Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં ઉમિયા માતાજી મંદિરે નવરાત્રી મહોત્સવની ઉજવણી:છઠ્ઠા નોરતે બહેન-દીકરીઓની સુરક્ષા અને નારીસન્માનને અપાયું વિશેષ પ્રાધાન્ય

    7 hours ago

    હિંમતનગરમાં નવરાત્રી પર્વની ભક્તિભાવ અને ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. શહેરના ઉમિયા માતાજીના મંદિરે છઠ્ઠા નોરતે ગરબાનું આયોજન કરાયું હતું. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કડવા પાટીદાર સમાજની આસ્થાના કેન્દ્ર સમાન આ મંદિરે 11 ઓક્ટોબરથી નવરાત્રી મહોત્સવ શરૂ થયો છે. મોટી સંખ્યામાં ખેલૈયાઓ દરરોજ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી રહ્યા છે. આ મહોત્સવમાં બહેન-દીકરીઓની સુરક્ષા, સન્માન અને સંસ્કારોને ખાસ મહત્વ અપાયું છે. પારિવારિક અને ધાર્મિક વાતાવરણમાં પરંપરાગત ગરબા સાથે ભારતીય સંસ્કૃતિ અને સામાજિક એકતાનો સંદેશ અપાઈ રહ્યો છે. જિલ્લા વિકાસ અધિકારી (DDO), જિલ્લા પોલીસ અધિક્ષક (SP) સહિતના અગ્રણી મહાનુભાવો અને વિવિધ સમાજના આગેવાનોએ ઉમિયા માતાજીનાં દર્શન કર્યા હતા. દરરોજ સમૂહ આરતીનું વિશેષ આકર્ષણ રહે છે, જેમાં વિવિધ સમાજોના પ્રતિનિધિઓ જોડાઈ એકતાનો સંદેશ આપે છે. નવરાત્રીના આઠમના દિવસે માતાજીના વિશેષ હવનનું આયોજન કરાયું છે. રાત્રે 51 જ્યોતની મહાઆરતી પણ યોજાશે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે. મહોત્સવનું આયોજન પ્રમુખ ગિરધર પટેલ અને મંત્રી રામ પટેલના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે. લલિત પટેલ, અલ્પેશ પટેલ, અનિલ સિમ્પોલો અને મણી પી. પટેલ સહિતના આયોજકો તેને સફળ બનાવવા પ્રયત્નશીલ છે.
    Click here to Read More
    Previous Article
    ખાખરેચી હાઈસ્કૂલમાં 260 વિદ્યાર્થીઓની આંખો તપાસાઈ:વિશ્વ દ્રષ્ટિ દિવસ નિમિત્તે કેમ્પ યોજાયો, 47 વિદ્યાર્થીઓને મફત ચશ્મા અપાશે
    Next Article
    65 साल पुराना वो सदाबहार गाना, जब सायरा बानो बनीं 'कश्मीर की कली' रूठे बाबू बने शम्मी कपूर, शालीमार गार्डेन मे गूंजी लता मंगेशकर की आवाज

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment