Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:કોકરોચ જનતા પાર્ટીની માર્ચ પોલીસે રોકી, દીપકે અટકાયતમાં; સંસદનું વિશેષ સત્ર બોલાવી શકે છે સરકાર; રાજસ્થાનમાં કરા પડ્યા

    7 hours ago

    નમસ્તે, કોકરોચ જનતા પાર્ટીએ દિલ્હીના કનોટ પ્લેસમાં સેન્ટ્રલ પાર્કમાં 'તિરંગો લહેરાવો' રેલી બોલાવી. કેન્દ્ર સરકાર આ જ મહિને સંસદનું વિશેષ સત્ર બોલાવી શકે છે. યુપીની મેરઠ જિલ્લા કોર્ટે હત્યાના કેસના દોષિતોને મૃત્યુદંડની સજા સંભળાવી. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો ભારત આવશે. 2. ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચેની પાંચમી T-20 મેચ આજે સાંજે 7 વાગ્યાથી બેંગલુરુમાં રમાશે. 📰 કાલના મોટા સમાચારો 1. કોકરોચ પાર્ટીની તિરંગા માર્ચ પોલીસે રોકી:અભિજીત દીપકેને કસ્ટડીમાં લીધા, VIDEO મેસેજ જાહેર કર્યો; નેહા બોરાને પણ ડિટેન કરી કોકરોચ જનતા પાર્ટીએ દિલ્હીના કનોટ પ્લેસમાં સેન્ટ્રલ પાર્કમાં 'તિરંગો લહેરાવો' રેલી બોલાવી હતી. જોકે આસપાસના વિસ્તારમાં ધારા 163 લાગુ હતી. જેના કારણે CJPના ફાઉન્ડર અભિજીત દીપકેને ત્યાં જવા દેવામાં આવ્યા નહોતા. દીપકે દિલ્હીમાં NCP-SPના એક પ્રવક્તાના ઘરે રોકાયા હતા. તેઓ જેમ જ બહાર નીકળ્યા, પોલીસે તેમને કસ્ટડીમાં લઈ લીધા. બીજી તરફ, AISA અધ્યક્ષ નેહા બોરાને મંડી હાઉસમાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. સંપૂર્ણ સમાચાર વાંચો 2. સરકાર આ મહિને સંસદનું વિશેષ સત્ર બોલાવી શકે છે:મહિલા અનામત અને સીમાંકન બિલ પસાર કરાવવાનો પ્લાન; NDA પાસે બે-તૃતીયાંશ બહુમત નહીં કેન્દ્ર સરકાર આ જ મહિને સંસદનું વિશેષ સત્ર બોલાવી શકે છે. તેમાં લોકસભાની બેઠકો વધારવા માટે બંધારણ (131મો સંશોધન) બિલ, સીમાંકન (સંશોધન) બિલ અને કેન્દ્રશાસિત પ્રદેશ કાયદો (સંશોધન) બિલ પસાર કરવામાં આવશે. આના દ્વારા મહિલા અનામત લાગુ કરવામાં આવશે. 6 મહિના (16 અને 17 એપ્રિલ) પહેલાં સરકાર પ્રથમ પ્રયાસમાં સફળ રહી નહોતી અને લોકસભામાં બે તૃતીયાંશ બહુમતી મેળવી શકી નહોતી. હવે કહેવામાં આવી રહ્યું છે કે સરકારે સંખ્યાબળ મેળવી લીધું છે. સંપૂર્ણ સમાચાર વાંચો 3. પતિની સાપ કરડાવી હત્યા કરનાર રવિતાને મોતની સજા:બોયફ્રેન્ડને પણ ફાંસી થશે, મેરઠ કોર્ટે 3 દિવસમાં 4 દોષિતોને મોતની સજા સંભળાવી પતિની હત્યા કરીને સાપ કરડાવીને તેની હત્યા કરનાર રવિતા અને તેના પ્રેમી અમરદીપને ઘટનાના 547 દિવસ બાદ મેરઠ જિલ્લા કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. શુક્રવારે સજા સંભળાવતાં પહેલાં કોર્ટે રવિતા અને અમરદીપનો પક્ષ વીડિયો કોન્ફરન્સિંગથી સાંભળ્યો. જજે બંનેને પૂછ્યું- તમને બંનેને હત્યાના દોષી ઠેરવવામાં આવ્યા છે. તમે કઈ સજા ઇચ્છો છો? સંપૂર્ણ સમાચાર વાંચો 4. મસ્કે રજૂ કરી 'ઉડતી કાર', VIDEO:ટેસ્લાની 'રોડસ્ટર' હવામાં પલટી મારીને જમીન પર લેન્ડ થઈ; 1 સેકન્ડમાં 97 કિમીની ઝડપ પકડશે, ₹48 લાખમાં બુકિંગ શરૂ થશે ઇલોન મસ્કની કંપની ટેસ્લાએ શુક્રવારે ઉડતી કાર રજૂ કરી. આ કારનું નામ રોડસ્ટર છે. ડેમો દરમિયાન, રોડસ્ટર એક મોટા વળાંકવાળા રેમ્પ પર ઉપર તરફ આગળ વધી અને સંપૂર્ણપણે ઊંધી થઈ ગઈ. ત્યારબાદ કાર રેમ્પ પરથી હવામાં ઊડી, હવામાં જ પલટી અને જમીન પર સુરક્ષિત રીતે ઉતરી ગઈ. આ કારના નીચેના ભાગમાં લગાવવામાં આવેલા થ્રસ્ટર્સને કારણે આ શક્ય બન્યું. રોડસ્ટરની સેકન્ડ જનરેશન કારમાં થ્રસ્ટર્સ લગાવવામાં આવ્યા છે. રોકેટમાં ઉપયોગમાં લેવાતા આ થ્રસ્ટર્સની મદદથી આ કાર 1 સેકન્ડમાં 97 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. સંપૂર્ણ સમાચાર વાંચો 5. યુપીમાં વાવાઝોડા સાથે વરસાદ, રાજસ્થાનમાં કરા પડ્યા:કેદારનાથ-બદ્રીનાથ અને હેમકુંડ સાહિબમાં બરફવર્ષા, એમપી-બિહારમાં વરસાદનું એલર્ટ યુપીમાં શુક્રવાર સવારથી આગ્રા, મથુરા અને હાથરસ સહિત 5 શહેરોમાં જોરદાર પવન સાથે તૂટક-તૂટક વરસાદ થઈ રહ્યો છે. ખરાબ હવામાનને કારણે મથુરાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવી પડી છે. હવામાન વિભાગે આજે 37 જિલ્લાઓમાં વાવાઝોડા, વરસાદ અને વીજળી પડવાનું એલર્ટ જાહેર કર્યું છે. રાજસ્થાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે હવામાન બદલાઈ ગયું છે. ગુરુવારે 7થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે કરા પડ્યા હતા. વરસાદ અને કરા પડવાથી તાપમાન 5 ડિગ્રી સુધી ઘટી ગયું છે. આજે પણ 7 જિલ્લાઓમાં વરસાદ અને કરા પડવાનું એલર્ટ છે. સંપૂર્ણ સમાચાર વાંચો 6. નવરાત્રિ મહોત્સવમાં ‘અન્નપૂર્ણા ખોડલધામ’ની સત્તાવાર જાહેરાત:સુરતમાં જ પાટીદાર સમાજના બે ખોડલધામ; મુકેશ પટેલે કહ્યું-નરેશ પટેલને આવવું હોય તો આવે, વેલકમ સૌરાષ્ટ્રના કાગવડ ખોડલધામ બાદ સુરતમાં બીજા ખોડલધામના નિર્માણને લઈને લાંબા સમયથી ચાલી રહેલી અટકળો અને ચર્ચાઓ પર આખરે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. નવરાત્રિના પાવન પર્વ દરમિયાન જ ભવ્ય શેરી ઓટલો ગરબામાં બીજા ખોડલધામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. નવા નિર્માણ પામનારા આ ધાર્મિક સંકુલને અન્નપૂર્ણા ખોડલધામ નામ આપવામાં આવ્યું છે. અગાઉ ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ પણ સુરતના અંત્રોલીમાં ખોડલધામ બનાવવાની જાહેરાત કરી ચૂક્યા છે. આ સાથે સુરતમાં પાટીદાર સમાજના બે ખોડલધામ બનશે, એક અંત્રોલીમાં અને બીજું વરાછામાં. સંપૂર્ણ સમાચાર વાંચો 7. AAP ધારાસભ્ય ચૈતર વસાવાના ભાઈનો આત્મહત્યાનો પ્રયાસ:ઝેરી દવા પી હોવાથી સુરતની નવી સિવિલમાં વેન્ટિલેટર પર; ભાઈ જેલમાં હોવાથી તણાવમાં હતા નર્મદાના ડેડીયાપાડાથી આપના ધારાસભ્ય ધારાસભ્ય ચૈતર વસાવાના 35 વર્ષીય નાનાભાઈ શાંતિલાલ વસાવાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલ તેમની સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મોટાભાઈ ચૈતર વસાવાને સાત વર્ષની જેલની સજા હોવાથી લાંબા સમયથી માનસિક તણાવમાં રહેતા હતા. જેના કારણે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જો કે વધુ સારવાર માટે તેમને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લાવામાં આવ્યો છે. અહીં તેમની ICUમાં સારવાર ચાલી રહી છે. સંપૂર્ણ સમાચાર વાંચો 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલઃ સુપ્રીમ કોર્ટ- CJIએ પ્રદર્શન રોકવા અંગે આદેશ આપવાનો ઇનકાર કર્યો:કહ્યું- કોઈ માટે પ્રદર્શન જરૂરી, તો કોઈ માટે મગફળી વેચવી; દાવો- આનાથી દરરોજ ₹200 કરોડનું નુકસાન (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. ઈન્ટરનેશનલઃ બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓએ મંદિર સામે ગોમાંસ રાંધ્યું:આજે યુનિવર્સિટીમાં ગાય કાપવાની તૈયારી, પ્રશાસને પહેલા રોક લગાવી પછી છૂટ આપી (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. બિઝનેસઃ મુસાફરોને મોંઘી ફ્લાઇટ ટિકિટોથી રાહત મળશે:મનમાની રીતે વસૂલાતા ભાડાને કન્ટ્રોલ કરવાના નવા નિયમો ફાઇનલ, સરકાર બે અઠવાડિયામાં જાહેર કરશે (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. નેશનલઃ રાજનાથે કહ્યું- બાંગ્લાદેશની જેમ સરકાર પાડવા માંગે છે:રાહુલ યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે; વિપક્ષ દેશોમાં આતંકવાદીઓ પેદા કરવા માંગે છે (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. ઈન્ટરનેશનલઃ અમેરિકામાં 30 હજાર ભારતીય મજૂરોએ કામ છોડી દીધું:તેમની પાસે પુરા કાગળીયા નથી, પકડાઈ જવાનો ભય; ફળો-શાકભાજીના ભાવ વધવાની આશંકા (સંપૂર્ણ સમાચાર વાંચો) 6. બિઝનેસઃ અમદાવાદથી ભાવનગર સુધી EDનો સપાટો:RM ડ્રિપ અને RB ડેનિમ્સ પર EDના દરોડા, 6 શહેરોમાં 29 સ્થળોએ સર્ચ ઓપરેશન; શેરોમાં હેરફેર કરવાનો આરોપ (સંપૂર્ણ સમાચાર વાંચો) 7. સ્પોર્ટ્સઃ ન્યૂઝીલેન્ડ સામેની ODI અને ટેસ્ટ માટે ભારતીય ટીમ જાહેર:પહેલી 3 વન-ડેમાં શુભમન કેપ્ટન, ચોથી-પાંચમી મેચમાં અય્યર કમાન સંભાળશે; બુમરાહને માત્ર ટેસ્ટમાં સ્થાન (સંપૂર્ણ સમાચાર વાંચો) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ ઊડતા વિમાન પર ઊભા રહ્યા 99 વર્ષના દાદી બ્રિટનના 99 વર્ષના હેલ્ગા ડફીએ ઊડતા વિમાનની પાંખ પર ઊભા રહીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. આ સ્ટંટને ‘વિંગ વૉકિંગ’ કહેવાય છે. તેમણે આ સ્ટંટથી એર એમ્બ્યુલન્સ માટે 1.4 લાખ રૂપિયાથી વધુ એકઠા કર્યા. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. દુનિયાના 12 દેશોમાં જેન-ઝી વિદ્રોહ:ફ્રાન્સની આગે સરહદો ઓળંગી, મોરક્કોના રાષ્ટ્રપતિ દેશ છોડી ભગાડ્યા, યુવા આક્રોશ પાછળની અસલી ગેમ સમજો 2. ઓક્ટોબરમાં ગરમીએ રાડ પડાવી:અલનીનો વિકરાળ બનશે, 80 વર્ષમાં નથી થયું એવું થશે; અમેરિકાની ચેતવણી 3. તનુશ્રી દત્તાએ નાના પાટેકરે ગંદી રીતે અડક્યાનો કર્યો હતો આક્ષેપ:નોકરાણીએ એક્ટ્રેસને મારી નાખવાનો પ્રયાસ કર્યો, સગી બહેનના જ લગ્નમાં ના ગઈ, બનેવી છે ગુજરાતી 4. ‘અમે અલ્લુ પલ્લુ નથી, અમારૂં અપમાન કરો છો’:કલેક્ટર પર કોંગ્રેસના નેતા લાલઘુમ; IASએ ડ્રમ પેડ પર હાથ અજમાવ્યો, વિચારોમાં ખોવાયેલા MLA ગરબા રમ્યા, જુઓ VIDEO 5. મહિલાના 100 અશ્લીલ ફોટા બનાવ્યા, 10 અકાઉન્ટથી વાઇરલ:કોઈપણ છોકરીના કપડાં હટાવતા ટૂલ્સ મફત, ચીન-હોંગકોંગથી ચાલી રહ્યું છે નેટવર્ક 6. આજનું એક્સપ્લેનર:મુસ્કાન- સાહિલની ફાંસી લખીને જજે પેન શા માટે ફેંકી દીધી, ફાંસી અંગે શું ચર્ચા ચાલે છે, આ કેસને જજે દુર્લભ કેમ ગણાવ્યો? 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ શનિવારનું રાશિફળ: મકર-મીન રાશિ પર રહેશે માતાજીની કૃપા, કુંભ રાશિના લોકોને કામના લોડને કારણે ઓવરટાઈમ કરવો પડશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)
    Click here to Read More
    Previous Article
    Shardiya Navratri Day 7: नवरात्रि के सातवें दिन होती है मां कालरात्रि की पूजा, यहां पढ़ें मां कालरात्रि चालीसा, मां की आरती और मंत्र
    Next Article
    Anthropic Quietly Pitches Its Own AI Safety Bill To Lawmakers: Reports

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment