Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દરિયા કિનારેથી માછીમાર યુવકનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો:જૂનાગઢના માંગરોળ બંદરેથી માછીમાર યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી, અન્ય એક યુવક લાપતા: પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી

    10 hours ago

    ​જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાંથી એક હૃદયદ્રાવક અને રહસ્યમય ઘટના સામે આવી છે, જ્યાં માંગરોળના શેરીયાજબારા દરિયા કિનારેથી એક માછીમાર યુવકનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, અલ્તાફ હાસમ ભેસલીયા અને ચાંદ ઈસમાની નામના બંને યુવકો ગત રાત્રે માછીમારી કરવા માટે દરિયામાં ગયા હતા. જો કે વહેલી સવારે દરિયાકાંઠે અલ્તાફ ભેસલીયાનો મૃતદેહ તૈરતો હોવાની માહિતી મળતા પરિવારજનો અને સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં અલ્તાફનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે ચાંદ ઈસમાની નામનો અન્ય યુવક હજુ પણ લાપતા હોવાનું સામે આવ્યું છે. ​આ મામલે મછિયારા સમાજના પ્રમુખ યુસુફ ભેસલીયાએ જણાવ્યું હતું કે અલ્તાફ હાસમ ભેસલીયાનો અકસ્માત થયો હોવાની જાણ થતાં જ અમે તરત જ માંગરોળ બંદરે દરિયા કાંઠે દોડી આવ્યા હતા. સ્થળ પર જઈને તપાસ કરતા અલ્તાફના મૃતદેહના માથાના અને પાછળના ભાગે ગંભીર ઈજાઓ થયેલી જોવા મળી હતી. આ ગંભીર ઈજાઓને જોઈને પરિવારજનો અને સમાજમાં ભારે રોષ તથા શંકાનું વાતાવરણ ફેલાઈ ગયું છે. રાત્રે સાથે ગયેલા યુવકો પૈકી એકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળવો અને બીજો યુવક સાવ લાપતા થઈ જવો તે કોઈ સામાન્ય અકસ્માત નહીં પરંતુ મોટો ઘાતકી બનાવ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ​પરિવારજનો અને સ્થાનિક આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે આ કોઈ સામાન્ય દુર્ઘટના નથી, પરંતુ યુવકોની હત્યા કરીને તેમને દરિયામાં ફેંકી દેવામાં આવ્યા છે. યુવકના શરીર પરના ઈજાના નિશાનો આ હત્યા તરફ ઈશારો કરી રહ્યા હોવાનું તેમનું માનવું છે. આ ગંભીર મામલે પોલીસ તંત્ર દ્વારા નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવે તેમજ સાચી હકીકત બહાર લાવીને પીડિત પરિવારને ન્યાય અપાવવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે. હાલ પોલીસ દ્વારા આ સમગ્ર પ્રકરણમાં ગુનાહિત ઈરાદા કે અકસ્માતના પાસાઓ અંગે તટસ્થ તપાસ શરૂ કરવામાં આવી છે
    Click here to Read More
    Previous Article
    હેલ્પ્સ ફાઉન્ડેશને છઠ્ઠા નોરતે દીકરીઓને શૃંગાર કીટ અને ભોજન આપ્યું:લીમખેડાની શાળાના બાળકોને ટ્રસ્ટી વિજયભાઈ પટેલે મિષ્ટાન ભોજન પણ કરાવ્યું
    Next Article
    શ્યામ અવિરાહી સોસાયટીમાં પાંચમા નોરતે ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા:અમદાવાદ મેયર હિતેશભાઇ બારોટની હાજરીમાં ભવ્ય રાસ-ગરબાનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment