Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હત્યાના કેસમાં આરોપી દોષિત:આજીવન કારાવાસની સજા, દીકરી સાથે વાત કરવાની તકરાર કરીને છરા વડે હુમલો કર્યો

    7 hours ago

    અમદાવાદના વટવા વિસ્તારમાં વર્ષ 2023માં બનેલા ચકચારી હત્યા કેસમાં અમદાવાદ સીટી સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. પોતાની દીકરી સાથે વાત કરવાની સામાન્ય અદાવતમાં સાગર નામના યુવક પર છરા વડે જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારનાર આરોપી દિલીપ પરમાર સામેનો ગુનો સાબિત થતાં અદાલતે તેને આજીવન કેદની સખત સજા ફટકારી છે. છરાના ઉપરાછાપરી ઘા મારી યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો કેસની વિગતો અનુસાર, વર્ષ 2023માં વટવા પોલીસ મથકે આરોપી દિલીપ પરમાર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો હતો. આરોપી દિલીપે મૃતક સાગર પાસે જઈને "તું મારી દીકરી સાથે કેમ વાતો કરે છે?" તેમ કહીને ઉગ્ર તકરાર શરૂ કરી હતી. મામલો બિચકતાં ઉશ્કેરાયેલા દિલીપે પોતાની સાથે લાવેલા તીક્ષ્ણ છરા વડે સાગરની છાતી તેમજ શરીરના અન્ય ભાગો પર ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં સાગરને તાત્કાલિક સારવાર અર્થે એલ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ભાઈની જુબાની અને તબીબી પુરાવા બન્યા નિર્ણાયક આ કેસ અમદાવાદ સીટી સેશન્સ કોર્ટના જજ એસ.આર. સાંગાણી સમક્ષ ચાલી ગયો હતો. સુનાવણી દરમિયાન મૃતકના ભાઈએ કોર્ટ સમક્ષ સ્પષ્ટ નિવેદન આપતાં જણાવ્યું હતું કે, તેણે આરોપીને પોતાની નજર સામે સાગર પર હુમલો કરતાં જોયો હતો અને જ્યારે તે ભાઈને બચાવવા વચ્ચે પડ્યો ત્યારે આરોપીએ તેને જોરથી ધક્કો મારી દીધો હતો. આ ઉપરાંત પોસ્ટમોર્ટમ કરનાર તબીબના રિપોર્ટ મુજબ, સાગરના શરીર પર તીક્ષ્ણ હથિયારના અનેક ઘા હતા, જે પૈકી છાતીમાં વાગેલો ઊંડો ઘા સીધો હૃદયના ડાબા ભાગ સુધી પહોંચી ગયો હતો, જે વ્યક્તિનું સ્થળ પર જ મોત નીપજાવવા માટે પૂરતો હતો. 15 સાક્ષી અને 26 દસ્તાવેજી પુરાવા ગ્રાહ્ય રાખ્યા વટવા પોલીસ મથકના તપાસ અધિકારી પીઆઈ કે.એ. ગઢવીએ ગુના સંદર્ભે મહત્વપૂર્ણ દસ્તાવેજો અને સાક્ષીઓની મજબૂત યાદી અદાલતમાં રજૂ કરી હતી. કોર્ટમાં સરકારી વકીલ એચ.આર. શાહે ધારદાર દલીલો રજૂ કરતાં જણાવ્યું હતું કે આ એક ક્રૂર હત્યા છે અને આરોપીને આકરી સજા થવી જોઈએ. કોર્ટે સાક્ષીઓની જુબાની અને ૨૬ જેટલા દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને રાખીને આરોપી દિલીપ પરમારને હત્યાના ગુનામાં કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજાનો આદેશ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પાટણના કુણઘેરમાં ધારિયાથી હુમલામાં ઘાયલ યુવકનું મોત:અમદાવાદ સિવિલમાં 23 વર્ષીય જયદીપ નાયીનું સારવાર દરમિયાન મોત, હત્યાની કલમ 302 ઉમેરવામાં આવશે
    Next Article
    ‘Can’t differentiate between reel makers and independent journalists’, says Modi govt

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment