Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથના મંદિર આસપાસ નોનવેજ વેચાણ ઉપર પ્રતિબંધ:સરકારના જાહેરનામાને હાઇકોર્ટમાં પડકાર, બંધારણીય હક્કોનો હવાલો; આજે વધુ સુનાવણી

    20 hours ago

    સોમનાથના ચોક્કસ વિસ્તારોમાં માંસાહારી ખોરાકના વેચાણ અને સંગ્રહ પર રાજ્ય સરકારે મૂકેલા કાયમી પ્રતિબંધને 6 નોનવેજ રેસ્ટોરન્ટ માલિકોએ ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો છે. અરજદારોએ બંધારણીય અધિકારોના હનનનો આક્ષેપ કર્યો છે, તો બીજી તરફ સરકારે યાત્રાળુઓની ધાર્મિક ભાવોના જાળવવાનો તર્ક આપ્યો છે. સુનાવણી દરમિયાન અરજદારો પાસેથી પોલીસ ચોકીમાં કબૂલાતનામું લખાવાતાં હાઈકોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો છે. આજે (16 ઓક્ટોબર) વધુ સુનાવણી હાથ ધરાશે. ધંધાના રોજીરોટીના અધિકારનું ઉલ્લંઘનનો આક્ષેપ અરજદારોના એડવોકેટ અસરા૨ મન્સૂરીએ દલીલ કરી હતી કે, ઓગસ્ટ મહિનામાં ઈશ્યૂ કરાયેલું આ જાહેરનામું બંધારણના અનુચ્છેદ 19(1)(g) હેઠળ મળેલા વેપાર અને આજીવિકાના મૂળભૂત અધિકારોનું સરેઆમ ઉલ્લંઘન કરે છે. અધિકારીઓ કોઈ વાજબી કારણ વગર લોકોને કાયદેસરનો વેપાર કરતા રોકી શકે નહીં અને અધિકારીઓ સતત હોટેલ માલિકોને હેરાન કરી રહ્યા છે. ધાર્મિક લાગણીઓ જાળવવા સરકારનો નિર્ણય સરકાર પક્ષે રજૂઆત કરાઈ હતી કે, સોમનાથ મંદિરની 500 મીટરની ત્રિજ્યા સહિત 6 નિર્દિષ્ટ વિસ્તારોમાં યાત્રાળુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ ન પહોંચે તે હેતુથી આ પ્રતિબંધ મૂકાયો છે. અરજદારોની દુકાનો અને રેસ્ટોરન્ટ્સ મંદિર તરફ જતા મુખ્ય માર્ગ પર જ આવેલા હોવાથી દર્શનાર્થે આવતા યાત્રાળુઓએ નોનવેજ ખાદ્યપદાર્થોનો સામનો કરવો પડે છે. હાઈકોર્ટની સુનાવણી વચ્ચે કબૂલાતનામું લેવાતાં કોર્ટ લાલઘૂમ અરજદારના જણાવ્યા અનુસાર, કેસની પ્રથમ સુનાવણી 7 ઓક્ટોબરે ચાલી રહી હતી ત્યારે જ મામલતદારે 6 અરજદારો પાસે પોલીસ ચોકીમાં ભવિષ્યમાં માત્ર શાકાહારી વેપાર કરવા અંગેનું સહીવાળું કબૂલાતનામું લઈ લીધું હતું. આ બાબતને ગંભીરતાથી લઈ હાઈકોર્ટે સરકારને સવાલ કર્યો કે, કોર્ટમાં કેસની સુનાવણી ચાલી રહી હતી તે જ દિવસે મામલતદારે આ રેસ્ટોરન્ટ માલિકોની સહીઓ કેમ લીધી? આ મામલે વધુ સુનાવણી આજે (16 ઓક્ટોબર) યોજાશે.
    Click here to Read More
    Previous Article
    મહારાષ્ટ્રમાં ફટાકડા આખું વર્ષ પ્રતિબંધ, બનાવવા-વેચાણ પર રોક નહીં:દિવાળી-ક્રિસમસમાં ફટાકડા ફોડી શકાશે નહીં; બોમ્બે હાઈકોર્ટે કહ્યું- પ્રદૂષણથી શહેર ગેસ ચેમ્બર બની શકે છે
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:પાલની વીર એક્ઝોટિકામાં પાંચમાં નોરતે ગરબાની ધૂમ, સોસાયટીના સભ્યોએ ડાકલાં, દોઢિયા અને દાંડિયા રાસની મોજ માણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment