Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંત્રી કૌશિક વેકરિયાએ દેવરાજીયા ગામે પરિવાર સાથે રાસગરબની રમઝટ બોલાવી:મોડી રાત સુધી ગ્રામજનો સાથે રાસગરબામાં જોડાયા, યુવાનોને આપ્યો પરંપરા જાળવવાનો સંદેશ

    1 day ago

    સમગ્ર ગુજરાતમાં નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે અમરેલી તાલુકાના દેવરાજીયા ગામમાં પરંપરાગત રાસગરબાની રમઝટ જોવા મળી હતી. રાજ્ય સરકારના ઊર્જા અને કાયદા મંત્રી કૌશિક વેકરિયા પોતાના વતન દેવરાજીયા ગામે પહોંચ્યા હતા, જ્યાં તેમણે પરિવારજનો સાથે માતાજીની આરાધના કરી હતી. આ પ્રસંગે મંત્રી પરિવાર સાથે ગામની પરંપરાગત શૈલીમાં યોજાયેલા દેશી રાસગરબામાં જોડાયા હતા અને ગ્રામજનો સાથે રાસ ગરબે રમી નવરાત્રીની ઉજવણી કરી હતી. શહેરોની આધુનિક શૈલી વચ્ચે ગામડાની પરંપરાને પ્રાધાન્ય આજના સમયમાં નવરાત્રીની ઉજવણી માટે અનેક લોકો શહેરો તરફ આકર્ષાઈ રહ્યા છે. મહાનગરોમાં આધુનિક સ્ટેપ્સ અને વિવિધ શૈલીના ગરબા યોજાય છે, જ્યારે સૌરાષ્ટ્રનાં ગામડાંમાં માતાજીના પરંપરાગત રાસગરબાની આગવી ઓળખ જોવા મળે છે. દેવરાજીયા ગામમાં પણ દેશી ઢબે રાસગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મંત્રી કૌશિક વેકરિયા ગ્રામજનો સાથે ઉત્સાહપૂર્વક જોડાયા હતા. યુવાનોને સૌરાષ્ટ્રની સંસ્કૃતિ જાળવવાનો સંદેશ પોતાના વતનના ગામમાં નવરાત્રીની ઉજવણી કરીને મંત્રી કૌશિક વેકરિયાએ ગામડાની સંસ્કૃતિ અને પરંપરાગત રાસગરબાનું મહત્ત્વ ઉજાગર કર્યું હતું. ગામડાંમાં રાસગરબાની પરંપરા જળવાઈ રહે અને નવી પેઢી પણ પોતાની સંસ્કૃતિ સાથે જોડાય તેવા આશય સાથે તેમણે મોડી રાત સુધી ગ્રામજનો સાથે રાસગરબે રમઝટ બોલાવી હતી. ગ્રામજનો સાથે પરંપરાગત શૈલીમાં રાસ રમતા મંત્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    મહેસાણામાં 6.50 લાખ પશુઓનું રસીકરણ કરાશે:2030 સુધીમાં દેશના પશુધનમાંથી ખરવા-મોવાસાના રોગને જડમૂળથી નાબૂદ કરવાનો વડાપ્રધાનનો સંકલ્પ
    Next Article
    Prashant Bhushan's 'Want Regime Change' Call, BJP Says 'We Told You So'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment