Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીના માંગવાપાળમાં પંચાયત ભવનનું લોકાર્પણ:મોટા આંકડિયામાં પુસ્તકાલય બનશે; ઉર્જા મંત્રી કૌશિક વેકરીયાના હસ્તે કોઝ-વે બ્રિજ ખુલ્લો મુકાયો

    23 hours ago

    અમરેલી તાલુકામાં આવેલા માંગવાપાળ અને મોટા આંકડીયા ગામમાં સ્થાનિક સુવિધાઓ વધારવા અર્થે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ રાજ્યના કાયદો અને ઉર્જા મંત્રી કૌશિક વેકરીયાના હસ્તે સંપન્ન થયો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન ડેનીભાઈ પરમાર, અન્ય હોદ્દેદારો અને અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. માંગવાપાળમાં ₹22 લાખનું નવું પંચાયત ભવન મંત્રી કૌશિક વેકરીયાએ માંગવાપાળ ગામ ખાતે આશરે ₹22 લાખના ખર્ચે નવસ્મૃતિ પામેલા નવા ગ્રામ પંચાયત ભવનનું સત્તાવાર લોકાર્પણ કર્યું હતું. આ નવું ભવન કાર્યરત થવાથી ગામના સ્થાનિક રહીશોને પંચાયત સંબંધિત વિવિધ સરકારી સેવાઓ મેળવવામાં મોટી સરળતા થશે. મોટા આંકડીયામાં કોઝ-વે બ્રિજ ખુલ્લો મુકાયો આ સાથે મંત્રી દ્વારા મોટા આંકડીયા ગામમાં વાહનવ્યવહારની સુગમતા વધારવા અને ખેડૂતો માટે બનાવવામાં આવેલા નવા નાના કોઝ-વે બ્રિજનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ નવા પુલના નિર્માણથી સ્થાનિક વાહનચાલકો અને ખાસ કરીને ખેતરે જતા ખેડૂતોની આવાગમનની મુશ્કેલીઓનો અંત આવશે. ₹35 લાખના આધુનિક પુસ્તકાલયનું ભૂમિપૂજન ગ્રામીણ વિસ્તારના યુવાનોના શિક્ષણ તેમજ અભ્યાસ માટે મોટા આંકડીયામાં ₹35 લાખના અંદાજિત ખર્ચે નિર્માણ પામનારા આધુનિક પુસ્તકાલયનું મંત્રીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ અદ્યતન લાઈબ્રેરી ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ અભ્યાસ અને કારકિર્દી ઘડતરમાં અત્યંત મદદરૂપ પુરવાર થશે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતના 4 જિલ્લામાં નવી મેડિકલ કોલેજો બનશે:ખેડા, મહિસાગર, બોટાદ અને ગીર-સોમનાથમાં સરકારી હોસ્પિટલો અપગ્રેડ થશે, PPP મોડલ પર મેડિકલ કોલેજો શરૂ કરવાની મંજૂરી
    Next Article
    લવ,મેરેજ ઔર મર્ડરનો ખતરનાક ટ્રેન્ડ:ફાંસીના માચડે ચડ્યા સંબંધો, રિલેશનશિપમાં પડદા પાછળનું વરવું રૂપ; કિલર બન્યું સોશિયલ મીડિયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment