Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:'ધ વિલોઝ સોસાયટી' ખાતે નવરાત્રીની ધામધૂમથી ઉજવણી, સોસાયટીના સભ્યોએ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી

    13 hours ago

    અમદાવાદમાં શક્તિની આરાધનાના પર્વ નવરાત્રીનો માહોલસભર ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે હાથીજણ વિસ્તારમાં લાલ ગેબી સર્કલ પાસે આવેલી 'ધ વિલોઝ સોસાયટી' ખાતે નવરાત્રીની અદભુત અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સોસાયટીના પ્રાંગણમાં આયોજિત આ ભક્તિસભર માહોલમાં સોસાયટીના તમામ સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નાના બાળકોથી લઈને વડીલો સુધીના સૌ કોઈ સભ્યો પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. સોસાયટીના અગ્રણીઓના જણાવ્યા મુજબ, આ પ્રકારના આયોજનોથી સોસાયટીમાં પરસ્પર પ્રેમ, ભાઈચારો અને સામાજિક એકતાની ભાવના મજબૂત બને છે. માતાજીની આરતી અને ગરબાના તાલ સાથે સમગ્ર સોસાયટીમાં ઉત્સવનું દિવ્ય વાતાવરણ છવાઈ ગયું હતું.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં નવલખી ગ્રાઉન્ડ 60 હજાર ખેલૈયાથી ખીચોખીચ, VIDEO:જ્યોતિ રંધાવાના સૂરે સુરતી ગર્લ પરી બની, અમદાવાદમાં 'ધુરંધર' સ્વેગ સાથે ગરબાની રમઝટ
    Next Article
    સુરતીઓને ટક્કર મારે તેવા વિદેશી 'ભૂરિયા'ના ગરબા:જ્યોતિ વાધવાના સૂરે યુવતીઓ 'પરી' બની, અમદાવાદમાં 'ધુરંધર' સ્વેગ સાથે ખેલૈયાઓએ મન મોહી લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment