Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એકતાનગરમાં મુખ્યમંત્રીએ પ્રવાસીઓ સાથે સેલ્ફી લીધી:એકતા પ્રકાશ પર્વના ઉદ્ઘાટન બાદ આત્મીય મુલાકાત; વારાણસીની સ્વાતીનો જન્મદિવસ બન્યો યાદગાર

    10 hours ago

    એકતાનગર ખાતે એકતા પ્રકાશ પર્વ-૨૦૨૬ના ઉદ્ઘાટન પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રવાસીઓ સાથે હળવો સંવાદ કર્યો હતો. તેમના આ સહજ સંવાદથી પ્રવાસીઓમાં આનંદ અને ઉત્સાહ છવાઈ ગયો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવેલા દેશના અલગ-અલગ રાજ્યોના પ્રવાસીઓએ મુખ્યમંત્રી સાથે સેલ્ફી લેવાની ઈચ્છા બતાવી. મુખ્યમંત્રીએ તેમનો આગ્રહ માન્ય રાખીને તેમની સાથે મુલાકાત કરી અને સેલ્ફી પણ લીધી. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના વારાણસીથી આવેલા સ્વાતી શ્રીવાસ્તવ માટે આ દિવસ ખાસ બની ગયો. તેમનો જન્મદિવસ હોવાથી મુખ્યમંત્રી સાથે સેલ્ફી લેવાની તક તેમના માટે યાદગાર ભેટ બની. સ્વાતીએ ખુશી વ્યક્ત કરી આભાર માન્યો હતો. આ સંવાદમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત ઘણા રાજ્યોના પ્રવાસીઓ જોડાયા હતા. એકતા પ્રકાશ પર્વના ઉદ્ઘાટન પ્રસંગે આ મુલાકાતથી ઉત્સવની ખુશી વધી અને પ્રવાસીઓ માટે એકતાનગરની મુલાકાત યાદગાર બની રહી.
    Click here to Read More
    Previous Article
    'વારી જાઉં રે સુંદર શ્યામ તમારા લટકાને..':વીકએન્ડમાં અમદાવાદ, સુરત સહિત મહાનગરોમાં ખેલૈયાઓ લડી લેવાના મૂડમાં, વડોદરામાં LVP જવાના રોડ પર ટ્રાફિકજામ
    Next Article
    વરસાદના કારણે ભારત-વેસ્ટ ઇન્ડીઝ પાંચમી T20 રદ:સિરીઝ 2-2થી બરાબર; 4 વર્ષ પછી ઘરઆંગણે સિરીઝ ન જીતી શકી ટીમ ઈન્ડિયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment