Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપા જનરલ બોર્ડ પહેલા કોંગ્રેસનો અનોખો વિરોધ:રાજકોટ ભાજપનાં નેતાઓને લોલીપોપ આપી શાસકો સામે આકરા પ્રહારો કર્યા, વિજિલન્સ પોલીસ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે ઘર્ષણનાં દ્રશ્યો

    1 day ago

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે વિવિધ પ્રશ્નો અને મુદ્દાઓને લઈને જનરલ બોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બોર્ડની બેઠક શરૂ થાય તે પહેલાં જ કોંગ્રેસના કોર્પોરેટરોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. મનપા કચેરીના પ્રાંગણમાં કોંગ્રેસના નેતાઓ અને મહિલા કોર્પોરેટરો હાથમાં લોલીપોપ લઈને પહોંચ્યા હતા. અને ભાજપના કોર્પોરેટર નરેન્દ્રસિંહ જાડેજા, મનીષ ભટ્ટ તેમજ પૂર્વ સાંસદ રામભાઈ મોકરિયાને પણ લોલીપોપ આપવાનો પ્રયાસ કરી અનોખો વિરોધ કર્યો હતો. આ તકે કોંગી નગરસેવકોએ જણાવ્યું હતું કે, શાસકો પ્રજાને લોલીપોપ આપે છે એટલે અમે તેઓને આપવાનો પ્રયાસ કર્યો છે. આ દરમિયાન વિજિલન્સ પોલીસ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે ઘર્ષણનાં દ્રશ્યો સર્જાયા હતા. કોંગ્રેસના નગરસેવકો દ્વારા ભાજપના નેતાઓને આ રીતે લોલીપોપ આપવામાં આવતા બધા નેતાઓએ તરત જ ચાલતી પકડી હતી. બીજીતરફ બોર્ડમાં આ બાબતે કોઈ હંગામો ન થાય તે માટે વિજિલન્સ પોલીસ દ્વારા તમામ કોંગ્રેસના આગેવાનો પાસેથી લોલીપોપ છીનવી લેવામાં આવી હતી. અને ત્યારબાદ જ બધાને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ દરમિયાન કોંગ્રેસના નગરસેવકો અને વિજિલન્સ પોલીસના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણનાં દ્રશ્યો સર્જાયા હતા. કોંગ્રેસના મહિલા કોર્પોરેટર રસ્તીલાબેન ગરૈયાયએ આ તકે જણાવ્યું હતું કે, જ્યારે પણ અમે બોર્ડમાં પ્રશ્નો રજૂ કરીએ છીએ, ત્યારે સત્તાધીશો માત્ર 'થઈ જશે, થઈ જશે' એવા ગોળગોળ જવાબો આપીને માત્ર પ્રજાને લોલીપોપ ખવડાવવાનું કામ કરે છે. આજે અમે શાસકો અને અધિકારીઓને જ લોલીપોપ ખવડાવવા આવ્યા છીએ. અમે અંદર જઈને પણ આ જ પ્રકારનો વિરોધ નોંધાવીશું અને પદાધિકારીઓને લોલીપોપ આપશું. અન્ય મહિલા કોર્પોરેટર દીપતિબેન સોલંકીએ જણાવ્યું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રોજેરોજ પ્રજાના પૈસાનો ધુમાડો કરવામાં આવે છે અને જનતાના કોઈ નક્કર કામ થતા નથી. બ્રિજની બેદરકારી હોય કે જંગલેશ્વર ડિમોલિશન જેવા ગંભીર મુદ્દાઓ હોય, પ્રજા સમક્ષ તટસ્થ તપાસનો અહેવાલ રજૂ કરવાના બદલે માત્ર 'તપાસ ચાલુ છે' તેવા શબ્દોની લોલીપોપ આપવામાં આવે છે. રાજકોટની નિર્દોષ જનતાના નાણાંનો આડેધડ ધુમાડો થઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસ પક્ષ પ્રજાના હિત માટે આ ભ્રષ્ટાચાર અને બેદરકારી સામે અવાજ ઉઠાવતો રહેશે.
    Click here to Read More
    Previous Article
    કાશ્મીરના કુપવાડામાં 2 આતંકવાદીઓ ઠાર:LoC નજીક સવારે સાડા 3 વાગ્યે શરૂ થયું એન્કાઉન્ટર; કેરન સેક્ટરમાં સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન ચાલુ
    Next Article
    મહેસાણાના SBI ATMમાં શાતિર ગઠિયાઓનો ખેલ:મશીનમાં કેશ બહાર આવે છે તે જગ્યાએ કાળા રંગની પ્લાસ્ટિક પટ્ટી લગાવી, ગ્રાહકોના 51 હજારની રોકડ સેરવી લીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment