Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરના સનફાર્મા રોડ પર એક્ટિવા-કાર વચ્ચે ટક્કર:અકસ્માત બાદ એક્ટિવાની ડેકીમાંથી દારૂની બોટલ મળી, ચાલક ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયો

    8 hours ago

    વડોદરા શહેરના સનફાર્મા રોડ પર એક્ટિવા અને કાર વચ્ચે ગત મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. એક્ટિવા ચાલકે કાર સાથે જોરદાર ટક્કર મારતાં તે ફોર વ્હીલરમાં ઘૂસી ગયો હતો. અકસ્માતમાં એક્ટિવા ચાલકને ઈજા પહોંચતાં તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. એક્ટિવા ચાલકે કારને જોરદાર ટક્કર મારી શહેરના સનફાર્મા રોડ પર એક્ટિવા ચાલકે કાર સાથે જોરદાર ટક્કર મારતાં તે ફોર વ્હીલરમાં ઘૂસી ગયો હતો. અકસ્માતમાં એક્ટિવા ચાલકને ઈજા પહોંચતાં તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની જાણ થતાં 112 પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. એક્ટિવાની ડેકીમાંથી દારૂની બોટલ મળી પોલીસે એક્ટિવાની તપાસ કરતા ડીકીમાંથી વોડકાની બે બોટલો અને રૂા.900 રોકડા મળી આવ્યાં હતાં. અકસ્માત બાદ એક્ટિવાની ડીકીમાંથી દારૂની બોટલો મળી આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અકસ્માતની તપાસ દરમિયાન મળેલી બોટલોને લઈને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે. જોકે, એક્ટિવા ચાલકે દારૂનું સેવન કર્યું હતું કે નહીં અને બોટલો ક્યાંથી લાવવામાં આવી હતી તે અંગેની વિગતો તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
    Click here to Read More
    Previous Article
    દીપકની ગઈકાલે અટકાયત, આજે સવારે ધરપકડ અને સાંજે જામીન:SIR વિરુદ્ધ કોંગ્રેસની 1 નવેમ્બરે રામલીલા ગ્રાઉન્ડમાં રેલી, પોલીસ પાસેથી મંજૂરી મળી
    Next Article
    'વિધર્મીઓને તમારી બેન-દીકરીઓ સાથે ગરબે રમાડો':આદિત્ય ગઢવી-હાર્દિક દવે પર કાજલ હિન્દુસ્તાની બગડી, ભરૂચની સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 શ્રમિકોનાં મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment