Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'છેલ્લા સમયમાં પપ્પા એકલા નહોતા':પારિવારિક મતભેદ અંગે નાના પાટેકરના દીકરાની સ્પષ્ટતા, કહ્યું- 'સો. મીડિયા પર ફોટો પોસ્ટ ન કરવાનો અર્થ મતભેદ નથી'

    2 days ago

    બોલિવૂડના દિગ્ગજ એક્ટર નાના પાટેકરનું 8 ઑક્ટોબર 2026ના રોજ ગોવામાં 75 વર્ષની ઉંમરે હાર્ટ એટેકને કારણે નિધન થયું. નિધન બાદથી જ તેમના અને તેમની પત્નીના સંબંધોમાં અણબનાવ હોવાની અટકળો લગાવવામાં આવી રહી છે. સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, નાના પાટેકર પોતાના અંતિમ દિવસોમાં ખૂબ જ એકલા હતા. સોશિયલ મીડિયા પર ચાલી રહેલા આ અહેવાલો પર હવે નાના પાટેકરના દીકરા મલ્હાર ભડકી ઊઠ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, આ અહેવાલો પાયાવિહોણા છે. મલ્હારે એ પણ જણાવ્યું છે કે, નાના પાટેકર સ્વસ્થ હતા અને પરિવારના લોકો પણ તેમની સાથે હતા. હિંદુસ્તાન ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં મલ્હારે પારિવારિક મતભેદો અંગે કહ્યું, ‘ઘણું બધું વાયરલ થઈ રહ્યું છે, જે ખૂબ જ ખોટું છે. માત્ર એટલા માટે કે અમે ઇન્સ્ટાગ્રામ પર પરિવારના ફોટો શેર કરતા નથી, તેનો અર્થ એ નથી કે અમારી વચ્ચે કોઈ જોડાણ નથી. અલગ થયા પછી પણ મારા માતા-પિતાના સંબંધો સારા હતા. તેઓ 38-39 વર્ષથી સાથે હતા અને વસ્તુઓ બહારથી જેવી દેખાય છે, હંમેશાં તેવી હોતી નથી.’ મલ્હારે આગળ કહ્યું, ‘મેં જે વાંચ્યું તેનો જવાબ એ છે કે તેઓ (નાના પાટેકર) ક્યારેય એકલા નહોતા. ક્યારેય પણ નહીં. અને તેમની તબિયત પણ ખરાબ નહોતી. અમારામાંથી હંમેશાં કોઈ ને કોઈ તેમની સાથે રહેતું હતું. તેઓ જિમમાં અઢી કલાક વર્કઆઉટ કરતા હતા. આજના યુવાનો પણ આવું કરી શકતા નથી. તેમનું ફિટનેસ લેવલ અલગ જ હતું.’ મલ્હારે એ પણ જણાવ્યું છે કે ભલે તેમના માતા-પિતા વર્ષોથી અલગ રહેતા હતા, પરંતુ તેમની વચ્ચે હંમેશાં ભાવનાત્મક જોડાણ રહ્યું હતું. છેલ્લા સમય સુધી નાના પાટેકર સાથે હતો ભત્રીજો મલ્હારે જણાવ્યું છે કે, જ્યારે નાના પાટેકર ગોવામાં હતા, ત્યારે તેમનો પિતરાઈ ભાઈ પ્રસાદ તેમની સાથે હતો. પ્રસાદ તેમની તમામ મીટિંગ્સ મેનેજ કરતા હતા. નાના પાટેકર માધુરી દીક્ષિત સાથે કેબીસી મરાઠીનું શૂટિંગ કરવાના હતા, જેના માટે તેમણે પ્રસાદને મુંબઈ મોકલી દીધા હતા. તે સમયે તેમના કઝિન અમય નાના પાટેકર સાથે હતા. નિધનના થોડા કલાકો પહેલાં સુધી અમય તેમની સાથે હતા. જ્યારે નાના પાટેકર ઘરના ઉપરના રૂમમાં આરામ કરવા ગયા, ત્યારે અમય પોતાના ઘરે જતા રહ્યા. જ્યારે નાના પાટેકરને બેચેની અનુભવાઈ, ત્યારે તેમણે પહેલાં અમયને મેસેજ કર્યો અને પછી ફોન કર્યો. પરંતુ અમય પહોંચ્યા ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. મલ્હારે એ પણ જણાવ્યું છે કે, સવારે 5 વાગ્યે તેમનાં માતાએ ફોન કરીને પિતાના નિધનના સમાચાર આપ્યા. તે સમયે તેઓ પુણેમાં હતા. માતા સાથે વાત કર્યા પછી મલ્હારને એવું લાગ્યું, જાણે તેમની દુનિયા થંભી ગઈ હોય. તનુશ્રી દત્તાના નિવેદનો પર પણ ભડક્યો વર્ષો પહેલાં નાના પાટેકર પર મીટૂનો આરોપ લગાવનાર તનુશ્રી દત્તાએ એક્ટરના નિધનના સમાચાર આવ્યા પછી અનેક વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. હવે એક્ટરના દીકરા મલ્હારે આ અંગે પણ પ્રતિક્રિયા આપી છે. મલ્હાર પાટેકરે કહ્યું કે, 'કેટલાક લોકો જે વિવાદને ફરીથી ઉઠાવી રહ્યા છે, તેની કાનૂની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે.' મલ્હારે કહ્યું, 'કોઈનું નામ લીધા વગર હું કહેવા માગું છું કે, ‘જે કેસને લોકો કારણ વગર સામે લાવી રહ્યા છે, તે સમાપ્ત થઈ ચૂક્યો છે. ન્યાયતંત્ર તરફથી બધું સ્પષ્ટ થઈ ચૂક્યું છે. તેમ છતાં લોકો બોલી રહ્યા છે. આવા લોકોને હું કંઈ નહીં કહું. જે સત્ય છે, તે જ રહેશે. ભગવાન તેમનું ભલું કરે.’ 'નાના પાટેકર મોતનું નાટક રચીને વિદેશ ભાગી ગયો છે':તનુશ્રી દત્તા રઘવાઈ થઈ એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ દિગ્ગજ એક્ટર નાના પાટેકરના નિધન અને તેમના અંતિમ સંસ્કારના સમય પર પ્રશ્નો ઉઠાવ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ લાઇવ દરમિયાન તનુશ્રીએ દાવો કર્યો કે, બોલિવૂડ અથવા મીડિયામાંથી કોઈપણ વ્યક્તિએ નાના પાટેકરનું પાર્થિવ શરીર જોયું નથી. તેમણે મોડી રાત્રે 11:28 વાગ્યે અંતિમ સંસ્કાર કરવામાં આવેલી ઉતાવળ સામે પણ વાંધો ઉઠાવ્યો છે. તનુશ્રીએ આરોપ લગાવ્યો છે કે, કાનૂની મામલાઓથી બચવા માટે આ નાટક રચવામાં આવ્યું હોઈ શકે છે. ઇન્સ્ટાગ્રામ લાઇવમાં અંતિમ સંસ્કાર પર ઉઠાવ્યા પ્રશ્નો તનુશ્રી દત્તાએ ઇન્સ્ટાગ્રામ લાઇવમાં કહ્યું કે, 'બોલિવૂડ અને મીડિયા સાથે જોડાયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે કોઈ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું નહોતું.' તેણે કહ્યું કે, 'હિંદુ ધર્મની પરંપરા અનુસાર સામાન્ય રીતે સૂર્યાસ્ત પછી અંતિમ સંસ્કાર કરવામાં આવતા નથી, પરંતુ નાના પાટેકરના અંતિમ સંસ્કાર 8 ઑક્ટોબરની રાત્રે 11:28 વાગ્યે પુણે નજીક આવેલા ડોન્જે ગામના ફાર્મહાઉસમાં કરવામાં આવ્યા હતા.' તનુશ્રીએ પ્રશ્ન ઉઠાવ્યો કે, 'આટલી મોડી રાત્રે અંધારામાં અંતિમ સંસ્કાર કરવાની શું ઉતાવળ હતી અને શું તેમના પરિવારે પણ તેમનો ચહેરો યોગ્ય રીતે જોયો હતો?' 'હૉસ્પિટલ લઈ જવાના વીડિયો અને ફોટો કેમ નથી' તનુશ્રીએ ઇન્સ્ટાગ્રામ લાઇવમાં હૉસ્પિટલ સાથે જોડાયેલી પ્રક્રિયાઓ પર પણ પ્રશ્ન ઉઠાવ્યા. તેણે કહ્યું કે, 'જ્યારે તેમનો અકસ્માત થયો હતો, ત્યારે પણ ફોટો અને વીડિયો સામે આવ્યા હતા' 'જોકે, નાના પાટેકરને હૉસ્પિટલ લઈ જવા, ત્યાં મૃત જાહેર કરવા અને પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યાનો એક પણ વીડિયો કે ફોટો સામે આવ્યો નથી.' તેણે દાવો કર્યો કે, 'અંતિમ સંસ્કાર દરમિયાન ચહેરો ઢાંકેલો હતો, જેના કારણે કોઈને વાસ્તવિકતા ખબર પડી નહોતી.' વિદેશમાં જીવિત હોવાનો દાવો, DNA ટેસ્ટની માંગ તનુશ્રી દત્તાએ એવો પણ દાવો કર્યો કે, 'જે શરીરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, તે નાના પાટેકરનું નહોતું.' તેણે આશંકા વ્યક્ત કરી કે, 'કાનૂની કેસો અને પોલીસ તપાસથી બચવા માટે નકલી ડેથ સર્ટિફિકેટ બનાવવામાં આવ્યું હોઈ શકે છે અને એક્ટર સિંગાપોર અથવા મલેશિયામાં હાજર હોઈ શકે છે.' મીટૂ આંદોલનથી શરૂ થયો હતો વિવાદ તનુશ્રી દત્તા અને નાના પાટેકર વચ્ચેનો વિવાદ વર્ષ 2008થી ચાલી રહ્યો છે. તનુશ્રીએ ફિલ્મ 'હૉર્ન ઓકે પ્લીઝ'ના એક ગીતના શૂટિંગ દરમિયાન નાના પાટેકર પર યૌન ઉત્પીડનના આરોપો લગાવ્યા હતા. વર્ષ 2018માં જ્યારે ભારતમાં મીટૂ (#MeToo) આંદોલન શરૂ થયું, ત્યારે આ મામલો ફરીથી ચર્ચામાં આવ્યો. તનુશ્રીના વકીલ નિતિન સતપુતેએ ઑક્ટોબર 2018માં મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં અરજી કરીને નાના પાટેકર, કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય, પ્રોડ્યુસર સામી સિદ્દીકી અને ડિરેક્ટર રાકેશ સારંગનો નાર્કો-એનાલિસિસ તથા લાઇ-ડિટેક્ટર ટેસ્ટ કરાવવાની માંગ કરી હતી. જોકે, જૂન 2019માં પોલીસે તપાસ બાદ નાના પાટેકરને ક્લીન ચિટ આપી હતી. નાના પાટેકરે આરોપો અંગે વાત કરી હતી વર્ષ 2024માં લલ્લનટોપને આપેલા એક ઇન્ટરવ્યૂમાં નાના પાટેકરને પૂછવામાં આવ્યું હતું કે, તનુશ્રીએ તેમના પર ગંભીર આરોપો લગાવ્યા ત્યારે તેમને ગુસ્સો આવ્યો હતો કે નહીં? આ અંગે નાનાએ કહ્યું હતું, “જો આ ખોટું છે, તો ગુસ્સો શા માટે આવે? હવે જે વાતો બની ગઈ છે, તેના વિશે શું બોલવું? મને ગુસ્સો આવ્યો નહોતો.” એફઆઈઆરના પ્રશ્ન પર નાનાએ કહ્યું હતું, “એ તો ઠીક છે, તેના સિવાય બીજું કંઈ પણ હોય, તેના માટે મને કોઈ તકલીફ નથી, પરંતુ અત્યારે આટલા લોકોની સામે જો કોઈ એક બાળક-બાળકી કહે કે અમે... આ વ્યક્તિએ અમારી સાથે ગેરવર્તન કર્યું છે, હવે બધાને ખબર છે ને કે શું થયું છે. કંઈ જ ખબર નથી, કંઈ થયું જ નથી, તો અમને શું ખબર પડી હોત? થયું હોત તો અમે કંઈ નિવેદન આપતા, જણાવતા. કોઈ કહે કે તમે આવું કર્યું, તો અમે શું કહીશું? અમે નથી કર્યું, આ સિવાય બીજું શું કહી શકીએ?” આ સમાચાર પણ વાંચો 'આ સાલો મરતાં મરતાં પણ મને હેરાન કરતો ગયો':નાના પાટેકરના નિધન બાદ તનુશ્રી દત્તાનો બફાટ, કહ્યું- 'એવિલ મરી ગયો, હવે મારી જિંદગી પાટે ચડશે' બોલિવૂડના દિગ્ગજ એક્ટર નાના પાટેકરનું ગુરુવારે સવારે 75 વર્ષની ઉંમરે નિધન થયું. એક તરફ તેમના નિધનથી બોલિવૂડ, સાઉથ સિનેમા અને ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે, તો બીજી તરફ નાના વિરુદ્ધ જાતીય સતામણીનો આરોપ લગાવનાર એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ તેમને ‘એવિલ’ ગણાવીને બફાટ કર્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચો...
    Click here to Read More
    Previous Article
    Brent Surges Back To $110 As Supply Relief Hopes Fade
    Next Article
    લાલકૃષ્ણ અડવાણીને છાતીમાં ઇન્ફેક્શન, અપોલો હોસ્પિટલમાં દાખલ:તબિયત સ્થિર, ICUમાં રાખવામાં આવ્યા, કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા મળવા પહોંચ્યા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment