Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીના ગોર ખીજડીયામાં મિશન મધમાખી સેમિનાર યોજાયો:પરાગનયન અને મધમાખી પાલનથી ખેડૂતોની આવક વધારવા માર્ગદર્શન અપાયું

    8 hours ago

    મોરબીના ગોર ખીજડીયા ગામે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં "મિશન મધમાખી" કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાગાયતી પાકોમાં પરાગનયનને પ્રોત્સાહન આપવાનો અને મધમાખી પાલનને વ્યવસાય તરીકે વિકસાવવાનો હતો. ખેડૂતોને મધમાખી પાલનની વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિશે માહિતી અપાઈ હતી. તેમાં મધપૂડાનું વ્યવસ્થાપન અને મધ ઉત્પાદન જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આનાથી ખેડૂતો આર્થિક રીતે સક્ષમ બની શકે છે. પરાગનયન દ્વારા ફળો, શાકભાજી અને અન્ય બાગાયતી પાકોમાં ફળધારણ, ઉત્પાદન અને ગુણવત્તા સુધારવા અંગે માર્ગદર્શન અપાયું. વધુ આવકના સ્ત્રોત કેવી રીતે મેળવવા તે પણ સમજાવવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મોરબી નાયબ બાગાયત નિયામક કચેરીના અધિકારીઓ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો હાજર રહ્યા હતા. તેમણે ખેડૂતોને નવા ઉત્સાહ સાથે મધમાખી ઉછેર કેન્દ્ર વિકસાવવા પ્રોત્સાહન આપ્યું.
    Click here to Read More
    Previous Article
    'વિધર્મીઓને તમારી બેન-દીકરીઓ સાથે રમાડો':આદિત્ય ગઢવી-હાર્દિક દવે પર કાજલ હિન્દુસ્તાની બગડી, ભરૂચની સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 શ્રમિકોનાં મોત
    Next Article
    રાજકોટ એરપોર્ટ પર મોબાઈલ નેટવર્કની સમસ્યા:કલેકટરની સંકલન બેઠક: આટકોટ-ગોંડલ સ્ટેટ હાઈવે બિસ્માર, કુવાડવામાં સાયન્સ સ્કૂલ માટે બિલ્ડીંગની ડિમાન્ડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment