Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ક્રિકેટર સૂર્યકુમાર યાદવે દુબઈમાં ખરીદ્યું આલીશાન ઘર:બોલિવૂડ કિંગ શાહરૂખ ખાનના બન્યા પડોશી, પત્ની સાથે શેર કર્યો વીડિયો

    1 day ago

    ભારતીય ક્રિકેટ ટીમના વિસ્ફોટક બેટર અને ‘મિસ્ટર 360 ડિગ્રી’ તરીકે જાણીતા સૂર્યકુમાર યાદવ મેદાન પર પોતાના તોફાની અંદાજ માટે જાણીતા છે. પોતાની આક્રમક બેટિંગથી વિરોધી ટીમના બોલરોના છક્કા છોડાવનારા સૂર્યા આ વખતે કોઈ મેચને કારણે નહીં, પરંતુ એક ખાસ રોકાણને લઈને ચર્ચામાં આવ્યા છે. સૂર્યકુમારે રિયલ એસ્ટેટ ક્ષેત્રે મોટું રોકાણ કરતાં દુબઈમાં એક અત્યંત લક્ઝુરિયસ ઘર ખરીદ્યું છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આ નવા ઘર સાથે તેઓ હવે બોલિવૂડના કિંગ શાહરૂખ ખાનના પડોશી બની ગયા છે. સોશિયલ મીડિયા પર ખુશી શેર કરી સૂર્યકુમાર યાદવે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કરીને આ ખુશખબર ફેન્સ સાથે વહેંચી છે. આ વીડિયોમાં સૂર્યા પ્રોપર્ટીના દસ્તાવેજો પર સહી કરતા જોવા મળે છે. આ ખાસ પળે તેમની પત્ની દેવિશા શેટ્ટી પણ સાથે હાજર હતી અને બંને દસ્તાવેજો પર સાઈન કરતી વખતે હળવી પળો માણતાં નજરે પડ્યાં હતાં. દુબઈમાં ઘર ખરીદવા પાછળનું કારણ શું? સૂર્યકુમારે આ પ્રોપર્ટી જાણીતા રિયલ એસ્ટેટ ગ્રૂપ 'ડેન્યૂબ પ્રોપર્ટીઝ' પાસેથી ખરીદી છે. દુબઈમાં રોકાણ કરવા અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, “અમે અહીં આઈપીએલ (IPL) રમ્યા હતા. હું 2014માં પહેલીવાર અહીં આવ્યો હતો અને ત્યારબાદ 2020માં પણ આવ્યા હતા. અત્યારે આખું ભારત જાણે દુબઈ તરફ વળી રહ્યું છે. અહીંની લક્ઝરી અને જીવનશૈલી સાચે જ અદભુત છે. ભારતમાં સલામતી છે જ, પરંતુ દુબઈ પણ સેફ્ટીની બાબતમાં ઉત્કૃષ્ટ સ્થળ છે. અહીં આવીને ખૂબ જ શાંતિ અને આનંદનો અહેસાસ થાય છે.” પ્રીમિયમ વોટરફ્રન્ટ પ્રોજેક્ટ અને ખાસ સુવિધાઓ પોસ્ટના કેપ્શનમાં સૂર્યાએ વિગત આપતાં લખ્યું હતું કે, “મને એ જણાવતાં અત્યંત આનંદ થાય છે કે મેં #ShahrukhzResidencesbyDanube માં રોકાણ કર્યું છે. દુબઈ મેરીટાઇમ સિટીના મધ્યમાં સ્થિત આ એક પ્રીમિયમ, વોટરફ્રન્ટ રેસિડેન્સ છે.” તેમણે ઉમેર્યું હતું કે, “અહીં મળતી 40થી વધુ પ્રીમિયમ સુવિધાઓ શાનદાર છે જ, પરંતુ મારું દિલ જે બાબતે જીત્યું છે તે છે અહીંનો ‘લોન્જેવિટી લાઉન્જ’. કોઈ રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં આવી સુવિધા મેં પહેલીવાર સાંભળી છે.” ઉલ્લેખનીય છે કે, ડેન્યૂબ ગ્રૂપ દુબઈમાં 'શાહરૂખ્સ રેસિડેન્સ' નામથી એક અલ્ટ્રા-પ્રીમિયમ પ્રોજેક્ટ વિકસાવી રહ્યું છે. આ જ વૈભવી બિલ્ડિંગમાં સૂર્યકુમાર યાદવે પોતાનું નવું સરનામું બનાવ્યું છે, જેને કારણે હવે તેઓ બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પડોશી બન્યા છે. સોશિયલ મીડિયા પર ફેન્સ અને ક્રિકેટ જગતના દિગ્ગજો સૂર્યા અને દેવિશાને આ નવા ઘર માટે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    Ahmedabad Health News | અમદાવાદમાં બદલાતી ઋતુના કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર | Double Season
    Next Article
    No Fancy Menu, Just Home-Cooked Food: Ladakh Homestay's Simple Meal Goes Viral

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment