Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલી જિલ્લા સંકલન બેઠકમાં જનપ્રશ્નોના ઉકેલ માટે કલેક્ટરની તાકીદ:એસ.ટી. બસ સ્ટોપેજ, ખેડૂતોને રોકડ અને ગેસની ‎સમસ્યાઓ મુદ્દે જરૂરી કાર્યવાહી કરો : કલેકટર‎

    14 hours ago

    અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજની હાજરીમાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબહેન ચોડવડિયા તથા ધારાસભ્યો મહેશભાઈ કસવાલા અને જે.વી. કાકડિયાની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં વિવિધ જનપ્રશ્નો અંગે ચર્ચા કરી તેના ઉકેલ માટે સૂચનાઓ આપવામાં આવી હતી. સાવરકુંડલા તાલુકાનાં પાંચ ગામના નાગરિકોની સુવિધા માટે સીમરણવાડી ખાતે એસ.ટી. એક્સપ્રેસ બસને સ્ટોપેજ આપવાની માંગણીનું હકારાત્મક નિરાકરણ આવ્યું હતું. માર્કેટિંગ યાર્ડના ખેડૂતોને બેંકમાંથી પૂરતી રોકડ મળી રહે તે માટે લીડ બેંક મેનેજરને કાર્યવાહી કરવા અને સાવરકુંડલામાં ગેસની સમસ્યા દૂર કરવા નવી ગેસ એજન્સી શરૂ કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવા સૂચના અપાઈ હતી. બગસરા તાલુકાની ગૌચર જમીનમાંથી ગાંડાબાવળ દૂર કરવા તથા ધારી તાલુકાના જંગલ માર્ગે બંધ થયેલા એસ.ટી. રૂટ ફરી શરૂ કરવા સમીક્ષા કરવાની સૂચના આપવામાં આવી હતી. કલેક્ટરે તમામ વિભાગોના અધિકારીઓને પરસ્પર સંકલનથી નાગરિકોના પ્રશ્નોનો સમયસર ઉકેલ લાવવા ભારપૂર્વક જણાવ્યું હતું. બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત પણ રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સન્ડે ફોટો સ્ટોરી:લુવારીયા-અંટાળીયાના નવા રાજા અર્જુનનું સામ્રાજ્ય
    Next Article
    CJPએ કહ્યું- સૌરભ અને આશુતોષને મુક્ત કરવામાં આવે:સ્પેશિયલ કોર્ટ આજે નિર્ણય આપશે; 5 દિવસ પહેલાં જંતર-મંતર પરથી પકડાયા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment