Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંબાણી સાથે જામનગરમાં મુલાકાત કરશે અમેરિકી મંત્રી:ટેક્સાસ રિફાઇનરીમાં રિલાયન્સના રોકાણ અંગે ચર્ચા શક્ય; અદાણી સાથે પણ મુલાકાત નક્કી

    7 hours ago

    અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો આગામી અઠવાડિયે બે દિવસની ભારત મુલાકાતે આવી રહ્યા છે. પોતાની આ મુલાકાત દરમિયાન તેઓ ગુજરાતમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રિફાઇનરી કોમ્પ્લેક્સમાં લગભગ 9 કલાક વિતાવશે. અહીં તેઓ રિલાયન્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી સાથે પણ મુલાકાત કરશે. મીડિયા અહેવાલો અનુસાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અમેરિકાના ટેક્સાસમાં આવેલી એક ઓઇલ રિફાઇનરીમાં મોટું રોકાણ કરવાની તૈયારીમાં છે. આ જ કારણસર આ મુલાકાતને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. 20 ઓક્ટોબરે મુંબઈ આવશે રુબિયો રુબિયોના નિર્ધારિત કાર્યક્રમ મુજબ, તેઓ 20 ઓક્ટોબરે સૌથી પહેલાં મુંબઈ પહોંચશે. 21 ઓક્ટોબરે તેઓ જામનગર માટે રવાના થશે. ત્યાં તેઓ મુકેશ અંબાણી સાથે મુલાકાત કરશે અને રિફાઇનરી કોમ્પ્લેક્સની મુલાકાત લેવા ઉપરાંત 'વનતારા' વાઇલ્ડલાઇફ એન્ડ એનિમલ રિહેબિલિટેશન સેન્ટરની પણ મુલાકાત લઈ શકે છે. અદાણી અને ટાટા ગ્રુપના ચેરમેન સાથે પણ કરશે મુલાકાત ગુજરાતથી નીકળતા પહેલાં અમેરિકાના વિદેશ મંત્રીની ભારતના અન્ય મોટા ઉદ્યોગપતિઓ સાથે પણ મુલાકાત થવાની છે. તેઓ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને ટાટા ગ્રુપના ચેરમેન એન. ચંદ્રશેખરન સાથે પણ વાતચીત કરશે. આ દરમિયાન બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણ વધારવા અંગે ચર્ચા થશે. રૂબિયોની જામનગર મુલાકાતને 5 મુદ્દામાં સમજો 1. અમેરિકામાં ડીઝલના ભાવ આસમાને, ચૂંટણી પહેલાં દબાણ અમેરિકામાં આગામી નવેમ્બરમાં મધ્યસત્ર ચૂંટણી યોજાવાની છે અને ત્યાં ડીઝલના ભાવ ખૂબ વધી ગયા છે. વ્યૂહાત્મક ફર્મ 'ટેનેઓ'ના દક્ષિણ એશિયા સલાહકાર અર્પિત ચતુર્વેદીના જણાવ્યા મુજબ, ટ્રમ્પ પ્રશાસન કોઈપણ રીતે બજારમાં ઈંધણનો પુરવઠો વધારવા માગે છે, જેથી ભાવ ઘટી શકે. 2. જામનગર રિફાઈનરી અમેરિકાનો સહારો બની શકે ગુજરાતના જામનગરમાં આવેલી રિલાયન્સની રિફાઇનરીમાંથી મોટા પાયે વિદેશોમાં પેટ્રોલ-ડીઝલની નિકાસ કરવામાં આવે છે. અર્પિત ચતુર્વેદીનું કહેવું છે કે જામનગરની આ જ નિકાસ ક્ષમતા અમેરિકા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. અમેરિકા ત્યાંથી ડીઝલ જેવા રિફાઇન્ડ પ્રોડક્ટ્સ ખરીદવાનો વિકલ્પ જોઈ રહ્યું છે. 3. મુકેશ અંબાણી અને ટ્રમ્પ પ્રશાસનના મજબૂત સંબંધો આ જ વર્ષે માર્ચમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં છેલ્લા 50 વર્ષમાં શરૂ થયેલા પ્રથમ નવા રિફાઇનરી પ્રોજેક્ટમાં રિલાયન્સના રોકાણ બદલ આભાર માન્યો હતો. બીજી તરફ, અમેરિકા બહાર રિલાયન્સ વેનેઝુએલામાંથી કાચું તેલ ખરીદતી બીજી સૌથી મોટી કંપની પણ બની ગઈ છે. 4. ટેક્સાસમાં નવી રિફાઇનરી અને મિડટર્મ ચૂંટણીનું કનેક્શન વોશિંગ્ટનની કન્સલ્ટિંગ ફર્મ 'DGA ઑલબ્રાઇટ સ્ટોનબ્રિજ ગ્રુપ'ના પાર્ટનર આત્મન ત્રિવેદીના અનુસાર, રૂબિયો પોતાની આ મુલાકાત દ્વારા ટેક્સાસમાં રિલાયન્સની નવી અને મોટી રિફાઇનરીની યોજનાને હાઇલાઇટ કરશે. ટેક્સાસ હાલમાં અમેરિકાની મિડટર્મ ચૂંટણીની રાજનીતિનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. 5. જામનગરમાં છે દુનિયાની સૌથી મોટી રિફાઇનરી રિલાયન્સ મુજબ, જામનગર રિફાઇનરી એક જ સ્થળે બનેલી દુનિયાની સૌથી મોટી અને આધુનિક રિફાઇનરી છે. અહીં દરરોજ 14 લાખ બેરલ ક્રૂડ ઓઇલને પ્રોસેસ કરવાની ક્ષમતા છે.
    Click here to Read More
    Previous Article
    Gwalior हादसे पर PM Modi-CM Mohan Yadav ने किया मुआवजे का एलान | Sheetla Mata Temple Truck Accident
    Next Article
    અમદુપુરામાં ગાળાગાળી બાબતે બે જૂથ વચ્ચે પથ્થરમારો:રિક્ષામાં બેસી ગાળો બોલતા શખસોને મહિલાએ ઠપકો આપતાં મામલો બીચક્યો, બે વ્યક્તિ ઇજાગ્રસ્ત

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment