Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તબિયતમાં સુધારો થતાં અક્ષય કુમારે ફરી શૂટિંગ શરૂ કર્યું:રાશિ ખન્ના સાથે ઋષિકેશમાં રોમેન્ટિક સીન શૂટ કર્યો, બંનેને જોવા ચાહકો ઉમટ્યાં

    2 days ago

    બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર અને સાઉથ એક્ટ્રેસ રાશિ ખન્ના ઉત્તરાખંડની યોગનગરી ઋષિકેશના સિંગટોલી પુલ પર ફિલ્મનું શૂટિંગ કરતા જોવા મળ્યા. બંને કલાકારોને જોવા માટે સ્થાનિક લોકો અને પ્રશંસકોની ભીડ ઉમટી રહી છે. ફિલ્મની યુનિટ દેહરાદૂન અને મસૂરીમાં શૂટિંગ કર્યા બાદ હવે ઋષિકેશ વિસ્તારમાં અલગ-અલગ સ્થળોએ દૃશ્યોનું શૂટિંગ કરી રહી છે. ઋષિકેશ અને આસપાસના વિસ્તારોમાં ફિલ્મનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં અક્ષય કુમાર અને રાશિ ખન્નાને સિંગટોલી પુલ પર એક દૃશ્યનું શૂટિંગ કરતા જોવા મળ્યા હતા. બોલિવૂડના કલાકારોને નજીકથી જોવા માટે લોકો શૂટિંગ સ્થળની આસપાસ પહોંચી રહ્યા છે. પ્રશંસકોમાં બંને કલાકારોની એક ઝલક મેળવવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શૂટિંગ સાથે જોડાયેલી તસવીરો- ફિલ્મમાં વિદ્યા બાલન પણ જોવા મળશે ફિલ્મનું ડિરેક્શન ડિરેક્ટર અનીસ બઝ્મી કરી રહ્યા છે. તેમાં અક્ષય કુમાર અને રાશિ ખન્ના સાથે એક્ટ્રેસ વિદ્યા બાલન પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જોકે, ફિલ્મના નામ અંગે નિર્માતાઓ તરફથી હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. અક્ષય કુમાર મંગળવારે દિલ્હીથી બાય રોડ ઉત્તરાખંડ પહોંચ્યો હતો. તેને મસૂરીમાં બે દિવસ સુધી શૂટિંગ કરવાનું હતું. પરંતુ લાઇબ્રેરી ચોક પર શૂટિંગ દરમિયાન તેની પીઠમાં ખેંચાણ આવતાં દુખાવો શરૂ થયો હતો, જેના કારણે કામ અટકાવવું પડ્યું હતું. બુધવારે સવારે તબિયત સારી ન હોવાને કારણે તે શૂટિંગ માટે પહોંચી શક્યો ન હતો. ત્યારબાદ દેહરાદૂનના રાજપુર સ્થિત એક ગેસ્ટ હાઉસમાં ડૉક્ટરોએ તેની સારવાર કરી હતી. દુખાવામાં રાહત મળ્યા બાદ અક્ષય ફરી મસૂરી પહોંચ્યો અને શૂટિંગ શરૂ કર્યું. ઉત્તરાખંડના લોકેશન પર ફિલ્મ મેકર્સની નજર ઉત્તરાખંડની કુદરતી સુંદરતા લાંબા સમયથી ફિલ્મ નિર્માતાઓને આકર્ષતી રહી છે. દેહરાદૂન, મસૂરી અને ઋષિકેશ જેવા સ્થળોએ શૂટિંગ થવાથી આ પર્યટન સ્થળોને મોટા પડદા પર ઓળખ મળવાની આશા છે. તેનાથી રાજ્યમાં પર્યટન અને ફિલ્મ શૂટિંગ સાથે જોડાયેલી પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન મળી શકે છે. અક્ષય કુમાર આ પહેલાં પણ ઉત્તરાખંડમાં શૂટિંગ કરી ચૂક્યો છે. મે 2023માં તે ફિલ્મ 'શંકરા'ના શૂટિંગ માટે રૂડકી અને આસપાસના વિસ્તારોમાં આવ્યો હતો. ફેબ્રુઆરી 2022માં તેણે મસૂરી અને દેહરાદૂનમાં ફિલ્મ 'કઠપૂતલી'નું શૂટિંગ કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ફેન ક્રિતી સેનનના પગે પડી ગયો:એક્ટ્રેસે સહજતાથી સ્થિતિ સંભાળી; અક્ષય, સુષ્મિતા સહિતના સેલેબ્સ સાથે પણ આવી પળો ચર્ચામાં રહી
    Next Article
    ગ્રેટર નોઈડામાં એક ઘરમાંથી 5 મૃતદેહો મળ્યા:પતિ-પત્ની ત્રણ બાળકો સાથે રાત્રે જમ્યા બાદ સૂઈ ગયા હતા, પરિવારે છેલ્લે નૂડલ્સ ખાધી હતી; ઝેરથી મોતની આશંકા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment