Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અલથાણ-વેસુ રોડ પર ટ્યુશન જતી સગી બહેનોને ડમ્પરે અડફેટે લીધી:ત્રણ હોસ્પિટલના ધક્કા, પગનું ઓપરેશન કરાવ્યું છતાં નેહાનો જીવ ન બચ્યો; ડમ્પર માલિકે હાથ ખંખેર્યા

    9 hours ago

    સુરતના અલથાણ-વેસુ રોડ પર કોચિંગ ક્લાસ જઈ રહેલી બે સગી બહેનોને ડમ્પરે પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલી નાની બહેન નેહા ખરવારનું સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે મોટી બહેન નિક્કી ખરવાર ઇજાગ્રસ્ત થઈ હતી. મૃતકના ભાઈ સંદીપ ખરવારે જણાવ્યું કે, બંને બહેનો મોપેડમાં પેટ્રોલ પુરાવવા માટે જઈ રહી હતી, તે સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવેલા ડમ્પરચાલકે તેમને ટક્કર મારી દીધી હતી. અકસ્માત સર્જ્યા બાદ ડ્રાઇવર વાહન સ્થળ પર જ મૂકીને નાસી છૂટ્યો હતો. પગનું ઓપરેશન કરાવ્યું છતાં નેહાનો જીવ ન બચી શક્યો અકસ્માત બાદ લોહીલુહાણ હાલતમાં બંને બહેનોને તાત્કાલિક વેસુ વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં પ્રાથમિક પાટાપીંડી કરી સ્થિતિ ગંભીર હોવાથી અન્ય હોસ્પિટલ લઈ જવા જણાવાયું હતું. ત્યારબાદ પરિવારે બંનેને નવી સિવિલ હોસ્પિટલ ખસેડી હતી, પરંતુ ત્યાં પણ સ્થિતિ નાજુક જણાતાં આખરે અપોલો હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી. ત્યાં તબીબોએ ગંભીર ઈજાના કારણે નેહાનો પગ કાપવો પડશે તેમ જણાવી તાત્કાલિક ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે, તમામ તબીબી પ્રયાસો છતાં નેહાએ દમ તોડી દીધો હતો, જ્યારે મોટી બહેન નિક્કીની હાલત હાલ સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે. ડમ્પર માલિકે હાથ ખંખેરી લીધા, પરિવારે ન્યાયની ગુહાર લગાવી ઘટના બાદ પરિવારજનોએ ડમ્પર માલિકનો સંપર્ક કરતાં માલિકે "અમારો કોઈ વાંક નથી, ડ્રાઇવર ભાગી ગયો છે તેને ક્યાંથી લાવીએ" કહી પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા હતા. આર્થિક રીતે સામાન્ય એવા આ પરિવારમાં માતા આંગણવાડીમાં કામ કરે છે અને પરિવારના સભ્ય રિક્ષા ચલાવી ગુજરાન ચલાવે છે. નિર્દોષ દીકરીના અકાળે અવસાનથી પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે. ભાઈ સંદીપ ખરવારે જણાવ્યું હતું કે તેઓ માત્ર એટલું જ ઈચ્છે છે કે ફરાર ડ્રાઇવર અને બેજવાબદાર વાહન માલિક સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને તેમના પરિવારને ન્યાય મળે.
    Click here to Read More
    Previous Article
    અજય દેવગનના બંગલા પર ચાલ્યું BMCનું બુલડોઝર:જુહૂ સ્થિત બંગલામાં ગેરકાયદે બાંધકામ તોડી પડાયું, કન્સ્ટ્રક્શન રોકવાની નોટિસ મળી હતી
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:સહજાનંદ હાર્મોનીમાં છઠના દિવસે માતાજીના ગરબાનું આયોજન, દર વર્ષની જેમ વેશભૂષામાં ભાવિક ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો, સભ્યો ખુશ જણાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment