Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિકલીગર ગેંગનો મુખ્ય આરોપી ઝડપાયો:મોંઘી કારને રેકી કરેલી જગ્યાથી દૂર પાર્ક કરી, બાઈકની ચોરી કરી મકાન-દુકાનનાં તાળાં તોડી ગુનાને અંજામ આપતા

    18 hours ago

    રાજ્ય અને અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ચોરીના ગુનાને અંજામ આપતી સિકલીગર ગેંગના મુખ્ય આરોપીને પોલીસે રામોલમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી રૂ. 13.60 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. ત્રણ સાગરીતો સાથે આરોપી મોંઘીદાટ કાર લઈને ચોરી કરવા જતો હતો. કારને પાર્ક કરીને બાઇકની ચોરી કરીને રેકી કરેલી જગ્યાએ ચોરીના ગુનાને અંજામ આપતા હતા. આરોપી પોતે સિકલીગર ગેંગ ચલાવતો હતો અમદાવાદ ​શહેરમાં શરીર અને મિલકત સંબંધી ગુનાઓમાં ફરાર આરોપીઓને પકડવા માટે ઓપરેશન હન્ટ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જે અંતર્ગત LCB ઝોન-8ની ટીમે બાતમીના આધારે રામોલ ગામના વડુ તળાવ પાસેથી મૂળ ખંભાતના શેરસિંગ ઉર્ફે શેરૂ કાલુસિંગ તેલપીતીયાને ઝડપી લીધો હતો. આરોપી પોતે સિકલીગર ગેંગ ચલાવતો હતો. ચોરીનું બાઇક અવાવરૂ જગ્યાએ બિનવારસી મૂકી દેતાં ઝડપાયેલા આરોપી શાતીર હોવાથી સિકલીગર ગેંગના સભ્યોને ચોરી કરવા માર્ગદર્શન આપતો હતો. તેમજ ગેંગ રીંગ રોડ આસપાસ પોતાની કાર પાર્ક કરી નજીકમાંથી બાઇકની ચોરી કરતા હતા. ત્યારબાદ અગાઉથી રેકી કરેલા બંધ મકાનો, દુકાનો કે ગોડાઉનના રાત્રીના સમયે તાળા તોડી ચોરી કરતા હતા. જે બાદ ચોરીનું બાઇક અવાવરૂ જગ્યાએ બિનવારસી મૂકી પોતાની કારમાં ફરાર થઈ જતા હતા. કુલ 8 ગુનાઓનો ભેદ ઉકેલાયો રામોલ પોલીસ સ્ટેશનના 3, વટવા GIDC પોલીસ સ્ટેશનના 3 અને અમરાઈવાડી પોલીસ સ્ટેશનના 2 મળી કુલ 8 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. તેમજ ગેંગ સામે રાજ્યમાં કુલ 30 ગુના પોલીસ ચોપડે નોંધાયેલા છે. આરોપી અગાઉ વડોદરા, નડિયાદ, આંબલીયારા, જેતપુર અને બલાસિનોર જેવા વિસ્તારોમાં પણ ચોરી તથા લૂંટ જેવા અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.
    Click here to Read More
    Previous Article
    બનાસકાંઠામાં પ્રભારી સચિવ ડી. કે. પ્રવીણાએ સરકારી યોજનાઓની સમીક્ષા કરી:લક્ષ્યાંકો પૂરા કરવા અને લાભાર્થીઓ સુધી લાભ પહોંચાડવા અધિકારીઓને માર્ગદર્શન આપ્યું
    Next Article
    1 Killed In Clash During Navratri Event In Gujarat Residential Society

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment