Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજના આઈનામહેલમાં રાજપરિવારે ચામરનું પૂજન કર્યું:નવરાત્રીની આઠમે માતાના મઢ સુધી નીકળશે પવિત્ર ચામર યાત્રા, પત્રીવિધિની તૈયારીઓ શરૂ

    1 day ago

    કચ્છની ધરતી પર ધર્મ, શ્રદ્ધા અને રાજવી વારસાનું અનોખું સંગમ જોવા મળી રહ્યું છે. નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે કચ્છના રાજપરિવારની સદીઓ જૂની પરંપરા સમાન ચામર પૂજા અને યાત્રાને લઈને તૈયારીઓ શરૂ થઈ છે. ભુજ સ્થિત ઐતિહાસિક આઈનામહેલમાં રાજપરિવાર દ્વારા પરંપરાગત વિધિ અનુસાર ચામરનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર ચામર યાત્રા નવરાત્રીની આઠમના દિવસે માતાના મઢ પહોંચશે, જ્યાં કચ્છમાં વિશેષ મહત્ત્વ ધરાવતી પત્રીવિધિ સાથે આ ધાર્મિક પરંપરા આગળ વધશે. કચ્છના રાજવંશ સાથે જોડાયેલી ચામર પૂજાની પરંપરા આશરે 450થી 475 વર્ષ જૂની હોવાનું માનવામાં આવે છે. આ પરંપરા માત્ર ધાર્મિક વિધિ પૂરતી સીમિત નથી, પરંતુ કચ્છના સાંસ્કૃતિક વારસા, રાજવી ઇતિહાસ અને કુળદેવી પ્રત્યેની અતૂટ આસ્થાનું પ્રતીક પણ છે. નવરાત્રી દરમિયાન આસો સુદ પાંચમ અથવા આઠમના પવિત્ર અવસરે કુળદેવી સમક્ષ ચામર પૂજા કરવાની પરંપરા રહી છે. આ પ્રસંગે રાજપરિવારના સભ્યો માતાજીનાં દર્શન કરી રાજ્ય અને સમગ્ર પ્રજાની સુખાકારી, સમૃદ્ધિ તથા કલ્યાણ માટે આશીર્વાદની પ્રાર્થના કરે છે. ચામર પૂજા માતાના મઢમાં યોજાતી પત્રીવિધિનો મહત્ત્વપૂર્ણ ભાગ ગણાય છે. આ વિધિ સાથે જોડાયેલી પરંપરાઓ પેઢી દર પેઢી જળવાઈ રહી છે. ખાસ વાત એ છે કે આ પવિત્ર ચામરનું નિર્માણ નાથ સંપ્રદાયના વારસદારો દ્વારા મોરપંખમાંથી પરંપરાગત રીતે કરવામાં આવે છે. આ કાર્યમાં ધાર્મિક માન્યતા સાથે કારીગરી અને પરંપરાગત વારસાનું પણ મહત્ત્વ રહેલું છે. ભુજના આઈનામહેલમાં થયેલા પૂજનથી શરૂ થયેલી આ ધાર્મિક પ્રક્રિયા હવે માતાના મઢ ખાતે યોજાનારી પત્રીવિધિ તરફ આગળ વધી રહી છે. આઠમના દિવસે ચામર યાત્રા માતાના મઢ પહોંચશે, જ્યાં નવરાત્રીના માહોલમાં શ્રદ્ધા અને પરંપરાનો વિશેષ અવસર સર્જાશે. કચ્છની આ અનોખી રાજવી પરંપરા આજના સમયમાં પણ લોકોની આસ્થા અને સાંસ્કૃતિક ઓળખ સાથે ગાઢ રીતે જોડાયેલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ રેલવે ડિવિઝને સ્ક્રેપ નિકાલના ક્ષેત્રમાં નવો રેકોર્ડ સ્થાપિત કર્યો:ઈ-હરાજીમાં રૂ. 7.09 કરોડ મૂલ્યના ભંગારનું વેચાણ; સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા 21 ઓક્ટોબરથી સેમેસ્ટર-5ની પરીક્ષા લેવાશે
    Next Article
    Toddler Beside Her, UAE Royal Passes Out On London Street After Cocaine Binge

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment