Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગરબે ઘૂમીને મોંઘા ચણીયા-ચોળી પાછા મોકલી દીધા!:નવરાત્રિમાં ઓનલાઇન ઓર્ડર રિટર્ન કરવાનો ટ્રેન્ડ ચર્ચામાં, ડિલિવરી બોય્ઝ પણ માથું ખંજવાળતા હસી પડ્યા

    1 day ago

    નવરાત્રિના નવ દિવસો દરમિયાન ખેલૈયાઓમાં ટ્રેડિશનલ આઉટફિટ્સ પહેરીને ગરબે ઘૂમવાનો જે ક્રેઝ હતો, તેવો જ એક ચોંકાવનારો ક્રેઝ હવે તહેવાર પત્યા પછી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. ગરબા અને દાંડિયા નાઇટ્સ પૂર્ણ થતાં જ અગ્રણી ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર ચણિયા-ચોળી, લહેંગા અને કુર્તા જેવા ફેસ્ટિવ વિયર રિટર્ન કરવાની હોડ લાગી છે. હાલ ઇન્ટરનેટ પર એક વીડિયો ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે, જેમાં ડિલિવરી એજન્ટ્સ પોતાના વાહનો અને વેરહાઉસમાં રિટર્ન આવેલા કપડાંના ઢગલા બતાવી રહ્યા છે. ડિલિવરી બોય્ઝ પણ હસી પડ્યા, વીડિયો જોઈ યુઝર્સ ભડક્યા એક્સ (અગાઉ ટ્વિટર) પર @Nishantchant નામના હેન્ડલ પરથી શેર કરાયેલા આ વીડિયોમાં એક ડિલિવરી બોય હસતાં હસતાં કહી રહ્યો છે કે, "દાંડિયા પૂરા થયા નથી કે રિટર્નનું પૂર આવ્યું નથી." વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકો આને ‘શેમલેસ જનરેશન’ ગણાવી રહ્યા છે. ઘણા નેટિઝન્સ કહી રહ્યા છે કે લોકો મોંઘાદાટ આઉટફિટ્સ ઓર્ડર કરીને માત્ર એક-બે દિવસ ફોટા પડાવા કે ગરબા રમવા પૂરતા પહેરે છે અને ટેગ સાચવી રાખીને તુરંત રિટર્ન કરી દે છે. ફેશન અને શોપિંગની દુનિયામાં આ પ્રકારના ટ્રેન્ડને ‘વોર્ડરોબિંગ’ (Wardrobing) તરીકે ઓળખવામાં આવે છે. જોકે ભાસ્કર આ વાઇરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું. ઈઝી રિટર્ન પોલિસીનો ફાયદો કે સિસ્ટમનો ગેરઉપયોગ? નવરાત્રિ દરમિયાન ચણિયા-ચોળી અને ડિઝાઈનર લહેંગાના ભાવ આસમાને પહોંચી જતા હોય છે. આવા સમયે ઓનલાઇન પ્લેટફોર્મ્સની સરળ રિટર્ન પોલિસીનો લાભ ઉઠાવીને કેટલાક ગ્રાહકો મનપસંદ ડિઝાઈન પહેરી લે છે અને પછી રિટર્ન વિન્ડો બંધ થાય તે પહેલાં પાર્સલ પાછું મોકલી દે છે. સામાન્ય દિવસોમાં પણ ફેશન કેટેગરીમાં રિટર્ન રેટ 20થી 40 ટકા રહેતો હોય છે, પરંતુ નવરાત્રિ જેવા મોટા ઉત્સવો પછી આ આંકડો અચાનક ઊછળી જાય છે. કંપનીઓ માટે મોટો આર્થિક ફટકો, ભાડે લેવાની સલાહ આ ટ્રેન્ડે ઈ-કોમર્સ કંપનીઓ અને લોજિસ્ટિક્સ પાર્ટનર્સની મુશ્કેલીઓ વધારી દીધી છે. એક પ્રોડક્ટ રિટર્ન થાય ત્યારે તેના શિપિંગ, ઇન્સ્પેક્શન, રી-પેકેજિંગ અને ઘણીવાર વપરાયેલા કપડાંને લીધે પ્રોડક્ટની ગુણવત્તા બગડવાથી મોટું નુકસાન થાય છે. હવે કંપનીઓ ટેગિંગ સિસ્ટમ કડક કરવા અને રિટર્ન પોલિસીના નિયમો વધુ મજબૂત કરવા પર વિચાર કરી રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે, માત્ર એક દિવસના શોખ માટે ઓનલાઇન કંપનીઓ પર બોજ નાખવા કરતાં સ્થાનિક સ્તરે ઉપલબ્ધ રેન્ટલ શોપ્સમાંથી કપડાં ભાડે લેવા એ વધુ સસ્તો, યોગ્ય અને ટકાઉ વિકલ્પ છે.
    Click here to Read More
    Previous Article
    Rohan Bopanna Left Out of AITA SOM Roster Over Retirement Rule
    Next Article
    રિલાયન્સ દ્વારા 6,000થી વધુ કન્યાઓને નવરાત્રી નિમિત્તે લહાણી અપાઈ:ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ 35 ગામોના 95 ગરબી મંડળોમાં આયોજન

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment