાં ગરબા રમીને પરત ફરેલા પરિવાર સમક્ષ યુવક સીધો યુવતીના ઘરે પહોંચી ગયો હતો અને ભારે હોબાળો મચાવી અપશબ્દો બોલ્યા હતા. આ ઘટના બાદ યુવતીએ યુવક સાથે સંબંધ તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ડિપ્રેશનમાં આવી ગઈ હતી અને પરિવાર સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું હતું. અભયમ ટીમનું કાઉન્સિલિંગ અને સુખદ અંત પરિવારજનોની ચિંતા વધી જતાં તેમણે તાત્કાલિક અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. કોલ મળતાની સાથે જ અભયમની રેસ્ક્યૂ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને યુવતીનું કાઉન્સિલિંગ કર્યું હતું. ટીમે યુવતીને સમજાવ્યું કે, જિંદગીમાં આવેશ કે ઉતાવળમાં આવીને આત્મહત્યા જેવાં અંતિમ પગલાં ભરવાં ક્યારેય યોગ્ય નથી. લગ્નસંબંધ હંમેશાં બંને પરિવારોની સહમતિ અને વડીલોના આશીર્વાદથી સ્થિર થાય છે, માત્ર જબરદસ્તીથી સંબંધો ટકાવી શકાતા નથી. હાલ યુવક કોઈ નોકરી કે રોજગાર ધરાવતો ન હોય અને તેનો પરિવાર પણ સહમત ન હોય, ત્યારે વાસ્તવિકતા સ્વીકારવી ખૂબ જ જરૂરી છે. અભયમ ટીમના માર્ગદર્શનથી યુવતીને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો અને તે પોતાના માતા-પિતાની વાત માનવા માટે સહમત થઈ ગઈ હતી. આ સાથે જ યુવતીના પરિવારે પણ સમજદારી દાખવીને સામા પક્ષના પરિવાર સાથે સામાજિક રીતે બેસીને આગામી સમયમાં યોગ્ય નિર્ણય લેવા માટેની સમજૂતી મેળવી હતી.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:નવરાત્રિના સાતમા દિવસે બાળકોએ વિવિધ વેશભૂષા રજૂ કરી, નવા નરોડાની લક્ષ્મીવિલા ગ્રીન્સમાં ગરબા સાથે યોજાયો કાર્યક્રમ
    Next Article
    બલદાણા ગામમાં સાતમા નોરતે મહિલાઓ માથે બેડાં લઈને ગરબે ઘૂમી:વઢવાણના બલદાણા ગામમાં નવરાત્રીની ભક્તિમય ઉજવણી, અંબાજી ચોકમાં વર્ષો જૂની પરંપરા જળવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment