Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઢોલના તાલે ધમાલ!:ગુજરાતી સિનેમામાં ગરબા અને ફોક મ્યૂઝિકનો તડકો, 'ઘોર અંધારી રે' ગીત અને 'ડર કે આગે વિઠ્ઠલ'નું ટીઝર રિલીઝ

    20 hours ago

    નવરાત્રિના તહેવાર અને ગરબા રસિકોના ઉત્સાહ વચ્ચે એક ગીત ને એક ટિઝર રિલીઝ કરવામાં આવ્યા છે. બંને ગીતો ચાહકોને ગમી જાય તેવા છે. એક ગીત ઐશ્વર્યા મજમુદાર ને બીજું ગીત કીર્તિદાન ગઢવીએ ગાયું છે. 'ડર કે આગે વિઠ્ઠલ' સોંગ રિલીઝ 'વાહ વાહ વિઠ્ઠલ'નું સુપરહિટ ટાઈટલ ટ્રેકનું ટીઝર "ડર કે આગે વિઠ્ઠલ" રિલીઝ થયું છે. આ ગીત ગુજરાતના કિંગ ઓફ ફોક મ્યૂઝિક એવા કીર્તિદાન ગઢવીએ ગાયું છે. આ ગીત ફેમસ ગુજરાતી ભજન "વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા" પરથી રિ-ક્રિએટ કરવામાં આવ્યું છે. સ્ટારકાસ્ટમાં મોટા નામ સામેલ ફિલ્મની વાત કરવામાં આવે તો સચિન બ્રહ્મભટ્ટ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. સ્ટારકાસ્ટની વાત કરીએ તો તત્સત મુનશી, આરતી પટેલ, દર્શન જરીવાલા, રાગી જાની સહિતના મોટા-મોટા ચહેરાઓ જોવા મળશે. આવતા મહિને એટલે કે 20 નવેમ્બરથી આ ફિલ્મ થિયેટર્સમાં ધૂમ મચાવશે. આગામી ગુજરાતી ફિલ્મ 'ફેક્ટરી'નું ઓફિશિયલ ગરબા ટ્રેક 'ઘોર અંધારી રે' રિલીઝ થઈ ગયું છે. આ સોલફુલ ગરબા સોંગને 'પ્રિન્સેસ ઓફ ગરબા' ઐશ્વર્યા મજમુદારે પોતાના જાદુઈ અવાજમાં ગાયું છે. ગીતનું મ્યુઝિક DJ KWID અને ગૌરવ ધોળા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. 'ફેક્ટરી'ની સ્ટારકાસ્ટ ફિલ્મની સ્ટારકાસ્ટની વાત કરવામાં આવે તો હિતુ કનોડિયા, સ્મિત પંડ્યા, પ્રેમ ગઢવી, હેમાંગ શાહ, રાજનંદિની શર્મા, હેમિન ત્રિવેદી સહિતના સ્ટાર્સ છે. ડિરેક્શન રોકી મુલચંદાનીએ કર્યું છે.
    Click here to Read More
    Previous Article
    सऊदी के सामने खड़े हूथी, क्या मदद करेंगे ट्रम्प?
    Next Article
    ભરૂચ નપાની 17 જુલાઈની પ્રથમ સામાન્ય સભાનો વિવાદ:સુરત પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનરની પ્રમુખ, ચીફ ઓફિસર સહિત તમામ સભ્યોને નોટિસ, 29 ઓક્ટોબરે હાજર રહેવા ફરમાન

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment