Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણની શિવાલિકા સોસાયટીમાં ચોથા નોરતે ફેન્સી ડ્રેસ કાર્યક્રમ:પરિવારજનો અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો, વાતાવરણ ભક્તિમય બન્યું

    23 hours ago

    પાટણની શિવાલિકા એક્ઝોટીકા સોસાયટીમાં નવરાત્રીના ચોથા નોરતે ફેન્સી ડ્રેસ કાર્યક્રમ યોજાયો હતો. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સોસાયટીના નાના બાળકોથી લઈને મોટાઓ સુધીના તમામ રહેવાસીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. કાર્યક્રમ દરમિયાન સહભાગીઓએ પરંપરાગત અને પૌરાણિક પાત્રો જેવા કે મહાકાળી માતા, રાધા-કૃષ્ણ, સરદાર પટેલના વેશ ધારણ કર્યા હતા. વિવિધ અવનવા વેશ સજીને તેઓ રેલી સ્વરૂપે કતારબંધ લાઇનમાં જોડાયા હતા. સોસાયટીના પ્રાંગણમાં યોજાયેલા આ ઉત્સવમાં સૌ કોઈએ માતાજીની આરાધના કરી. વેશભૂષા સજેલા બાળકો અને યુવાનોના ઉત્સાહથી વાતાવરણ ભક્તિમય અને આનંદસભર બન્યું હતું. મોટી સંખ્યામાં રહીશો હાજર રહી સહભાગીઓને પ્રોત્સાહિત કર્યા.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:નવરાત્રિમાં સોસાયટીના સભ્યો માટે આયોજકો દ્વારા 5, 6, 7 અને 9મા દિવસે ભોજનનું આયોજન કરાયું
    Next Article
    સલૂણ ગામમાં નવરાત્રિ મહોત્સવનો દિવ્ય માહોલ:દીકરીઓએ મા અંબાની ભવ્ય ‘કાંતારા આરતી’ કરી, ભક્તિ અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment