Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં અન્નપૂર્ણા ખોડલધામ મંદિર વિવાદ:રાજકોટ ખોડલધામના ચેરમેનના પુત્રએ કહ્યું - દોઢ કરોડની વસ્તી ધરાવતા સમાજને કોઈ અલગ નહીં કરી શકે, નોકજોક તો પરિવારમાં પણ થતી હોય

    7 hours ago

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સાત મહાનુભાવોને મહાત્મા ગાંધી એવોર્ડ એનાયત કરાયા જેમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલને આ સન્માન અપાયું આ દરમિયાન એવોર્ડ સ્વીકારવા પહોંચેલા તેમના પુત્ર શિવરાજ પટેલે સુરતમાં અન્નપૂર્ણા ખોડલધામના નવા મંદિર બાબતે નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે સુરત અને દક્ષિણ ગુજરાતના લેઉવા પાટીદારોને કાગવડ દૂર બનતું હોવાથી નવા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. જ્યારે નરેશભાઈ ટાઉન ટુ અર્થ માણસ હોવાથી તેમનું કદ નાનું કરવાની વાત નથી. જ્યારે નવા મંદિરના વિવાદ બાબતે જણાવ્યું કે નાની મોટી નોકજોક તો પરિવાર, પાર્ટી અને દેશમાં પણ થતી હોય છે તો આ તો દોઢ કરોડની વસ્તી ધરાવતો લેઉવા પાટીદાર સમાજ છે. જોકે નવું મંદિર બનવાથી સમાજના બે ભાગ પડશે તેવી વાતને નકારી હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સાત મહાનુભવોને મહાત્મા ગાંધી એવોર્ડ આપવામાં આવ્યા છે. જેમાં સામાજિક ક્ષેત્રે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, ઉમિયા સિદસર ધામના ચેરમેન મૌલેશ ઉકાણી, ઉદ્યોગ ક્ષેત્રે દાતા રામભાઈ મોકરીયા, સેવાકીય સંસ્થા તરીકે નિયો ફાઉન્ડેશન, સહકાર ક્ષેત્રે દિનેશ પાઠક, નારી રત્ન તરીકે ઇન્દિરાબેન શિંગાળા, કલા ક્ષેત્રે તેજસ શિશાંગીયા સહિતનાઓને એવોર્ડ આપવામાં આવ્યો છે. આ તકે ખોડલધામના ચેરમેન નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલે સુરતમાં અન્નપૂર્ણા ખોડલધામના નિર્માણ મામલે જણાવ્યું હતું કે, સુરત ખાતે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા એક બીજું ખોડલધામ મંદિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ટ્રસ્ટ કદાચ એક જ રહેવાનું છે. મંદિર બીજું બનતું હોય તો મારા હિસાબથી એ બહુ જ સારી વસ્તુ છે. હું ટ્રસ્ટનો મેમ્બર નથી એટલે મને બહુ ડીટેલમાં ખ્યાલ નથી. સુરત કે સાઉથ ગુજરાતમાં લેઉવા પટેલઓની વસ્તી ખૂબ જ મોટી છે ત્યારે તેઓને કાગવડ એ ખૂબ દૂર પડે એટલે જો એક બીજું મંદિર બનતું હોય તો એ ખૂબ સારી વાત છે. જ્યારે નરેશભાઈનું કદ નાનું કરવા બાબતે પૂછવામાં આવતા જણાવ્યું હતું કે, એવું કરવું હોત તો ઘણા ઘણા એવા મોકા મળ્યા છે. નરેશભાઈ ખૂબ જ ડાઉન ટુ અર્થ માણસ છે, જમીનથી જોડાયેલા છે. એમને સમાજ સેવા સિવાય બીજું કંઈ કરવું નથી. રાજકારણનો જવાબ એમને બધાયને આપી દીધો છે એટલે એવો કોઈ હેતુ નથી. વધુમાં જણાવ્યું હતું કે, મને હમણાં જ એક પત્રકાર મિત્રએ પૂછ્યું કે ભાઈ આ વાદ-વિવાદ કરવાના. વાદ-વિવાદ મેં કીધું ક્યાં નથી? આખા દેશમાં છે, પાર્ટીઓમાં છે, સમાજમાં હોય બધે હોય એટલે આપણે સારું કામ કરવાનું અને વાદ-વિવાદ થાય કે ન થાય. તેમણે જણાવ્યું કે, લેઉવા પટેલ સમાજના ભાગલા બાબતે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, લેઉવા પટેલ સમાજ બહુ મોટો છે. ભોળો સમાજ છે પણ એક રીતના એ સ્માર્ટ પણ છે. એને કોઈ અલગ કરવાની કોશિશ કરશે તો અલગ નહીં થાય. સમાજમાં ઘણા બધા આગેવાનો આવતા હોય છે. બધાયને એક રહીને ભેગું રહેવાનું કામ છે. નાની-મોટી નોકજોક બધા જ પરિવારોમાં થતી હોય છે તો લેઉવા પટેલ સમાજ તો દોઢ કરોડની વસ્તીનો સમાજ છે. જ્યારે આ બધું કોણ કરાવતું હશે તે બાબતે પૂછતા તેણે જણાવ્યું કે એ મારો સબ્જેક્ટ નથી, મારું કામ ધંધો કરવાનું છે. હું ખોડલધામનો મેમ્બર નથી. નરેશભાઈનો સેવક છું. એના હેતુ ઉપરથી હું જવાબ આપી રહ્યો છું. બસ આગળ મને સમાજમાં કઈ બીજી ક્લેરીફિકેશન જોતી હોય તો. જ્યારે સિદસર ઉમિયાધામના પ્રમુખ અને કડવા પાટીદાર અગ્રણી મૌલેશ ઉકાણીને સુરત પાસે ખોડલધામ મંદિર બનાવવા મામલે પૂછતા તેમણે જણાવ્યું હતું કે, સુરત ખાતે નવું ખોડલધામ મંદિર બનવાથી અસર થશે નહીં. મંદિર માતાજીનું છે અને માતાજી પ્રત્યે સર્વેને આદર માન હોય છે. જે થતું હોય તે સારું થતું હોય છે.
    Click here to Read More
    Previous Article
    આદિત્ય ગઢવી-હાર્દિક દવેના ગરબા વિવાદમાં કાજલ હિન્દુસ્તાની કૂદી પડી:'લઘુમતીઓને ઘરે બોલાવી તમારી બહેન-દીકરીઓ સાથે રમાડો, ભજન બંધ કરી કવાલી શરૂ કરી દો'
    Next Article
    क्या हाथ में दो विवाह रेखा होने पर होती हैं दो शादियां? जानें हस्तरेखा शास्त्र की मान्यता

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment