Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં મચ્છરજન્ય રોગ નિયંત્રણ માટે મનપાએ સઘન કામગીરી કરી:ઘર-ઘર સર્વે, દવા છંટકાવ અને નવરાત્રિને ધ્યાને રાખી ફોગિંગ કરાયું

    2 days ago

    મોરબી મહાનગરપાલિકાની મેલેરિયા શાખાએ શહેરમાં મચ્છરજન્ય રોગોને રોકવા સઘન કામગીરી કરી. રોહીદાસપરા, રણછોડનગર, અમૃતપાર્ક, વજેપર, મતવાવાસ જેવા વિસ્તારોમાં ઘરે-ઘરે જઈને પાણી ભરેલા વાસણોની તપાસ કરાઈ. મચ્છર ઉત્પત્તિસ્થાનોનો નાશ કરી પોરાનાશક કામગીરી કરાઈ. આ ઉપરાંત, રવાપર તળાવ અને મચ્છુ નદી વિસ્તારમાં દવાનો છંટકાવ કરાયો. સમયગેટ પાસે, રબારીવાસ, એવન્યુ પાર્ક, પંચાસર રોડ જેવા વોકળા અને પાણી ભરાવાની શક્યતાવાળા વિસ્તારોમાં પણ મચ્છરનાશક દવાનો છંટકાવ કરાયો. નવરાત્રિને ધ્યાને રાખી સાંજે ઘણા વિસ્તારોમાં ફોગિંગ પણ કરાયું. મનપાના આરોગ્ય વિભાગે લોકોને મચ્છરજન્ય રોગોથી બચવા કાળજી રાખવા અપીલ કરી. પાણીના વાસણો ઢાંકવા, પક્ષીકુંડ સાફ કરવા, ભરાયેલું પાણી હટાવવા, સાંજે બારી-બારણા બંધ રાખવા અને મચ્છરદાની વાપરવા સૂચવાયું. તાવના લક્ષણો જણાય તો તરત આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી તપાસ અને સારવાર કરાવવા અપીલ કરાઈ.
    Click here to Read More
    Previous Article
    રિલાયન્સ દ્વારા 6,000થી વધુ કન્યાઓને નવરાત્રી નિમિત્તે લહાણી અપાઈ:ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ 35 ગામોના 95 ગરબી મંડળોમાં આયોજન
    Next Article
    Abhijeet Dipke Released After Signing 'Peace Bond' On Court Orders

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment