Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:ગૌણ સેવા મંડળે વર્ક આસિસ્ટન્ટની ભરતીમાં ભૂલો સુધારી બીજા દિવસે ફરી જાહેરાત આપી

    1 day ago

    ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ક આસિસ્ટન્ટ, વર્ગ-3ની ભરતી માટે 14 ઓક્ટોબરે બહાર પડાયેલી જાહેરાતમાં કુલ જગ્યા અને વર્ગવાર જગ્યાઓના સરવાળામાં વિસંગતતા સાથે છબરડા જોવા મળ્યા હતા. આ ભૂલો સુધારવા માટે મંડળે 15 ઓક્ટોબરે સુધારેલી ફરી જાહેરાત બહાર પાડી હતી. 14 ઓક્ટોબરની જાહેરાતમાં કુલ 1163 જગ્યા સામે વર્ગવાર બેઠકોનો સરવાળો 1597 થતો હતો, 434નો તફાવત હતો. 15 ઓક્ટોબરની સુધારેલી જાહેરાતમાં 1663 જગ્યાઓ દર્શાવી હતી. અરજીની તારીખ, સમય અંગે પણ જાહેરાતમાં અલગ વિગતો દર્શાવાઈ હતી. અરજીની તારીખ, બેઠકમાં વિસંગતતા 14 ઓક્ટોબરના જાહેરનામામાં અરજીનો સમય 29 ઓક્ટોબરે બપોરે 2થી રાત્રે 11:59 વાગ્યા સુધી હતો. 15મીએ સુધારેલા જાહેરનામામાં સમય 15 ઓક્ટોબરે સાંજે 7થી 29 ઓક્ટોબરે રાત્રે 11:59નો કરાયો. બિનઅનામતમાં 95, સામાજિક-શૈક્ષણિક પછાત વર્ગમાં 327 અને STમાં 161 બેઠકો વધી; EWSમાં 318 અને SCમાં 199 બેઠકો ઘટી. પાંચેય વર્ગોમાં ફેરફાર થયો. સ્ટાફથી ટાઈપિંગમાં ભૂલ થયાનો દાવો ભરતીના જાહેરનામામાં મંડળના સ્ટાફ દ્વારા ટાઇપિંગમાં ભૂલ થઈ હતી. જાગૃત ઉમેદવારોએ ધ્યાન દોરતાં 15 ઓક્ટોબરે સુધારા સાથે નવું જાહેરનામું બહાર પડાયું હતું. જાહેરનામાની ચકાસણીમાં ટાઇપિંગ કે પ્રૂફ રીડિંગની ભૂલ થાય ત્યારે સંબંધિત કર્મચારીઓ પાસેથી ખુલાસો માગવામાં આવે છે, > તુષાર ધોળકિયા, ચેરમેન, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
    Click here to Read More
    Previous Article
    અમિત શાહ આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે:રૂપાલમાં શિવજીની 81 ફૂટ ઊંચી પ્રતિમાનો શિલાન્યાસ કરશે, કુળદેવીના દર્શન કરી કોલવડામાં ગરબા મહોત્સવમાં જશે
    Next Article
    Credit Card Debt, EMIs: Six Money Mistakes You Must Avoid In Your 30s

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment