Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરાર આરોપીએ પિસ્તોલ છીનવવાનો પ્રયાસ કરતા પોલીસે ફાયરિંગ કર્યું:રાજકોટ રેન્જની ટીમ સાથે ઝપાઝપી, આરોપીના પગમાં ગોળી વાગી, હોસ્પિટલ ખસેડાયો

    13 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં ફરાર આરોપી દેવેન્દ્ર ઉર્ફે ડેન્ડુ બોરીચાને પકડવા ગયેલી રાજકોટ રેન્જની ટીમ સાથે ઝપાઝપી થઈ હતી. આરોપીએ PSIની સરકારી પિસ્તોલ છીનવવાનો પ્રયાસ કરતા પોલીસે સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું. ફાયરિંગમાં આરોપીના પગમાં ગોળી વાગતા તેને સુરેન્દ્રનગર મેડિકલ કોલેજ ખસેડાયો. આ સમગ્ર ઘટના અંગે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ માહિતી આપી છે દેવેન્દ્ર ઉર્ફે ડેન્ડુ ભરતભાઈ બોરીચા સાયલા તાલુકાના સુદામડા ગામનો રહેવાસી છે. તેને સાયલા તાલુકાના ગોસાળ ગામના રસ્તા પર આવેલા ગોસળીયા હનુમાનજી મંદિર નજીકથી ઝડપી લેવાયો હતો. તેની સામે સાયલામાં પ્રોહિબિશન, ધજાળામાં ખંડણી, વીંછિયામાં ખૂનની કોશિશ, રાયોટિંગ અને આર્મ્સ એક્ટ જેવા 6 ગંભીર ગુના નોંધાયેલા છે. આરોપી સામે સુરેન્દ્રનગર, રાજકોટ ગ્રામ્ય, અમદાવાદ ગ્રામ્ય અને બોટાદ સહિતના વિસ્તારોમાં 15થી વધુ ગુના નોંધાયેલા છે. આ ઘટના અંગે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ પ્રતિક્રિયા આપી હતી. પોલીસે પિસ્તોલ છીનવવાના પ્રયાસ અને ફાયરિંગના સંજોગો અંગે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ‘આજ મારી મેલડી રમતી આવે’, મહાનગરોમાં ગરબાની રમઝટ:વડોદરામાં ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ખીચોખીચ ભરાયા, સુરતમાં યુવાધન હિલોળે ચઢ્યું
    Next Article
    Ground Report | દુકાળમાં પાંજરાપોળ હાઉસફૂલ ! | ડેમ છલોછલ, ખેતરો તરસ્યા ! | Prime Time |Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment