Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વ્યારા સુગરના બાકી નાણાં માટે ખેડૂતોની ટ્રેક્ટર રેલી:મિશન નાકાથી સેવાસદન સુધી વિરોધ, ચેરમેન માનસિંહ પટેલ અને અશોક ગામીત વિરુદ્ધ સૂત્રોચ્ચાર

    9 hours ago

    તાપી જિલ્લાના સેવાસદન ખાતે વ્યારા સુગરના બાકી નાણાં માટે ખેડૂતોનું ધરણા પ્રદર્શન 2 ઓક્ટોબરથી ચાલુ છે. છેલ્લા પખવાડિયાથી ચાલી રહેલી આ લડતને વધુ આક્રમક બનાવવા આજે ટ્રેક્ટર રેલી કાઢી વિરોધ કરાયો હતો. જેમાં ખેડૂતો અને ખેડૂત અગ્રણીઓ જોડાયા હતા. વ્યારા સુગરમાં ગત વર્ષોમાં શેરડી આપનાર ખેડૂતોને નાણાં ચૂકવાયા નથી. જિલ્લા કલેક્ટરે 15 ઓક્ટોબરે ઝડપી ચૂકવણીનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ હજુ સુધી કોઈ ચૂકવણું થયું નથી. આજે વ્યારાના મિશન નાકાથી સેવાસદન સુધી ટ્રેક્ટર રેલી યોજાઈ હતી. આ દરમિયાન સુગરના ચેરમેન માનસિંહ પટેલ, ડિરેક્ટર અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશોક ગામીત ઉર્ફ અશોક ઘોડા વિરુદ્ધ 'હાય હાય'ના સૂત્રોચ્ચાર કરાયા હતા. આગેવાનોએ વહેલી તકે નાણાં નહીં ચૂકવાય તો વધુ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
    Click here to Read More
    Previous Article
    બિનવારસી બેગો મળતા તપાસ તેજ:પુરી-અમદાવાદ સુપરફાસ્ટ ટ્રેનમાંથી રૂા.30.88 લાખનો 61 કિલો ગાંજો ઝડપાયો, એસઓજી અને એન્ટી નાર્કોટિક્સ વિંગનું સંયુક્ત ઓપરેશન
    Next Article
    હેલ્પ્સ ફાઉન્ડેશને છઠ્ઠા નોરતે દીકરીઓને શૃંગાર કીટ અને ભોજન આપ્યું:લીમખેડાની શાળાના બાળકોને ટ્રસ્ટી વિજયભાઈ પટેલે મિષ્ટાન ભોજન પણ કરાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment